For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કોંગ્રેસનો આરોપ- મોદીએ કર્યું ઇન્દિરાજીનું અપમાન

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 31 ઓક્ટોબર: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સરદાર વલ્લભભાઇ પટેલની 139મી જયંતિના અવસર પર શુક્રવારે અહીં ઝંડી બતાવી ' રન ફૉર યુનિટી' દોડની શરૂઆત કરી. તેમણે આ અવસર પર સરદાર પટેલની સાથે પૂર્વ વડાપ્રધાન ઇન્દિરા ગાંધીને પણ યાદ કર્યા. ઇન્દિરા ગાંધીની 31 ઓક્ટોબર 1984ના રોજ શિખ સુરક્ષાકર્મીઓ દ્વારા હત્યા કરી દેવામાં આવી હતી. નરેન્દ્ર મોદીએ કહ્યું કે ઇન્દિરા ગાંધીની પુણ્યતિથિ પર તેમને યાદ કરવામાં તે પોતાના દેશવાસેઓની સાથે છે. પરંતુ નરેન્દ્ર મોદી તેમને શ્રદ્ધાંજલિ અર્પિત કરવા માટે તેમના સમાધિસ્થળ 'શક્તિસ્થળ' ન ગયા. એનડીએ સરકારના પહેલા વડાપ્રધાન અટલ બિહારી વાજપાઇ 1998માં 31 ઓક્ટોબરના રોજ 'શક્તિસ્થળ' ગયા હતા. કોંગ્રેસ નેતા આનંદ શર્માએ આરોપ લગાવ્યો છે કે વડાપ્રધાને પૂર્વ વડાપ્રધાન ઇન્દિરા ગાંધીનું અપમાન કર્યું.

નરેન્દ્ર મોદી ઇન્દિરા ગાંધીની પુણ્યતિથિથી વધુ મહત્વ સરદાર પટેલની જયંતિને આપ્યું હતું. આ અવસર પર તેમણે જે દોડ આયોજિત કરાવી તેમાં લગભગ 15 હજાર લોકો સામેલ થયા. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ તેમની સાથે દોડ્યા. રાજધાનીના વિજય ચોકથી ઇન્ડિયા ગેટ સુધી આ દોડમાં સામેલ થનાર લોકોની ભીડ સતત વધતી ગઇ, ત્યારબાદ પીએમના સુરક્ષાકર્મીઓને ખૂબ મથામણ કરવી પડી. આ દરમિયના લોકોને પીએમ સાથે હાથ મિલાવ્યો અને વાતચીત પણ કરી. આ દરમિયાન પહેલાં વડાપ્રધાન દિલ્હીના પટેલ ચોક પહોંચ્યા અને સરદાર પટેલની પ્રતિમા પર ફૂલ ચઢાવી શ્રદ્ધાંજલિ આપી. અહીં સંબોધિત કરતાં પીએમે લોકોને એકતાની શપથ અપાવી.

narendra-modi-foto

કોંગ્રેસે શુક્રવારે કહ્યું કે નરેન્દ્ર મોદી સરકારે ઇન્દિરા ગાંધીની પુણ્યતિથિને જે પ્રકારે ઉજવી તે 'એકદમ ખરાબ અને નાના દિમાગ'ની નિશાની છે, જ્યારે ભાજપને આશ્વર્ય વ્યક્ત કર્યું કે કોંગ્રેસ ફક્ત નહેરુ-ગાંધી પરિવારના પરિદ્રશ્યથી ઇતિહાસને બતાવવા માંગે છે.

કોંગ્રેસના વરિષ્ઠ નેતા આનંદ શર્માએ સંવાદદાતાઓને કહ્યું કે છુદ્ર દિમાગ છે, આ પક્ષપાતપૂર્ણ છે અને તે લોકોના પ્રત્યે અસન્માન છે જેમણે દેશ માટે પોતાનો જીવ આપ્યો, ખાસકરીને ઇન્દિરા ગાંધીનું, જેમણે દેશની એકતા માટે જીવન બલિદાન કર્યું. તેમણે કહ્યું આવું આચરણ એ પણ દર્શાવે છે મોદી અને ભાજપ શું છે.

કેન્દ્ર સરકાર આજે દેશભરમાં સરદાર પટેલની જયંતિને 'રાષ્ટ્રીય એકતા દિવસ'ના રૂપમાં ઉજવી રહી છે. નરેન્દ્ર મોદીએ આજે સવારે એકતા દોડને ઝંડી બતાવી. આજે જ ઇન્દિરા ગાંધીનો શહાદત દિવસ પણ છે. કોંગ્રેસના નેતૃત્વવાળી ગત સરકારે વ્યાપક મીડિયા પ્રચાર અને આયોજનોની સાથે ઇન્દિરા ગાંધીની પુણ્યતિથિ ઉજવતી હતી. તેનાથી વિપરીત નવી સરકારે આજે સરકાર પટેલની જયંતિને મોટાપાયે ઉજવી છે.

આનંદ શર્માએ કહ્યું કે આ વિડંબણા છે કે મોદીએ એકતા દોડને ઝંડી બતાવી પરંતુ તેમણે આપણા સમયની મહાન નેતાઓમાંથી એકના સર્વોચ્ચ બલિદાનનો ઉલ્લેખ પણ ન કર્યો.

English summary
Congress on Friday termed as "disgusting" and "petty-minded" the way the Narendra Modi Government marked the death anniversary of Indira Gandhi while the ruling BJP wondered if that party prefers to see history through the "perspective" of Nehru-Gandhi family.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X