For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

તમિલનાડુમાં દિવાળી જેવો માહોલ, જયલલિતા જેલમાંથી છુટશે

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

બેંગ્લોર, 18 ઓક્ટોબર: તમિલનાડુની પૂર્વ મુખ્યમંત્રી જે જયલલિતા બેંગ્લોરની સેંટ્રલ જેલમાંથી શનિવારે મુક્ત થશે. તેમના હજારો સમર્થક અમ્માની એક ઝલક મેળવવા માટે જેલની બહાર ઉભેલા જોવા મળશે. તમિલનાડુમાં માહોલ એવો છે કે જાણે છ દિવસ પહેલાં દિવાળી ઉજવવાની હોય.

શુક્રવારે સુપ્રીમ કોર્ટે તેમને શરતી જામીન આપ્યા. એક વરિષ્ઠ જેલ અધિકારીએ 'અમ્મા'ની મુક્તિની જાણકારી આપી. કર્ણાટકના ડેપ્યુટી ઇન્સ્પેક્ટર જયસિમ્હાએ જણાવ્યું હતું કે સુપ્રીમ કોર્ટનો જયલલિતાને વચગાળાના જામીનનો આદેશ સાંજ સુધી વિશેષ કોર્ટને મળી શક્યો નથી, એટલા માટે (જૉન માઇકલ ડીક્યૂના) તેમને શુક્રવારે જેલમાંથી મુક્ત કરવાનો આદેશ રજૂ ન કરી શકે, તેમની મુક્તિ શનિવારે થશે.

જયસિમ્હાના અનુસાર વિશેષ કોર્ટનો આદેશ મળ્યા બાદ અમે જયલલિતાને જેલમાંથી મુક્ત કરી દઇશું. જયલલિતા જો કે સુપ્રીમ કોર્ટના આ ફેંસલાથી વાકેફ છે. આધિકારીક રીતે તેમને સૂચના આપવામાં આવી છે, કારણ કે તેમને શુક્રવાર સુધી વિશેષ કોર્ટનો આદેશ મળ્યો નથી.

jalalitha-supporters

બીજી તરફ ચેન્નઇમાં એઆઇએડીએમકે કાર્યાલયોની બહાર મીઠાઇ વહેંચવાનો દૌર હજુ પણ ચાલું છે. તમિલનાડુમાં ગરીબ લોકોનો એક મોટો વર્ગ છે, જે અમ્માની મુક્તિના સમાચાર સાંભળતા જ જશ્નમાં ડૂબી ગયો છે.

ગત 27 સપ્ટેમ્બરના રોજ 66 કરોડથી વધુ આવક કરતાં વધુ સંપત્તિના કેસમાં વિશેષ કોર્ટે જયલલિતાને દોષી ગણાવતાં ચાર વર્ષની જેલની સજા તથા 100 કરોડ રૂપિયાની સજા સંભળાવી હતી.

English summary
Ex chief minister J Jayalalithaa will be released from jail on Saturday. For this Tamil Nadu has all set to celebrate Diwali today.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X