For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

જશોદાબેને કહી 'મનની વાત', 'હું તેમની સાથે રહેવા તૈયાર છું

|
Google Oneindia Gujarati News

મુંબઇ, 21 નવેમ્બર: લોકસભા ચૂંટણી 2014 માટે પોતાના ઉમેદવારી પત્રમાં પહેલીવાર નરેન્દ્ર મોદીએ પત્નીના કોલમમાં જશોદાબેનનું નામ લખ્યું હતું. ત્યાં સુધી નરેન્દ્ર મોદીએ ક્યાંય પણ પત્ની જશોદાબેનનો ઉલ્લેખ કર્યો ન્હોતો. જોકે લાંબા સમય બાદ જશોદાબેને પોતાનું મૌન તોડ્યું છે અને એવું જણાવ્યું કે તેઓ મોદી સાથે રહેવા માટે તૈયાર છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પત્ની જશોદાબેને પોતાના પતિ નરેન્દ્ર મોદી સાથે રહેવા વિશે પોતાના 'મનની વાત' કહી છે. જશોદાબેને જણાવ્યું છે કે જો 'મોદી રાજી હોય તો પોતે એમની સાથે રહેવા તૈયાર છે.'

jashodaben
અત્રે નોંધનીય છે કે મિડિયા સાથેની મુલાકાતમાં જશોદાબેને કહ્યું કે, 'અગર વો લેને આયે તો મૈં તૈયાર હું.' જશોદાબેન હાલ મુંબઈમાં છે. જશોદાબેન મુંબઇના મીરા રોડમાં તેમના કોઇ સગાંને ત્યાં પ્રસંગમાં હાજરી આપવા માટે આવ્યા છે.

મોદીએ આ વર્ષના પ્રારંભમાં વડોદરા લોકસભા બેઠક માટે ઉમેદવારી પત્ર ભરતી વખતે પહેલી વાર કબૂલ કર્યું હતું કે જશોદાબેન તેમના પત્ની છે. જેથી વડાપ્રધાનના પત્ની હોવાની રૂએ જશોદાબેનને સ્પેશિયલ પ્રોટેક્શન ગ્રુપ (એસપીજી)નું સુરક્ષા કવચ પૂરું પાડવામાં આવ્યું છે. આ સુરક્ષા વડા પ્રધાન અને તેમના પરિવારના સૌથી નિકટના સભ્યોને આપવામાં આવે છે.

ઉલ્લેખનીય છે કે મોદીએ જશોદાબેન સાથે 1968માં, જ્યારે તેઓ સગીર વયના હતા ત્યારે લગ્ન કર્યા હતા. જશોદાબેન શાળાના નિવૃત્ત શિક્ષિકા છે અને ઉત્તર ગુજરાતના મહેસાણા જિલ્લાના ઈશ્વરવાડા ગામમાં તેમના બે ભાઈ સાથે શાંતિનું જીવન ગાળે છે.

modi
English summary
Jashodaben says 'Man ki baat'- 'if Modi want, i am ready to live with him.'
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X