For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

હૈદરાબાદમાં ISIS કરવાનું હતું મોટો હુમલો, પણ NIA ટીમે તે થવા ના દીધું

|
Google Oneindia Gujarati News

રાષ્ટ્રીય તપાસ અયોગ અને ગુપ્તચર વિભાગની સત્કર્તા અને અદ્ઘભૂત કામગીરી દ્વારા હૈદરાબાદ ISIS દ્વારા પ્લાન કરવામાં આવેલા એક મોટા બોમ્બ વિસ્ફોટના મનસુબાને ફેરવી તોળ્યું છે. એનઆઇએની ટીમે હૈદરાબાદમાંથી 11 સંદિગ્ધ આંતકીની અટક કરી છે. અને તેમની પાસેથી મોટી માત્રામાં હથિયાર અને વિસ્ફોટક પદાર્થો મેળવ્યા છે. આ આતંકીઓએ તેમની પ્રાથમિક તપાસમાં તે વાત પણ સ્વીકારી હતી કે તે રમજાનના દિવસે હૈદરાબાદમાં મોટો હુમલો કરવાના હતા.

આતંકી સંગઠન આઇએસઆઇએસ ભારતમાં દાખલ થઇ ચૂક્યું છે અને તે મોટો હુમલો કરવાની ફિરાકમાં છે તે વાતનું એલર્ટ તો ગુપ્તચર સંસ્થા આ પહેલા પણ અનેક વાર કરી ચૂકી છે. ત્યારે હૈદરાબાદમાં એક સાથે 11 આંતકીઓ મોટી સંખ્યામાં વિસ્ફોટક પદાર્થ અને હથિયારો સાથે પકડાતા આ લોકોના ઇરાદાઓ વધુ સ્પષ્ટ થયા છે. આ લોકો સ્લીપિંગ સેલ સાથે મળીને અહીં આતંકી મોડ્યૂલ ચલાવી રહ્યા હતા.

Hyderabad

નોંધનીય છે કે જાન્યુઆરીમાં પણ ચાર લોકોને પકડવામાં આવ્યા હતા જેમનો આઇએસઆઇએસ સાથે સંબંધ હતો. આ ઉપર જ વધુ તપાસ કરતા આ સમગ્ર મોડ્યૂલની માહિતી બહાર આવી છે. અને એનઆઇએની સ્પેશય ફોર્સે મળીને મંગળવારે આ રેડ પાડી આ અટક કરી છે.

એનઆઇએના અધિકારીએ વનઇન્ડિયાને કહ્યું કે આતંકીઓ પાસે હથિયારો અને વિસ્ફોટ સિવાય 15 લાખ રૂપિયા કેશમાં મળ્યા છે. માનવામાં આવી રહ્યું છે કે આ રૂપિયાથી આ સમૂહના પગાર માટે વાપરવાના હતા. એનઆઇએના અધિકારીએ કહ્યું વધુ તપાસમાં દેશના અન્ય રાજ્યોમાં પણ ચાલતા આવા નાના સંગઠનો વિષે વધુ જાણ મેળવવામાં આવશે. જેથી કરીને અન્ય કોઇ રાજ્યમાં પણ થનારા મોટા આતંકી હુમલાને થતા પહેલા રોકી શકાય.

English summary
In a major operation conducted by the National Investigation an alleged module of the ISIS in Hyderabad has been busted.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X