For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

વીડિયો: જ્યારે કાશ્મીરી યુવકોએ સેનાના જવાનનો જીવ બચાવ્યો!

|
Google Oneindia Gujarati News

કાશ્મીરના લોકો અને સેનાની જવાનોના સંબંધોમાં હંમેશા ખટરાગ અને વૈમનસ્ય જોવા મળ્યું છે. અનેક વાર આપણે સાંભળીએ છીએ કે જવાનો પર કાશ્મીરી યુવકોએ પથ્થર ફેંક્યા, ભારત મુર્દાબાદના નારા લગાવ્યા પણ ગત રવિવારે જમ્મુ કાશ્મીરમાં કંઇ તેવું થયું જ્યાં નફરત હારી ગઇ અને માણસાઇ જીતી ગઇ.

ભારતભરના મુખ્ય સમાચાર સંક્ષિપ્તમાં વાંચો અહીંભારતભરના મુખ્ય સમાચાર સંક્ષિપ્તમાં વાંચો અહીં

Kashmiri youth rescue soldier srinagar

રવિવારે ભારતીય સેનાની એક ગાડી ઝાડ સાથે અથડાઇ ગઇ. જેના કારણે ગાડી ખરાબ રીતે પચકાઇ ગઇ હતી. શ્રીનગરમાં બનેલી આ ધટનામાં સેનાનો એક જવાન ગાડીમાં ખરાબ રીતે ફસાઇ ગયો અને તેનું ત્યાંથી નીકળવું મુશ્કેલ બની ગયું. ગાડીમાં ફસાયેલા જવાનની મદદ માટે કાશ્મીરી યુવકોએ મદદ માટે આગળ આવ્યા અને તેમણે ગાડીમાં ફસાયેલા જવાનને બહાર નીકાળ્યો. જે બાદ જવાને પણ કાશ્મીરી યુવકોનો આભાર માન્યો.

અકસ્માત

પોલિસ અધિકારીઓએ કહ્યું કે ડ્રાઇવર દ્વારા ગાડીનું સંતુલન ખોરવાતા આ અકસ્માત સર્જાયો હતો. અને અધિકારીઓના પ્રયાસ છતાં જવાનને બહાર નીકાળવો અશક્ય બની ગયો હતો. ત્યારે કાશ્મીરી યુવકોની મદદથી જ તેનું સફળ રીતે બહાર આવવું શક્ય બન્યુ હતું. નોંધનીય છે કે કોઇએ આ વીડિયો કેમરા કેદ કર્યો હતો જેને બાદમાં યૂટ્યૂબ પર અપલોડ કરતા તે સોશ્યલ મીડિયા પર વાયરલ બન્યો હતો.

માનવતાની જીત

નોંધનીય છે કે બુરહાન વાનીની મોત બાદ કાશ્મીરમાં હિંસા ભડકી ઉઠી હતી જેના કારણે પાછલા 2 મહિનાથી ત્યાં કર્ફ્યૂ છે. અને હજી પણ સ્થિતી ત્યાં અસામાન્ય છે. ત્યારે આવા વીડિયો અને ઘટનાઓએ તે વાતની સાબિતી આપે છે કે નફરતથી જીત મેળવવી હોય તો માનવતાને પ્રાધાન્ય આપવું જ પડશે.

English summary
Kashmiri youth rescue soldier in srinagar. નફરત હારી ગઇ અને માણસાઇ જીતી ગઇ.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X