For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

એવરેસ્ટ પર પહોંચી ભારતની બે જોડિયાં બહેનો

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 21 મેઃ દેશનું નામ રોશન કરતા દેવી ભૂમિ ઉત્તરાખંડની પૂત્રીઓએ ફરી એકવાર વિશ્વની સૌતી ઉંચી ટેકરી એવરેસ્ટ પર તિરંગો લહેરાવ્યો છે. દેહરાદૂનની બે જોડિયાં બહેનોએ આ કારનામો કરતા એવરેસ્ટની ઉંચાઇને આંબી છે. તાશી અને નેનસી મલિકે એવરેસ્ટ પર ડગ મુકી પોતાનું નામ ઇતિહાસમાં નોંધાવ્યું છે. આ પહેલીવાર છે કે બે જોડિયાં બહેનોએ એક સાથે આ ઉપલબ્ધિ હાસલ કરી હોય.

તેમની સાથે પાડોશી દેશ પાકિસ્તાનની સબીના અને તેમનો ભાઇ મિર્ઝા બેગ પણ એવરેસ્ટ પર પહોંચીને પોતાનું નામ ત્યાં પહોંચનારા લોકોની યાદીમાં નોંધાવવામાં સફળ થયાં છે. 22 વર્ષની સબીના એવરેસ્ટ ફતેહ કરનારી પાકિસ્તાનની પહેલી મહિલા છે. કુટાલવાલી જોહડી ગામની રહેવાસી 21 વર્ષીય જોડિયાં બહેનો તાશી અને નેનસી નિવૃત કર્નલની પુત્રી છે.

tashi-nancy
તેમણે પોતાનું આ અભિયાન 8 માર્ચે શરૂ કર્યું હતું. અભિયાન શરૂ કર્યા બાદ તેમણે 10 માર્ચે નેપાળના પોખરામાં કેમ્પ પણ કર્યો, જ્યાં તેમણે બે અઠવાડિયાન ટ્રેકિંગ ટ્રેનિંગ ઓકર પ્રેક્ટિસ કરી. ત્યારબાદ તેમનું ગ્રુપ 22 માર્ચે કાઠમાંડુ પહોંચ્યુ. જ્યાંથી 3 એપ્રિલે નેપાળમાં ભારતના રાજદૂત જયંત પ્રકાશે દળને લીલી ઝંડી બતાવી રવાના કર્યા હતા. ત્યાર બાદ સતત 8 દિવસ સુધી ટ્રેકિંગ કરતા તેઓ 11 એપ્રિલે 18000 ફૂટની ઉંચાઇ પર પહોંચી એવરેસ્ટના બેસ કેમ્પમાં ડેરો નાખ્યો હતો.

એવરેસ્ટ પર પહોંચીને તેમણે ભારતનો તિરંગો લહેરાવ્યો. આ પહેલા તાશી અને નેનસી જાન્યુઆરી, 2012માં આફ્રિકાના સૌથી ઉંચા પર્વત કિલીમંજારોને ફતેહ કરી ચૂકી છે. ઉત્તરાખંડથી આ પહેલા બછેંદ્રી પાલ, સુમનલતા કુટિયાલ, સવિતા મર્તોલિયા અને કવિતા બુઢાઠોકી એવરેસ્ટ શિખર પર પહોંચી ચૂક્યા છે. ઉત્તર પ્રદેશની વોલિબોલ ખેલાડી અરૂણિમાં ટ્રેન દુર્ઘટનામાં પોતાનો પગ ગુમાવ્યા બાદ પહેલી વિક્લાંગ મહિલા હશે, જે કૃત્રિમ પગની મદદથી એવરેસ્ટ પર ચઢાઇ કરી ત્યાં ટેકરી પર પહોંચશે.

English summary
21 year old Tashi and Nancy Malik from Dehra Dun achieved this feat by successfully reaching the world's highest mountain peak at 8,848 meters.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X