For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કાશ્મીરમાં શરૂ થયું સૌથી મોટું સર્ચ ઓપરેશન, જાણો કેમ?

શોપિયામાં ભારતીય સેના દ્વારા શરૂ કરવામાં આવ્યું છે સૌથી મોટું સર્ચ ઓપરેશન

|
Google Oneindia Gujarati News

ગુરુવારે ભારતીય સેનાએ તેનું સૌથી મોટું સર્ચ ઓપરેશન દક્ષિણ કાશ્મીરના શોપિંયામાં શરૂ કર્યું. સેનાનું આ ઓપરેશન 90ના દશકા પછીનું સૌથી મોટું સર્ચ ઓપરેશન માનવામાં આવી રહ્યું છે. જેમાં 3000 સેના જવાનો અને 1000 સીઆરપીએફના અને જમ્મુ કાશ્મીરની પોલીસ સામેલ છે. આ ઓપરેશન હેઠળ સાઉથ કાશ્મીરના સૌથી મોટા આંતકીને શોધી કાઢવા માટે શરૂ કરવામાં આવ્યું છે.

army


30 આંતકી
શોપિંયામાં 20 ગામોમાં સુરક્ષાદળો ઘરે ઘરે જઇને સર્ચ ઓપરેશન ચલાવી રહ્યા છે. વળી આ સર્ચ ઓપરેશન દરમિયાન લોકો સેના પર પથરાવ પણ કરી રહી છે. શોપિયાના સુગાન, છિલીપોરા, તુર્કા વાનગામ જેવા વિસ્તારોમાં હાલ આ સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે. પથ્થરબાજીના કારણે બે યુવાનો પણ ઇજાગ્રસ્ત થયા છે જેમને હોસ્પિટલમાં ભર્તી કરાવવામાં આવ્યા છે. એક સિનિયર ગુપ્તચર અધિકારીના જણાવ્યા મુજબ 30 આતંકીઓ શોપિંયાના બગીચામાં ફરી રહ્યા છે. તેમનો એક વીડિયો પણ આવ્યો હતો જે વાયરલ થયો હતો. આ વીડિયો પછી જ સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું છે.

terrorist

આતંકી જુનૈદ
જો કે સુરક્ષાબળોએ કુલગામમાં ખુદવાની જિલ્લામાં જ્યારે નાકાબંધી કરી હતી ત્યારે લશ્કર-એ-તૈયાબાના કેટલાક આતંકીઓ ત્યાં છુપાયેલા હતા. જેમાં ખૂંખાર કમાન્ડર જૂનૈદ પણ હાજર હતો. જેને ગામવાળાની મદદ મળતા તે ત્યાંથી ભાગી નીકળ્યો હતો. પથ્થરમારાના કારણે લશ્કરે એ તૈયબાના આ 18 વર્ષીય આંતકી જુનૈદ મટ્ટને ભાગવામાં સફળતા મળી હતી. ત્યારે ગુપ્તચર સંસ્થાના જણાવ્યા મુજબ આ ઓપરેશન અત્યાર સુધીનું સૌથી મોટું સર્ચ ઓપરેશન છે. આ ઓપરેશનમાં સેનાના 1,62,44 અને 55 રાષ્ટ્રીય રાયફલ્સના જવાનો સમેત સીઆરપીએફની સ્પેશ્યલ ઓપરેશન ગ્રુપ (એસઓજી) અને 114મી બિટાલિયન પણ સામેલ છે.

English summary
On Thursday Indian Army has launched its biggest anti terror operation in Shopian after 27 years.Reports are coming that Lashkar-e-Taiba commander Junaid Mattoo has run away.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X