For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મણિપુરના 'આયર્ન લેડી' શર્મિલાની કારમી હાર

અફસ્પા વિરુદ્ધ હડતાળ કરનાર અને રાજકારણમાં પ્રથમ ડગ માંડનાર ઇરોમ શર્મિલા મણિપુરમાં મુખ્યમંત્રી ઓકરામ ઇબોબી સિંહ સામે હાર્યા.

By Shachi
|
Google Oneindia Gujarati News

સમાજિક કાર્યકર્તા અને રાજકારણના નવા નેતા ઇરોમ શર્મિલા મણિપુરમાં પોતાની પ્રથમ ચૂંટણી હારી ચૂક્યાં છે. ઇરોમને મણિપુર ના થોઉબાલથી મુખ્યમંત્રી ઓકરામ ઇબોબી સિંહ ના હાથે કારમી હાર ઝેલવી પડી છે.

irom sharmila

LIVE: ચારેય રાજ્યોની વિધાનભાની ચૂંટણીના તમામ અપટેડ મેળવો અહીંLIVE: ચારેય રાજ્યોની વિધાનભાની ચૂંટણીના તમામ અપટેડ મેળવો અહીં

ભાજપ પર આરોપ

ઇરોમ શર્મિલાએ ગત વર્ષે આર્મ્ડ ફોર્સેજસ્પેશ્યિલ પાવર એક્ટ્સ એટલે કે અફસ્પા વિરુદ્ધ પોતાની 16 વર્ષ જૂની હડતાળ આખરે સમાપ્ત કરી હતી, ઇરોમ શર્મિલાએ ફેબ્રુઆરીમાં ભાજપ પર આરોપ લગાવ્યો હતો કે, અનશન પૂર્ણ થયાના થોડા દિવસો બાદ જ પાર્ટીએ તેની સાથેના સંપર્કો તોડી કાઢ્યા હતા. પાર્ટીએ મુખ્યમંત્રી ઓકરામ ઇબોબી સિંહ વિરુદ્ધ તેમને ભાજપે ટિકિટ આપવાનો પણ પ્રયત્ન કર્યો હતો, પરંતુ તેઓ અપક્ષ ચૂંટણી લડવા માંગતા હતા. શર્મિલાનો આરોપ હતો કે, ભાજપે તેમને જણાવ્યું હતું કે, ઇબોબી વિરુદ્ધ ચૂંટણી લડવા માટે તેમને 36 કરોડ રૂપિયા આપવામાં આવશે.

અહીં વાંચો - એક્ઝિટ પોલ: મણિપુર વિધાનસભા ચૂંટણી 2017માં કોંગ્રેસ થશે સાફઅહીં વાંચો - એક્ઝિટ પોલ: મણિપુર વિધાનસભા ચૂંટણી 2017માં કોંગ્રેસ થશે સાફ

2019માં ફરી અજમાવશે નસીબ

પીપલ્સ રિસર્જેંસ જસ્ટિસ અલાયન્સ પાર્ટીના ફાઉન્ડર ઇરોમ શર્મિલાને મણિપુરમાં આયર્ન લેડીના નામે ઓળખવામાં આવે છે. શનિવારે જ્યારે મણિપુરમાં વિધાનસભા ચૂંટણીના પરિણામો આવવા શરૂ થયા, તેમાં શર્મિલાને માત્ર 85 બેઠકો જ મળી. આ પહેલાં એક્ઝિટ પોલના પરિણામોમાં શર્મિલાએ કહ્યું હતું, આનાથી તેમને ખાસ ફરક પડતો નથી. તેમણે વર્ષ 2019માં થનાર લોકસભા ચૂંટણીમાં ફરી નસીબ અજમાવવાની વાત કરી હતી. ન્યૂઝ એજન્સિ એએનઆઇ સાથે વાત કરતાં તેમણે આગળ કહ્યું કે, આવનારા સમયમાં લોકો પોતાની વિચારસરણી ફરી બદલી શકે છે. સાથે જ તેમણે રાજકારણીય પક્ષો પર સત્તા અને પૈસાનો દુરુપયોગ કરવાનો આરોપ પણ લગાવ્યો હતો.

English summary
Political debutante Irom Sharmila has lost election in Thoubal, Manipur, to Chief Minister Okram Ibobi Singh.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X