રાજ્યસભામાં EVM મશીન પર વિવાદ, કહ્યું નહીં ચાલે આ સરકાર!

રાજ્યસભાના બજેટ સત્ર દરમિયાન ઇવીએમ મશીનને લઇને મોટો વિવાદ થયો. વિરોધ પક્ષે તે અંગે શું કહ્યું જાણો અહીં.

Subscribe to Oneindia News

ઉત્તર પ્રદેશ ચૂંટણી માં હાર પછી બહુજન સમાજ પાર્ટીના સુપ્રીમો અને રાજ્યસભા સંસદ માયાવતીએ ઇલેક્ટ્રોનિક વોટિંગ મશીન પર અનેક સવાલ ઊભા કર્યા હતા. અને આ મામલે અહીં ભારે હંગામો થયો હતો. તે પછી મધ્યપ્રદેશની પેટાચૂંટણીની તૈયારી દરમિયાન સામે આવેલી ગડબડના કારણે વિપક્ષે આ અંગે ભારે વિરોધ રાજ્યસભામાં કર્યો હતો. રાજ્યસભામાં કોંગ્રેસના નેતા દિગ્વિજય સિંહે પણ કહ્યું કે ઇવીએમના બટન દબાવવાથી ભાજપને જ વોટ મળે છે. આ મશીન ઉત્તર પ્રદેશ ચૂંટણી વખતે પણ પ્રયોગમાં લેવામાં આવ્યા હતા. જે સ્પષ્ટ પ્રમાણ છે કે આ મામલે છેડછાડ થઇ છે. વળી તેમણે સભાપતિને બેલેટ પેપર પર ચૂંટણી કરાવવાની માંગણી પણ કરી. જો કે માયાવતીની ટિપ્પણી પર મુખ્તાર અબ્બાસ નકવીએ કહ્યું કે માયાવતીની આ ટિપ્પણી લોકતંત્રનું અપમાન છે.

rajya sabha

આ દરમિયાન સદનમાં પ્રકાશ જાવડેકરે કહ્યું કે જે લોકોને ઇવીએમ અંગે સમસ્યા હોય તે લોકો સદનનો સમય ખરાબ કર્યા વગર ચૂંટણી આયોગ પાસે આ સમસ્યાના નિરાકરણ માટે જવાનું જણાવ્યું હતું. વધુમાં તેમણે કહ્યું કે કોઇ ગડબડી નથી થઇ. જો કે માયાવતીએ કહ્યું કે તેમની પાર્ટી આ મામલે રાજ્યસભામાં પહેલા પણ મુદ્દો ઉઠાવી ચૂકી છે. અને કોર્ટનો દરવાજો પણ ખખડાવી ચૂકી છે. એટલું જ નહીં વેલમાં પણ કેટલાક સાંસદો પહોંચી જઇને ઇવીએમની આ સરકાર નહીં ચલેગી તેવી નારે બાજુ કરી હતી. જે પછી થોડા સમય માટે સદનને સ્થગિત કરવામાં આવ્યું હતું.

English summary
In Rajyasabha opposition raised slogan- EVM ki ye sarkar nahi chalegi, nahi chalegi.
Please Wait while comments are loading...