For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

જૈન ધર્મગુરુ બોલ્યા, 13 વર્ષની આરાધના જાણતી હતી તેની શક્તિઓ, માટે જ રાખ્યુ 68 દિવસનું વ્રત

By Manisha Zinzuwadia
|
Google Oneindia Gujarati News

સતત 68 દિવસ સુધી વ્રત રાખ્યા બાદ 13 વર્ષની આરાધનાના મોત પર જૈન ધર્મગુરુ ખુલીને કિશોરીના પરિવારના સમર્થનમાં ઉતરી આવ્યા છે. તેમણે કહ્યું કે આરાધનાએ તેની મરજીથી વ્રત કર્યુ હતુ અને ધર્મને બદનામ કરવામાં આવી રહ્યો છે. જૈન ધર્મ અનુસરતી હૈદરાબાદની આરાધનાનું સતત 68 દિવસ સુધી ઉપવાસ કર્યા બાદ 4 ઑક્ટોબરે મોત થઇ ગયુ. બે દિવસ પહેલા જ તેણે પોતાનો 68 દિવસ લાંબો ઉપવાસ પૂરો કર્યો હતો.

jain

આરાધના 68 દિવસ સુધી માત્ર ઉકાળેલુ પાણી પીતી હતી. વ્રત પૂરા કર્યા બાદ તેની તબિયત લથડી હતી. તેને હોસ્પિટલ લઇ જવામાં આવી જ્યાં ડૉક્ટરોએ તેને મૃત ઘોષિત કરી હતી. ડૉક્ટરોના જણાવ્યા અનુસાર સતત વ્રત કરવાથી તેના શરીરના અંદરના ભાગોમાં ઘણી ફરિયાદો થઇ ગઇ હતી. તેની બંને કિડનીઓ બહુ જ ખરાબ રીતે બગડી ગઇ હતી અને ભોજન ન લેવાને કારણે તેના આંતરડા સૂકાઇ ગયા હતા.

આરાધનાના મોત બાદ ઘણા સંગઠનોએ 13 વર્ષની કિશોરીને 68 દિવસ સુધી ઉપવાસ કરાવવા પર સવાલ ઉઠાવ્યા હતા. અમુક સંગઠનોએ બાળકીના પરિવાર પર તેને મારી નાખવાનો આરોપ મૂક્યો હતો. પોલિસે એનજીઓની ફરિયાદ પર આઇપીસીની કલમ 304 અને કિશોર ન્યાય કાયદાની કલમ 75 હેઠળ એક કેસ ફાઇલ કરાવ્યો છે અને કેસની તપાસ ચાલી રહી છે.

પરિવાર પર પોતાના કારોબારની વૃદ્ધિ માટે કિશોરી પાસે 68 દિવસ સુધી જબરદસ્તી વ્રત કરાવવાના આરોપો, કેટલાય સંગઠનો દ્વારા કરાયેલી આકરી ટીપ્પણી અને પોલિસે કેસ ફાઇલ કર્યા બાદ જૈન ધર્મગુરુઓ અને પરિવારજનોએ આરાધના અંગે ઘણા ખુલાસા કર્યા છે.

આ પહેલા કરી ચૂકી છે 8 અને 34 દિવસનો ઉપવાસ

જૈન ધર્મના એક નેતાએ આરાધનાની મોત પર કહ્યું કે તેણે કોઇના દબાવમાં આ ઉપવાસ નથી કર્યા, તે તેની શારીરિક ક્ષમતાઓને સારી રીતે જાણતી હતી. તેમણે કહ્યું કે 2014 માં તેણે 8 દિવસ, 2015 માં 34 દિવસ અને આ વર્ષે 68 દિવસના ઉપવાસ કર્યા હતા.
જૈન સેવા સંઘના અધ્યક્ષ અશોક સાંકલેચા જૈને કહ્યું કે કિશોરી આરાધના સમદારિયાને પરિવારજનોએ ઉપવાસ કરવા માટે મજબૂર કરી નહોતી. આરાધનાના પિતા લક્ષ્મીચંદ સમદારિયાનુ કહેવુ છે કે 51 દિવસના ઉપવાસ બાદ પરિવારે તેને ઉપવાસ ખતમ કરવા કહ્યું હતુ પરંતુ તેણે મનાઇ કરી દીધી હતી.

વૉટ્સઍપ પર બતાવી રહ્યા છે આરાધનાના મોતનુ રહસ્ય

હૈદરાબાદમાં આરાધનાના મોત બાદ ટીકાઓનો સામના કરી રહેલ જૈન સમુદાયના લોકો આનાથી નારાજ છે. શહેરમાં એક મેસેજ વાયરલ થઇ રહ્યો છે, જેમાં જણાવવામાં આવી રહ્યું છે કે તેમના ધર્મને બદનામ કરવાની કોશિશ કરવામાં આવી રહી છે. તેમાં જણાવવામાં આવી રહ્યું છે કે આરાધનાનું મોત વ્રતના કારણે નહિ પરંતુ હ્રદયરોગના હુમલાને કારણે થયુ છે.

ઉલ્લેખનીય છે કે આરાધના જૈન પરંપરાના " ચતુર્માસ " ઉપવાસ હેઠળ 68 દિવસ સુધી ઉપવાસ પર રહી. આ દરમિયાન તે દિવસમાં માત્ર બે વાર ગરમ પાણી જ ગ્રહણ કરતી હતી. 3 ઑક્ટોબરે વ્રત પૂરા થવા પર ધૂમધામથી તેની યાત્રા કાઢવામાં આવી હતી, જેમાં શહેરના ઘણા ગણમાન્ય લોકોએ હાજરી આપી હતી.

English summary
Jain Leader says 13-Year Old aradhna Knew Her Own Strength and Decided To Fast
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X