For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

રાહુલ ગાંધીની આગેવાનીમાં સતત ચોથા દિવસે સાધ્વી નિરંજન જ્યોતિ મુદ્દે સંસદની કાર્યવાહી ખોરવાઇ

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 5 ડિસેમ્બર : નરેન્દ્ર મોદી સરકારની મંત્રી સાધ્વી નિરંજન જ્યોતિના વિવાદસ્પદ નિવેદનો મુદ્દે આજે સતત ચોથા દિવસે સંસદની કામગીરી ખોરવાઈ પડી છે. કોંગ્રેસ સહિતના વિપક્ષોએ આજે આ મુદ્દે રાજ્યસભામાંથી વોકઆઉટ કર્યું હતું. આ તરફ રાહુલ ગાંધી અને અન્ય કોંગ્રેસી નેતાઓએ મોઢા પર કાળી પટ્ટી બાંધી સંસદની બહાર દેખાવો કર્યા હતા.

વડા પ્રધાન મોદીએ આજે સંસદમાં કહ્યું કે સાધ્વી પહેલા એવા મંત્રી છે જેઓ ગ્રામીણ વિસ્તારમાંથી આવે છે, તેમણે માફી માંગી લીધી છે હવે સદને ઉદારતા દર્શાવવી જોઈએ. જોકે તેમના આ નિવેદન છતાં વિપક્ષ સંતુષ્ટ નથી, તેઓ સાધ્વીના રાજીનામાની માંગણી પર અડ્યા છે.

આ પૂર્વે કોંગ્રેસ અને સરકાર વચ્ચે થયેલી સમજૂતિ પ્રમાણે વડા પ્રધાનના જવાબ બાદ સદનની કાર્યવાહી ચાલવા દેશે. જોકે કોંગ્રેસ વચન પાળ્યું નહીં ને આજે પણ તેમણે બંને સદનમાં હોબાળો મચાવ્યો છે.

English summary
Indian Parliament disrupt Sadhvi Niranjan Jyoti's remark issue, Rahul Gandhi lead protesters.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X