For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

વેપાર માટે સર્વશ્રેષ્ઠ દેશોની યાદીમાં ભારત 93મા ક્રમે

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 19 ડિસેમ્બર: ભારત આ વર્ષે વેપાર માટે સર્વશ્રેષ્ઠ દેશોની ફોર્બ્સની યાદીમાં ખૂબ પાછળ રહી ગયું છે. કુલ 146 દેશોની યાદીમાં ભારત 93મા સ્થાન પર છે. ત્યાં સુધી કે યાદીમાં મેક્સિકો, કઝાખસ્તાન અને શ્રીલંકા જેવા દેશો પણ ભારતથી આગળ છે. ફોર્બ્સે કહ્યું કે ભારતને ગરીબી તથા ભ્રષ્ટાચાર જેવા પડકારોનો સામનો કરવો પડશો.

ફોર્બ્સની નેવુંમી વાર્ષિક યાદીમાં ડેનમાર્ક પહેલાં નંબર પર છે. ત્યારબાદ હોંગકોંગ, ન્યૂઝિલેંડ, આયરલેંડ તથા સ્વિડનનું સ્થાન છે. વેપારનું વાતાવરણના મામલે અમેરિકા ઘણા વિકસિત રાષ્ટ્રોથી પાછળ તથા અહીં અંતર વધી રહ્યું છે. ગત વર્ષની તુલનામાં અમેરિકા ચાર ક્રમ નીચે ખસકતાં 18મા સ્થાન પર પહોંચી ગયું છે. 2009થી આ સતત પાંચમું વર્ષ છે જ્યારે અમેરિકા યાદીમાં નીચે સરક્યું છે.

ફોર્બ્સે કહ્યું કે 2013માં ભારતનો વૃદ્ધિ દર દાયકાના નિચલા સ્તર પર જતો રહ્યો છે. અને તેના આર્થિક નેતા દેશની વધતા રાજકોષીય તથા ચાલૂ ખાતાના નુકસાન પર અંકુશ માટે સંઘર્ષ કરે છે. ફોર્બ્સના અનુસાર ભારતમાં વધતા વૃહદ આર્થિક અસંતુલન તથા પશ્વિમી દેશોમાં આર્થિક દેશોમાં સ્થિતિમાં સુધારાના લીધે રોકાણકારોએ ભારતથી મૂડી નિકાળી. તેનાથી રૂપિયામાં ભારે ઘટાડો આવ્યો. જો કે 2014ની શરૂઆતમાં ભારતને લઇને રોકાણકારોની ધારણામાં સુધારો થયો.

india

ફોર્બ્સે સર્વશ્રેષ્ઠ દેશોની યાદીની ગ્રેડિંગ 11 વિભિન્ન કારણો સંપત્તિનો અધિકાર, નવીનીકરણવેરો, ટેક્નોલોજી, ભ્રષ્ટાચાર, આઝાદી, (ખાનગી, વેપાર અને મોદ્રિક) યાદી રોકાણના સંરક્ષણ અને શેર બજારના પ્રદર્શનના આધાર પર તૈયાર કરવામાં આવી છે.

English summary
India has not fared well in Forbes' list of the best countries for business this year, ranking 93rd out of 146 nations, behind countries like Mexico, Kazakhstan and Sri Lanka as it cited challenges like poverty and corruption that the country needs to address.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X