For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

આકરી ઠંડી વચ્ચે જમ્મૂમાં મતદાન શરૂ, ભાજપ માટે મહત્વપૂર્ણ દિવસ

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

જમ્મૂ, 20 ડિસેમ્બર: આજે જમ્મૂમાં 20 સીટો પર 213 ઉમેદવારોના ભાગ્યનો ફેંસલો 18,28,904 મતદારો કરશે. અંતિમ તબક્કાનું મતદાન આજે શરૂ થઇ ગયું છે એક તરફ જમ્મૂમાં ગાઢ ધુમ્મસના લીધે જનજીવન પ્રભાવિત રહ્યું અને ઠંડીથી લોકો ધ્રુજી રહ્યાં છે પરંતુ બીજી તરફ આજે જમ્મૂમાં અંતિમ તબક્કાનું મતદાન થઇ રહ્યું છે જેના લીધે વોટર્સમાં ખૂબ ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

આજે જમ્મૂ જિલ્લાની 11 સીટો પર મતદાન કરવામાં આવી રહ્યું છે જેમાં નગરોટા, ગાંધીનગર, જમ્મૂ પૂર્વ, જમ્મૂ પશ્વિમ, બિશ્નાહ, આરએસપુરા, સુચેતગઢ, મઢ, રાયપર, દોમાના, અખૂન અને છંબ વિધાનસભા સીટો સામેલ છે. આ ઉપરાંત કઠુઆ જિલ્લાની પાંચ સીટોમાં બની, બસોહલી, કઠુઆ, બિલાવર અને હીરાનગર છે તો બીજી તરફ રાજોરની ચાર સીટોમાં નૌશેરા, દરહાલ, રાજોરી અને કાલાકોટ વિધાનસભા સીટો સામેલ છે.

ડીજીપી રાજિંદરાએ અંતિમ તબક્કાના મતદાનના સખત નિર્દેશ જાહેર કર્યા છે તો બીજી તરફ પોલીસ દ્વારા મતદારોની સુરક્ષા માટે સુરક્ષાની આકરી વ્યવસ્થા કરવામાં આવી છે, ડીજીપીએ કહ્યું કે ક્ષેત્રમાં કોઇ સંદિગ્ધ મૂવમેંટ જોવા મળશે તો તેના પર તાત્કાલિક કાર્યવાહી કરવા અને ગોળી ચલાવવાના આદેશ આપ્યા. નાકાઓ પર પણ ગહન તપાસ કરવામાં આવી રહી છે.

vote

દિગ્ગજોની પ્રતિષ્ઠા દાવ પર
કુલ 213 ઉમેદવારો ચૂંટણી મેદાનમાં પોતાની કિસ્તમ અજમાવી રહ્યાં છે. વરિષ્ઠ કોંગ્રેસ નેતા અને તથા મંત્રી શામ લાલ શર્મા (અખનૂર), રમણ ભલ્લા (ગાંધીનગર), ઉપ મુખ્યમંત્રી તારા ચંદ (છંબ) તથા મનોહર લાલ શર્મા (બિલ્લાવર) પણ મેદાનમાં છે.

કોંગ્રેસ-ભાજપ માટે મહત્વપૂર્ણ દિવસ
કોંગ્રેસ અને ભાજપના મતદારો આ ત્રણ જિલ્લાઓમાં છે, જ્યાં વધુ મતદાન થવાની આશા છે. ચૂંટણી અભિયાન દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી જમ્મૂનો ત્રણ વખત પ્રવાસ કરી ચૂક્યાં છે. પાંચમા તથા અંતિમ તબક્કાના મતદાન બાદ એ સ્પષ્ટ થઇ જશે કે કોંગ્રેસ કે ભાજપમાંથી કોણ સરકાર રચવામાં પોતાની મુખ્ય ભુમિકા ભજવશે. તમને જણાવી દઇએ કે મતદાન આજે સવારે આઠ વાગ્યાથી સાંજે 4 વાગ્યા સુધી થશે.

English summary
The fifth and final phase of the Assembly elections for 20 seats of the Jammu province assumes importance for the BJP’s poll dreams.The20 seats, spread over the three districts of Jammu province - Rajouri, Kathua and Jammu, will go to polls on Saturday.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X