For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

માત્ર 6 સેકંડમાં હેક થઇ શકે છે તમારુ ક્રેડિટ અને ડેબિટ કાર્ડ

જો સાવચેતી ના રાખી તો માત્ર 6 સેકંડમાં તમને લાગી શકે છે લાખોનો ચૂનો...

By Manisha Zinzuwadia
|
Google Oneindia Gujarati News

નોટબંધી બાદ સતત કેશલેસ ટ્રંઝેક્શનની પ્રવૃત્તિ વધી રહી છે. લોકોને નેટ બેંકિંગ, ક્રેડિટ કાર્ડ, ડેબિટ કાર્ડ અને ઇ વોલેટ દ્વારા ટ્રાંઝેક્શન કરવાની સલાહ આપવામાં આવી રહી છે પરંતુ તમને જણાવી દઇએ કે આવુ કરવુ કરવુ તમારા માટે ફાયદાકારક ત્યારે જ બનશે જ્યારે તમે કાર્ડ્ઝની સુરક્ષા પ્રત્યે સાવચેત રહેશો.

card

તમને જણાવી દઇએ કે હેકર્સ માત્ર 6 સેકંડમાં તમારા ક્રેડિટ અને ડેબિટ કાર્ડને હેક કરી શકે છે. માત્ર 6 સેકંડમાં તમને લાખોનો ચૂનો લાગી શકે છે. રિસર્ચ પ્રમાણે હેકર્સ ઇંટરનેટ અને લેપટોપની મદદથી માત્ર 6 સેકંડમાં તમારુ બેંક એકાઉંટ ખાલી કરી શકે છે.

આઇ સિક્યોરિટી એંડ પ્રાઇવસી મેગેઝીનમાં પ્રકાશિત લેખ મુજબ ન્યૂકાસલ યુનિવર્સિટીના રિસર્ચ દરમિયાન જાણવા મળ્યુ કે માત્ર 6 સેકંડમાં ક્રેડિટ અને ડેબિટ કાર્ડની જાણકારી હેક કરી શકાય છે. જાણકારો મુજબ ઓનલાઇન પેમેંટ દરમિયાન પ્રત્યેક કાર્ડના ઉપયોગ માટેની મર્યાદા નક્કી નથી. તમે જેટલી વાર ઇચ્છો તેટલી વાર એક કાર્ડથી ઓનલાઇન ટ્રાંઝેક્શન કરી શકો છો. એવામાં હેકર્સ પ્રત્યેક વેબસાઇટ પર 10 કે 20 વારમાં જ અનુમાન લગાવીને તમારા કાર્ડની વિગતો મેળવી લે છે.

વાસ્તવમાં ઓનલાઇન પેમેંટ દરમિયાન આપણી પાસેથી કટકે કટકે જાણકારી માંગવામાં આવે છે. આ જાણકારીને જોડીને હેકર્સ આપણા કાર્ડની વિગતો સરળતાથી મેળવી લે છે. જાણકારો મુજબ ઓનલાઇન પેમેંટમાં જેટલો સમય લાગે છે તેટલો જ સમય તે કાર્ડને હેક કરવામાં લાગે છે.

જાણકારો પ્રમાણે અસીમિત અનુમાન અને ચૂક્વણી ડેટા અંગે અલગ અલગ પ્રણાલીને કારણે હેકર્સ સરળતાથી કાર્ડ હેક કરી લે છે. જાણકારોની માનીએ તો જો તમે આવી છેતરપીંડીથી બચવા માંગો છો તો ક્યારેય ઓનલાઇન પેમેંટ દરમિયાન એક જ કાર્ડનો ઉપયોગ ના કરો અને ભૂલથી પણ પોતાના કાર્ડની જાણકારી વેબસાઇટ પર સેવ ના કરો.

English summary
It may take as little as six seconds for hackers to guess your credit or debit card number,
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X