For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

જમ્મુ અને કોલકત્તાથી વોટ્સઅપ દ્વારા ISI ને મળતી હતી માહિતી

|
Google Oneindia Gujarati News

દેશની સુરક્ષાને ક્ષતિ પહોંચાડે તેવી ગોપનીય જાણકારી પડોશી દેશ પાકિસ્તાન સાથે શેયર કરતા એક બીએસએફ જવાન અને ચાર સંદિગ્ધ આઇએસઆઇ એજન્ટની ધરપકડ કરવામાં આવી છે. રવિવારે જમ્મુ અને કોલકત્તામાં અલગ અલગ ધટનાઓમાં આ જાસૂર ટોળકીનો પર્દાફાશ થયો.

સેના પર ખર્ચ કરવામાં ભારત છઠ્ઠા નંબરે તો અમેરિકા નંબર વન

જોઈન્ટ કમિશ્નર ક્રાઇમ, રવિન્દ્ર યાદવે આપેલી જાણકારી મુજબ જમ્મુ કાશ્મીરના રાજૌરીના રહેવાસી તેવા કફૈતુલ્લા ખાન ઉર્ફ માસ્ટર રજા (ઉંમર 44)નો પીછો કરીને તેને જમ્મુથી ભોપાલ જતી વખતે નવી દિલ્હી રેલ્વે સ્ટેશન પર અરેસ્ટ કરવામાં આવ્યો હતો. સાથે જ સુરક્ષાબળની ગુપ્તચર ટુકડીએ એક બીએસએફના ડેક કોન્સ્ટેબલ અબ્દુલ રશીદને પણ તેના ઘરેથી પકડ્યો હતો.

જાણો કેવી રીતે અબુ કાસિમને મારી, સેનાએ લશ્કર-એ-તૈયબાની કમર તોડીજાણો કેવી રીતે અબુ કાસિમને મારી, સેનાએ લશ્કર-એ-તૈયબાની કમર તોડી

પુલિસ અધિકારીએ જાણાવ્યું કે રાશિદ ખાન ઇમેલ, વોટ્સઅપ અને વાઇબર નેટવર્ક દ્વારા આ ગુપ્ત માહિતી મોકલતો હતો. તેણે સુરક્ષા બળ ક્યાં તેનાત કર્યું છે તે અને વાયુસેનાના અભિયાનની જાણકારીઓ આપી છે. યાદવે જણાવ્યું કે ખાન પાકિસ્તાન ઇન્ટેલિઝન્સ ઓપરેટિવનો હેન્ડલર હતો અને રશીદ તેનો મુખ્ય સુત્ર હતો. તેમના ગ્રુપને આઇએસઆઇનું સમર્થન હતું.

whatsapp

નોંધનીય છે કે જ્યારે તેને પકડવામાં આવ્યો ત્યારે તેની પાસે રાષ્ટ્રીય સુરક્ષા પર અસર કરે તેવા કેટલાક દસ્તાવેજ પણ હતા.ખાન વર્ષ 2013માં પાકિસ્તાન ગયો હતો અને તેણે આઇએસઆઇના એજન્ટનો સંપર્કમાં આવ્યો હતો. તેને પૈસાના બદલે સૈન્ય બળોથી જોડાયેલી માહિતી પાકિસ્તાન મોકલાવતો હતો.

તેનું મુખ્ય કામ આ જાસૂસી રેકેટમાં લોકોની ભર્તી કરવાનું અને સેનાને લગતી સટિક માહિતી મોકલાવાનું હતું. ખાન હેડ કોન્સ્ટેબલ રાશીદનો સંબંધી હતો અને તે પાકિસ્તાન દ્વારા મળતા કમિશનનો કેટલોક ભાગ રાશિદને પણ આપતો હતો. રાજૌરી જિલ્લામાં રાશીદનું જે ઘર છે ત્યાં પણ પોલિસ છાપો મારી ગોપનીય દસ્તાવેજો મેળવ્યા છે.

English summary
ISI espionage racket busted in Jammu Kashmir and Kolkata. Four suspected ISI agents along with one BSF jawan have been arrested.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X