For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મને વેશ્યા કહેનાર ભાજપને દલિતો જોઇ લેશેઃ માયાવતી

|
Google Oneindia Gujarati News

"ટાઇમ ઇઝ મની" અને એક ગુજરાતી તરીકે અમે આ વાત સારી રીતે સમજીએ છીએ. માટે જ અમે તમારી માટે લાવ્યા છીએ, ફાસ્ટ ન્યૂઝ. દેશના ખૂણે ખૂણાની ખબર ઝટપટ અમે તમને બતાવીશું આ સ્લાઇડરમાં.બસ આ પેજ રિફ્રેશ કરતા રહો અને જોતા રહો દેશભરના સમાચારા તસવીરોના માધ્યમથી. વાત હોય મનોરંજનની કે પછી રમત જગતની, વાત હોય રાજકારણની કે સામાન્ય લોકોના પ્રશ્નોની, તમામ મહત્વના સમાચારોથી અમે રાખશું તમને અપટેડ.

ભારતભરમાં અનેક ઘટનાઓ ઘટતી હોય છે, પરંતુ સમયના અભાવે આપણે દરેક સમાચારો પર નજર નથી નાંખી શકતા. પણ હવે અમે તમારા સુધી પહોંચાડતા રહીશું આ તમામ સમાચારો. આ સ્લાઇડરમાં તમને બતાવીશું ભારતની આજની તમામ નાની મોટી ખબર. તો જોતા રહો આ ફોટો સ્લાઇડર. દેશભરના આ તમામ મુખ્ય સમાચારો જુઓ આ તસવીરોમાં...

મને વેશ્યા કહેનાર ભાજપને દલિતો જોઇ લેશેઃ માયાવતી

મને વેશ્યા કહેનાર ભાજપને દલિતો જોઇ લેશેઃ માયાવતી

ઉત્તરપ્રદેશ ભાજપના નેતા દયાશંકર સિંઘે બીએસપીના પ્રમુખ માયાવતી પર અભદ્ર કોમેન્ટ કરી હતી. દયાશંકરે માયાવતીની સરખામણી એક વેશ્યા સાથે કરી હતી. હાલ દયાશંકર ફરાર છે, જ્યારે તેમના ભાઈ ધર્મેન્દ્ર સિંઘની પોલીસે અટકાયત કરી છે.

રાજસ્થાનમાં ટોલ ટેક્સ ન ચૂકવી હાર્દિકે સ્ટાફને ધમકી આપી

રાજસ્થાનમાં ટોલ ટેક્સ ન ચૂકવી હાર્દિકે સ્ટાફને ધમકી આપી

હાર્દિક પટેલ પર ટોલબૂથ સ્ટાફને ધમકી આપવા મામલે રાજસ્થાનમાં FRI નોંધાઇ છે. ઉલ્લેખનીય છે કે 6 માસ ગુજરાતની બહાર રહેવાની શરતે હાર્દિકને જામીન મળ્યા છે. ત્યારે હાર્દિક પટેલ રાજસ્થાનના ઉદેપુરમાં રહેવા માટે ગયો છે.

બિહારમાં પાકિસ્તાનનો ધ્વજ લહેરાયો

બિહારમાં પાકિસ્તાનનો ધ્વજ લહેરાયો

નાલંદા જિલ્લામાં પાકિસ્તાનનો ઝંડો લહેરાયો હોવાની ઘટના પ્રકાશમાં આવી છે. ત્યારે લાલૂ પ્રસાદ યાદવે કહ્યું કે કાશ્મીરમાં તો રોજ આવી ઘટના બને છે છતાં કેન્દ્ર સરકાર કંઇ જ નથી બોલતી. કાશ્મીરમાં બીજેપી સરકાર છે તે પણ કંઇ નથી કરતી તેવો આરોપ લગાવ્યો હતો. ત્યારે શું લાલૂ બિહારને પણ કાશ્મીર બનાવવા માંગે છે?

પોતાના પર લખાયેલા પુસ્તક પર અડવાણીએ વિરોધ નોંધાવ્યો

પોતાના પર લખાયેલા પુસ્તક પર અડવાણીએ વિરોધ નોંધાવ્યો

બીજેપીના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણી પર 'અડવાણી સાથેના 32 વર્ષ' નામનું પુસ્તક લખાયું. આ પુસ્તકના વિમોચન ઉપર અડવાણીએ વિરોધ નોંધાવ્યો હતો. અડવાણીએ કહ્યું કે આ પુસ્તક તેમની ઇચ્છા વિરુદ્ધ પ્રકાશિત થઇ રહ્યું છએ.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કર્યા ગોરખનાથ મંદિરના દર્શન

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કર્યા ગોરખનાથ મંદિરના દર્શન

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે પૂર્વાંચલ રાજ્યોની મુલાકાતે છે. તે ગોરખપુર ખાતે એમ્સ હોસ્પિટલનું ખાત મૂર્હૂત કરશે સાથે જ ફર્ટિલાઇઝર ફેક્ટરીનો પણ પુનરોદ્ધાર કરશે. ત્યારે તેમની આ મુલાકાત દરમિયાન તેમણે ગોરખનાથ સંપ્રદાયના સૌથી મોટા મઠ ગોરખનાથ મંદિરના પણ દર્શન કર્યા હતા. અને મહંત અવેધનાથની પ્રતિમાનું અનાવરણ પણ કર્યું હતું.

આપ સાંસદ માને બનાવ્યો વીડિયો થયો વિવાદ

આપ સાંસદ માને બનાવ્યો વીડિયો થયો વિવાદ

લોકસભામાં આમ આદમી પાર્ટીના સાંસદ ભગવત માન પર સંસદ ભવનની સુરક્ષા સાથે ચેડા કરવાનો આરોપ લગાવામાં આવ્યો છે. માને તેના મોબાઇલ કેમેરાથી ઘરથી સંસદ ભવન સુધીનું લાઇવ વીડિયો ફેસબુક પર પોસ્ટ કર્યો છે. જે બાદ તમામ પક્ષોના સાંસદોને તેને સંસદની સુરક્ષા સાથે ચેડા કર્યા હોવાનો આરોપ લગાવ્યો છે. જો કે જે બાદ માને કહ્યું છે કે તેમણે કશું જ ખોટું નથી કર્યું અને તે કાલે પણ આ જ રીતે પેઝ લાઇવ કરશે.

ગોધરા કાંડ પર હાઇકોર્ટે નીચલી કોર્ટનો ચુકાદો બદલ્યો

ગોધરા કાંડ પર હાઇકોર્ટે નીચલી કોર્ટનો ચુકાદો બદલ્યો

ગુજરાત હાઇકોર્ટે ગુરુવારે નીચલી કોર્ટનો ચુકાદો બદલી ગોધરા કાંડમાં થયેલા તોફાનાના 27 આરોપીમાંથી 10ને દોષી જાહેર કર્યા છે. હાઇકોર્ટે મહેસાણાની ફાસ્ટ્ર ટ્રેક કોર્ટે આપેલ ચુકાદા પર આ સુનવણી કરી છે. મહેસાણાની ફાસ્ટ ટ્રેક કોર્ટ મુજબ 14 જૂન 2005ના રોજ આ કેસના તમામ 27 આરોપીઓને નિર્દોષ જાહેર કરવામાં આવ્યા હતા. જો કે કોર્ટે તેમાંથી 10ને દોષી જાહેર કરીને 4 ઓગસ્ટના રોજ તેમની સજા પર ફેંસલો સંભળાવવાનું નક્કી કર્યું છે.

 ગાંધીનગરમાં પંચાયતની ચૂંટણીનો ધમધમાટ

ગાંધીનગરમાં પંચાયતની ચૂંટણીનો ધમધમાટ

ગાંધીનગર જિલ્લામાં પંચાયતની ચૂંટણી આવી રહી છે જેમાં પ્રથમ તબક્કામાં યોજાનાર 193 ગ્રામ પંચાયતોની ચૂંટણીમાં સૌથી વધુ દહેગામ તાલુકાની 86 ગ્રામ પંચાયતનો સમાવેશ થયો છે. જેના માટે અત્યારથી જ ચૂંટણી વિભાગ સક્રિય થઈ રહ્યો છે. ગાંધીનગર તાલુકાની 68 ગ્રામ પંચાયત, માણસા તાલુકાની 25 ગ્રામ પંચાયત અને કલોલ તાલુકાની 14 ગ્રામ પંચાયતનો સમાવેશ કરવામાં આવશે. આ માટે હાલ 2,200 જેટલા ઇવીએમ તૈયાર કરવામાં આવશે.

પતિ પત્ની ઉપર જીવલેણ હુમલો, પત્નીનું મોત

પતિ પત્ની ઉપર જીવલેણ હુમલો, પત્નીનું મોત

અરણી ગામ નજીક આવેલ આઘા ગામમાં મીનાબેન હિરપરા અને તેમના પતિ હર્ષદભાઇ જ્યારે તેમના ખેતરમાં કામ કરી રહ્યા હતા ત્યારે પાડોશીના ખેતરમાં વાવણી કરતા પ્રવીણ ઉર્ફે જીગર ભૂપતભાઇ મકવાણા અને બાવનજીભાઇ વરસાણી સાથે બોલાચાલી થતા વિવાદ વકર્યો હતો. બોલાચાલીમાં અમારા ખેતરના પાળા પર કેમ ઘાસ નાખ્યું તેમ કહેતાં બે વ્યક્તિઓએ ઉશકેરાઇને દંપતીને અપશબ્દો બોલવા હતા અને ઉશ્કેરાટમાં તલવારથી હુમલો કરી દંપતી પૈકી પત્નીની હત્યા થઇ હતી. જ્યારે પતિને સારવાર અર્થે ભાયાવદર હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો.

ધોળકામાં દલિત પેન્થર આયોજિત રેલીમાં ટોળાએ પોલીસ પર કર્યો પત્થરમારો

ધોળકામાં દલિત પેન્થર આયોજિત રેલીમાં ટોળાએ પોલીસ પર કર્યો પત્થરમારો

અમદાવાદ જિલ્લાના ધોળકામાં ગુરુવારે દલિત પેન્થર દ્વારા રેલી કાઢવામાં આવી હતી. રેલી બાદ પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપવા માટે જઈ રહેલી રેલીને પોલીસે વિખેરવાનો પ્રયત્ન કરતા મામલો ઉગ્ર બન્યો હતો અને રોષે ભરાયેલા દલિતોના ટોળાએ પોલીસ પર પથ્થરમાર્યો હતો અને વાહનોમાં તોડફોડ કરી હતી. ટોળાએ ધોળકા સેવા સદનના કાચ પણ ફોડી નાખ્યા હતા. જેને પગલે પોલીસે ટીયરગેસના સેલ છોડીને પ્રદર્શનકારીઓ પર લાઠીચાર્જ કર્યો હતો.

નર્મદા ડેમ છલકાતા, પૂર્વ ધારાસભ્યની ચીમકી

નર્મદા ડેમ છલકાતા, પૂર્વ ધારાસભ્યની ચીમકી

કેવડિયા ખાતે નર્મદાના વિસ્થાપિતો આંદોલન ઉપર બેઠા છે ત્યારે પૂર્વ ધારાસભ્યે મહેશ વસાવાએ ચીમકી આપી હતી કે જયાં સુધી વિસ્થાપિતોની તમામ માંગણીઓ સ્વીકારવામાં નહીં આવે ત્યાં સુધી નર્મદા ડેમ ઓવરફલો થશે ત્યારે એકપણ પ્રવાસીને પ્રવેશવા નહી દઇએ. કેવડિયા પુન:વસન કચેરીનાં કમ્પાઉન્ડમાં સરદાર સરોવર નર્મદા ડેમ અસરગ્રસ્તોની પાયાની સુવિધા અને 25 જેટલી માંગણીઓને લઇને આ આંદોલન ચાલી રહ્યું છે. ગુજરાતનાં 19 ગામનાં વિસ્થાપિતો ભૂખ હડતાળ પર ઉતરતા હવે રાજકીય પક્ષો અને આગેવાનો આ મામલે કૂદી પડે તેવી શક્યતા છે

સુરેન્દ્રનગરમાં દલિતોએ પરાણે દુકાનો બંધ કરાવતા ઘર્ષણ, બે ઇજાગ્રસ્ત

સુરેન્દ્રનગરમાં દલિતોએ પરાણે દુકાનો બંધ કરાવતા ઘર્ષણ, બે ઇજાગ્રસ્ત

સુરેન્દ્રનગરના મુખ્ય બજારના રસ્તાની સાથે વઢવાણ ગેબનશાપીર સર્કલ અને બહુચરાજી તથા અમદાવાદ તરફ જતા હાઇવે પર દલિતોએ ચક્કાજામ કરતા વાહનોની લાંબી લાઇનો લાગી હતી તેમજ શહેરમાં દુકાનો બંધ કરાવવા નીકળેલા દલિતો અને હોટલના સંચાલકો વચ્ચે થયેલી બોલાચાલી ઉગ્ર બનતા વિવાદ વકર્યો હતો. જેમાં કુલ ચાર વ્યકિતઓને ઇજા થઇ હતી. જે પૈકી બેની હાલત વધુ નાજુક જણાતા વધુ સારવાર માટે અમદાવાદ લઇ જવાયા હતા. આથી પરિસ્થિતિ તંગ બની હતી.

જસદણમાં અગમ્ય કારણોસર દલિત યુવાનનો આપઘાત

જસદણમાં અગમ્ય કારણોસર દલિત યુવાનનો આપઘાત

જસદણના માલગઢ ગામમાં દલિત યુવાન વિશાલ માલાભાઇ પરમારે નોકરીના સમયે વીજસ્ટેશનના રૂમમાં જઇ ગળેફાંસો ખાઇ આપઘાત કર્યો હતો. સાથી કર્મચારીઓને જાણ થતા તેઓ દોડી આવ્યા હતા અને પોલીસને જાણ કરાઇ હતી. પોલીસે તેના મૃતદેહને પીએમ માટે જસદણ હોસ્પિટલ ખસેડ્યો હતો. જો કે તેમણે આ આત્મહત્યા કંઇ વાતને લઇને કરી તે અંગે હજી સુધી કોઇ સ્પષ્ટતા નથી થઇ.

ભગવત માને વીડિયો મામલે માંગી માફી

ભગવત માને વીડિયો મામલે માંગી માફી

આમ આદમી પાર્ટીના સાંસદ ભગવત માને છેવટે તેમના લાઇવ વીડિયો મામલે માફી માંગી છે. સંસદ ભવનનો વીડિયો બનાવવાના વિવાદ પર ટિપ્પણી કરતા તેમણે કહ્યું કે હું બીનશરતી માફી માંગુ છું. અને આશ્વાસન આપું છું કે ભવિષ્યમાં હું આવી કોઇ ભૂલ નહીં કરું. હું ક્યારેય પણ સંસદની સુરક્ષાને ખતરામાં નહતો નાખવા માંગતો અને આ માટે હું લેખિત રૂપે માફી માંગુ છું.

આદર્શ સોસાયટી તોડવા પર સુપ્રીમ કોર્ટની રોક

આદર્શ સોસાયટી તોડવા પર સુપ્રીમ કોર્ટની રોક

મુંબઇની બહુચર્ચિત આર્દશ સોસાયટી મામલે રજૂ કરેલી અરજી પર સુનવણી કરતા સુપ્રિમ કોર્ટે આજે કેન્દ્ર સરકારની નોટિસ પર રોક લગાવી છે. હવે આ મામલે 5 ઓગસ્ટે સુનવણી થશે. અને આ દરમિયાન આદર્શ સોસાયટી તોડવાની પ્રક્રિયા પર રોક લાગશે.

કેજરીવાલે ગાયનું કાર્ટૂન ટ્વિટ કરી ગુજરાત મોડેલનો મજાક ઉડાવ્યો

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ જ્યાં આજે ગુજરાતમાં ઉના દલિત પ્રકરણ મુદ્દે મુલાકાત પર છે ત્યાં જ તેમણે સોશ્યલ મીડિયા પર એક રિટ્વિટ કરીને ગુજરાત મોડેલની મજાક ઉડાવી છે. જો કે તે બાદ લોકો તેમની આ ટ્વિટ માટે આલોચના પણ કરી છે. આ કાર્ટૂનમાં એક ગાય લોકો પર ચાલીને કાઉ વોક કરી રહી છે અને તેણે ગુજરાત મોડેલનો પટ્ટો પહેર્યો છે.

English summary
July 22 read todays top news pics.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X