For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

જલ્લીકટ્ટુ વિવાદઃ પોલીસે જ ચાંપી વાહનોમાં આગ, કમલ હાસને ટ્વીટ કર્યો વિડીયો

કમલ હાસને ટ્વીટર પર લખ્યું છે કે, જલ્લીકટ્ટુ તમિલનાડુની જનતાની ભાવના સાથે જોડાયેલું છે, જનતાની આડશ લઇ આ પરંપરા વિરુદ્ધનું વાતાવરણ ઊભુ કરવામાં આવી રહ્યું છે.

By Shachi
|
Google Oneindia Gujarati News

તમિલનાડુમાં પરંપરાગત રમત જલ્લીકટ્ટુના નામનો વિવાદ થંભવાનું નામ જ નથી લેતો, આને કારણે ભડકેલી હિંસાથી એક તરફ ચેન્નાઇમાં અફરા-તફરીનું વાતાવરણ સર્જાયું છે, ત્યાં હવે બીજી તરફ સાઉથ ઇન્ડિયન ફિલ્મોના સુપરસ્ટાર કમલ હાસને પણ આ વિવાદમાં ઝંપલાવ્યું છે.

કમલ હાસન જલ્લીકટ્ટુનું સમર્થન કરી રહ્યાં છે. તેમણે જલ્લીકટ્ટુ પર પ્રતિબંધ મુકવાની માંગ કરનાર પેટાના કાર્યકર્તાઓ પર પ્રહાર કરતાં ટ્વીટર એક વીડિયો પોસ્ટ કર્યો છે. આ વીડિયોમાં પોલીસવાળાઓ જ વાહનોમાં આગ ચાંપતા ઝડપાઇ ગયા છે.

kamal hasan

કમલ હાસને ટ્વીટર પર લખ્યું છે કે, જલ્લીકટ્ટુ સાથે તમિલનાડુની જનતાની ભાવનાઓ જોડાયેલી છે, પોતાની આ માંગણી માટે લોકો રસ્તા પર પ્રદર્શન કરી રહ્યાં છે, પરંતુ જનતાની આડશ લઇ આ પરંપરાની વિરુદ્ધનું વાતાવરણ ઊભું કરવામાં આી રહ્યું છે.

જલ્લીકટ્ટુને કાયદાકીય માન્યતા

ઉલ્લેખનીય છે કે, સોમવારે જલ્લીકટ્ટુની સમર્થનમાં મરિના બીચ પ્રદર્શન કરી રહેલાં યુવા પ્રદર્શનકર્તાઓ અને પોલીસ કાર્યવાહીના પરિણામે હિંસા ભડકી ઊઠી હતી અને પ્રદર્શનકારો તથા પ્રશાસન સામ-સામે થઇ ગયા હતા. આ ઘટના થોડા કલાકો બાદ જ તમિલનાડુની વિધાનસભામાં લોકપ્રિય પરંપરાગત રમત જલ્લીકટ્ટુનું બિલ સર્વસંમતિ સાથે પાસ કરવામાં આવ્યું હતું.

પ્રદર્શકર્તાઓ અને પોલીસ સામ-સામે

મરિના બીચ પર 17 જાન્યુઆરીથી જલ્લીકટ્ટુના સમર્થનમાં પ્રદર્શન ચાલી રહ્યું છે. સોમવારે સવારે પ્રદર્શકર્તાઓને ખસેડવા માટે પોલીસ બીચ પર જઇ પહોંચી હતી અને સ્થિતિ કીબૂ બહાર જતાં પોલીસે બળ પ્રયોગ કરવાની ફરજ પડી હોવાની ખબરો આવી હતી.

જો કે, કમલ હાસન દ્વારા ટ્વીટર પર પોસ્ટ કરવામાં આવેલા વીડિયોમાં કંઇક અલગ જ નજારો જોવા મળે છે..

English summary
While many are blaming the intrusion of anti-social elements for today's violent turn of Jallikattu protests in Chennai. Actor Kamal Haasan shares a really Shocking video and asked explanation.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X