For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ભગવો ધારણ કરતા જ કિરણ બેદીએ કર્યા RSSના વખાણ

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 22 જાન્યુઆરી: દિલ્હીમાં ભાજપના મુખ્યમંત્રી પદની દાવેદારી સંભાળતા જ અણ્ણા આંદોલનની સમર્થક અને તેમની જૂની સાથી કિરણ બેદી રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની કાયલ બની ગઇ છે. કિરણ બેદીએ સંઘને અત્યંત રાષ્ટ્રવાદી સંગઠન ગણાવતા જણાવ્યું કે તેણે ભારતને એક રાખ્યું છે.

kiran bedi
જોકે કિરણ હજી સુધી સંઘના વિચારોથી અસહમત હતી અને હવે તે આરએસએસના વખાણ કરતા થાકતી નથી. કિરણે જણાવ્યું કે સંઘ ખૂબ જ અનુશાસિત સંગઠન છે અને રાષ્ટ્રનિર્માણમાં મહત્વપૂર્ણ યોગદાન આપી રહ્યું છે. એક ઇંટરવ્યૂમાં કિરણે જણાવ્યું કે સંઘ એવું સંગઠન છે જેણે ભારતને એક રાખ્યું છે, ભારતને ઉત્તમ બનાવી રાખ્યું છે.

કિરણે સંઘના વખાણની સાથે જ પોતાના જૂના સાથી અરવિંદ કેજરીવાલ પર હુમલો કર્યો હતો. કિરણે જણાવ્યું કે રાજપથ પર કેજરીવાલના વિરોધ પ્રદર્શન બાદ જ તેમણે દિલ્હીને ટકરાવની રાજનીતિથી બચાવવા રાજનીતિમાં આવવાનું વિચાર્યું. કિરણ બેદીએ જણાવ્યું કે મારું રાજનીતિમાં આવવાનું કારણ દિલ્હી છે. કેજરીવાલની સાથે ચર્ચાના મુદ્દાને નહીં સ્વીકારવા પર તેમણે જણાવ્યું કે આ કોઇ પડકાર નથી. આ માત્ર એક નાટક છે, અને હું કોઇ નાટકનો ભાગ નથી બનવા માંગતી.

English summary
A rare BJP leader with no RSS link, Kiran Bedi, the partys Chief Ministerial nominee for Delhi described the RSS as very nationalistic, that has kept India united.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X