For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

#Gujarat Congress : ડી.કે શિવકુમારને ત્યાં રેડ બાદ મળ્યા 7.5 કરોડ

ગુજરાત કોંગ્રેસના ધારાસભ્યો બેંગ્લુરૂ પાસેના જે રિસોર્ટમાં રહી રહ્યાં છે, ત્યાં આઇટી વિભાગના દરોડા પાડવામાં આવ્યા હતા.

By Kajal
|
Google Oneindia Gujarati News

કર્ણાટકમાં બેંગ્લુરૂ ખાતે આવેલ ઇગલટન ગોલ્ફ રિસોર્ટ, જ્યાં ગુજરાત કોંગ્રેસના 40 જેટલા ધારાસભ્યો ગત શુક્રવારથી રહી રહ્યાં છે, ત્યાં બુધવારે સવારે આવકવેરા વિભાગના અધિકારીઓ દ્વારા છાપો મારવામાં આવ્યો હતો. આ રિસોર્ટ કર્ણાટકના ઊર્જા મંત્રી ડી.કે.શિવકુમારનો છે. રિસોર્ટની સાથે જ ઊર્જા મંત્રીના ઘરે પણ છાપો મારવામાં આવ્યો હતો. તાજેતરની જાણકારી અનુસાર આઈટી વિભાગના તપાસ અધિકારીઓ દ્વારા ડી.કે. શિવકુમારને પુછપરછ માટે લઈ જવામાં આવ્યા છે. રિસોર્ટમાં રોકાયેલ કોંગ્રેસના ધારાસભ્યોના રૂમની પણ તપાસ કરવામાં આવી હતી. બુધવારે સવારે 7 વાગે આ છાપો મારવામાં આવ્યો હતો.

bangalore resort

હરિયાણાના ધારાસભ્ય રણદીપ સુરજેવાલે આ મામલે કહ્યું હતું કે, ભાજપે પહેલા કોંગ્રેસના ધારાસભ્યોને લાંચ આપવાનો પ્રયત્ન કર્યો હતો અને એમાં ન ફાવ્યા ત્યારે હવે ભાજપ કોંગ્રેસ પર આઈટી વિભાગના દરોડા પાડી રહ્યું છે.

ડી.કે.શિવકુમારના ભાઇ ડી.કે.સુરેશના ઘરે પણ દરોડા પાડવામાં આવ્યા હતા. આવકવેરા વિભાગના અધિકારીઓના જણાવ્યા અનુસાર, તેમને કેટલીક ફરિયાદ મળી હતી જેને આધારે તેમણે આ દરોડા પાડ્યા હતા. નોંધનીય છે કે, ગુજરાત કોંગ્રેસના ધારાસભ્યોની મહેમાનગતિની જવાબદારી ડી.કે.શિવકુમાર અને ડી.કે.સુરેશને જ સોંપવામાં આવી હતી.

English summary
Income tax Dept's raid at Karnataka Minister DK Shivakumar residence and eagleton golf resort, where Gujarat Congress MLAs are staying.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X