For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

જલ્લીકટ્ટુ પ્રોટેસ્ટઃ મરિના બીચ પરથી પ્રદર્શનકર્તાઓને હટાવવા પોલીસે કર્યો લાઠીચાર્જ

પોલીસે જલ્લીકટ્ટુના પ્રદર્શનકર્તાઓને મરિના બીચ પરથી ખસેડવા લાઠીચાર્જ કર્યો, જેમાં ઘણા ઘાયલ પણ થયા. જેના વિરોધમાં પ્રદર્શનકારિઓએ મુરાઇની ટ્રેન રોકી.

By Shachi
|
Google Oneindia Gujarati News

તમિલનાડુમાં જલ્લીકટ્ટુ પરનો પ્રતિબંધ ખસ્યા બાદ પણ પ્રદર્શનકાર્તાઓ છેલ્લા એક અઠવાડિયાથી મરિના બીચ પર દેખાવો કરી રહ્યાં છે. પ્રદર્શનકર્તાઓની માંગ છે કે જલ્લીકટ્ટુ મામલે સ્થાયી સમાધાન મળે, આ માટે જ તેઓ હજુ પણ મરિના બીચ પર દેખાવો કરી રહ્યાં છે, પરંતુ સોમવારે પોલીસે પ્રદર્શનકર્તાઓને જબરદસ્તી ત્યાંથી ખસેડ્યા હતા અને જ્યારે તેઓ ન માન્યા તો પોલીસને લાઠીચાર્જ કરવાની ફરજ પડી હતી.

jallikattu

પ્રદર્શનકર્તાઓએ રોકી ટ્રેન

આ લાઠીચાર્જને કારણે ઘણા પ્રદર્શકર્તાઓ ઘાયલ થયા છે.પોલીસે મરિના બીચ સુધી જતા તમામ રસ્તાઓ પણ બંધ કરી દીધા છે. ચેન્નાઇની સાથે સાથે મદુરાઇ, કોયંબતૂર અને ત્રિચીથી પણ પ્રદર્શનકર્તાઓને હટાવવામાં આવ્યા છે, જે પછી મદુરાઇમાં પ્રદર્શનકર્તાઓએ ટ્રેન રોકી દીધી છે. લોકોએ પોલીસના રવૈયા પર સવાલ ઉઠાવ્યો છે.
પોલીસ લોકોને સમજાવવાનો પ્રયત્ન કરી રહી છે કે સરકારના વટહુકમ બાદ હવે તેમણે આ પ્રદર્શન સમાપ્ત કરી દેવું જોઇએ. પોલીસ લોકોને તેમનું પ્રદર્શન પૂરું કરવાની અપીલ કરી રહી હોવા છતાં લોકો મરિના બીચ છોડવા તૈયાર નહોતા. આથી પોલીસે મજબૂરીમાં બળનો પ્રયોગ કરવો પડ્યો હતો.

jallikattu

શું છે જલ્લીકટ્ટુ?

ભડકેલા બળદને રોકવાની આ એક પરંપરાગત રમત છે, જેની પર છેલ્લા 3 વર્ષથી પ્રતિબંધ મુકાવામાં આવ્યો હતો. તમિલનાડુના પોંગલ તહેવાર પર જલ્લીકટ્ટુ મહોત્સવનું આયોજન થાય છે, આ એક રીતે બળદોની દોડ છે. જેમાં કોઇ લગામ વગર બળદો દોડે છે અને લોકો તેમને રોકવાનો પ્રયાસ કરતા હોય છે. જે આ ભડકેલા બળદને રોકવામાં સફળ થાય તે આ રમતમાં વિજયી જાહેર થાય છે.

jallikattu

બળદ પર કૂદીને ચડવાવાળા પાસે અપેક્ષા રાખવામાં આવે છે કે તે બળદની પીઠ કે ખૂંધ પર લટકીને દૂર સુધી જાય, આ દરમિયાન ઘણા લોકો ખરાબ રીતે ઘાયલ પણ થાય છે, તો ઘણાનું મૃત્યુ પણ થયું છે.

અહીં વાંચો - નેતાજીને PMએ કર્યા યાદ, સાર્વજનિક કરી નેતાજીની ફાઇલોઅહીં વાંચો - નેતાજીને PMએ કર્યા યાદ, સાર્વજનિક કરી નેતાજીની ફાઇલો

English summary
Jallikattu protests updates, Train stopped near Madurai in retaliation to forceful eviction at Marina beach.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X