For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

5મી વાર સંભાળી તમિલનાડુની કમાન, તસવીરો જુઓ અમ્માનો રૂબાબ

|
Google Oneindia Gujarati News

ચેન્નાઇ, 23 મે: આજે એક વાર ફરી તમિલનાડુમાં ઓલ ઇન્ડિયા અન્ના દ્રવિડ મુનેત્ર કડગમની મહાસચિવ જે. જયલલિતાએ તમિલનાડુની સત્તા પોતાના હાથોમાં લીધી છે. શનિવારે રાજ્યપાલ કે. રોસૈયાએ મદ્રાસ યુનિવર્સિટી સેંટેનરી બિલ્ડિંગમાં જે. જયલલિતાને મુખ્યમંત્રી પદના શપથ અપાવ્યા. આ શપથ ગ્રહણ સમારંભમાં રાજનીતિ, સિનેમા અને દેશના ગણમાન્ય લોકો સામેલ હતા.

શપથ-ગ્રહણ સમારંભ સ્થળ ખીચોખીચ ભરાયેલ હતો. જયલલિતાના સમર્થકોમાં જબરદસ્ત ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો. જે માર્ગથી જયલલિતા શપથ-ગ્રહણ સ્થળ સુધી પહોંચી, ત્યાં લોકોની લાંબી કતારો લાગી ગઇ હતી. લોકોએ રસ્તામાં જયલલિતા માટે ફૂલ વરસાવ્યા અને તેમના સ્વાગત માટે તેમના પોસ્ટરને લઇને ઊભા રહ્યા.

જયલલિતાને આવક કરતા વધારે સંપતિ મામલામાં બેંગલુરુની નીચલી અદાલ દ્વારા દોષી ઠેરવ્યા બાદ મુખ્યમંત્રી પદ પરથી રાજીનામુ આપી દેવું પડ્યું હતું. પરંતુ કર્ણાટક હાઇ કોર્ટે હાલમાં જ તેમને તમામ આરોપોમાંથી મુક્ત કર્યા. અદાલતના આદેશ અનુસાર 15 દિવસની અંતર તેઓ એક વાર ફરી મુખ્યમંત્રી પદની જવાબદારી સંભાળી શકે છે.

આગળના સમાચાર જુઓ સ્લાઇડરમાં...

સરત કુમાર

અભિનેતા અને રાજનેતા સરત કુમારે જયલલિતાના મુખ્યમંત્રી બનવા પર ખુશી વ્યક્ત કરી હતી.

ખુશીની લહેર

મુખ્યમંત્રી પદના શપથ લીધા બાદ ઘર તરફ જઇ રહેલા મુખ્યમંત્રી જયલલિતા.

ચારે તરફ હર્સોલ્લાસ

જે માર્ગથી જયલલિતા શપથ-ગ્રહણ સમારંભમાંથી નિકળ્યા ત્યાં લોકોના ટોળેટોળા જોવા મળ્યા.

આવક કરતા વધારે સંપતિ

અત્રે નોંધનીય છે કે જયલલિતાને આવક કરતા વધારે સંપતિ મામલામાં બેંગલુરુની નીચલી અદાલ દ્વારા દોષી ઠેરવ્યા બાદ મુખ્યમંત્રી પદ પરથી રાજીનામુ આપી દેવું પડ્યું હતું. પરંતુ કર્ણાટક હાઇ કોર્ટે હાલમાં જ તેમને તમામ આરોપોમાંથી મુક્ત કર્યા. અદાલતના આદેશ અનુસાર 15 દિવસની અંતર તેઓ એક વાર ફરી મુખ્યમંત્રી પદની જવાબદારી સંભાળી શકે છે.

28 મંત્રીઓએ લીધા શપથ

28 મંત્રીઓએ લીધા શપથ

શપથ ગ્રહણ સમારંભ મદ્રાસ યુનિવર્સિટી ઓડિટોરિયમમાં થયું, જયલલિતાની સાથે 28 મંત્રીઓએ પણ શપથ લીધા.

English summary
Today Jayalalithaa takes oath as Tamil Nadu CM. All the 28 Tamil Nadu ministers are taking oath one by one, Here are some Pics.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X