For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

જાણો: બિહાર ચૂંટણી દરમ્યાન શું શું ઝડપાયુ !

|
Google Oneindia Gujarati News

બિહારમાં વિધાનસભા ચૂંટણીનું પાંચ તબક્કાનું મતદાન સંપન્ન થયુ છે. અને હવે 8મી તારીખે જનાદેશ એટલે કે મતગણના છે, ત્યારે મતગણના બાદ બિહારમાં કોણ આગામી પાંચ વર્ષ માટે સત્તાની ખુરશી સંભાળશે તે સ્પષ્ટ થઇ જશે. બિહાર ચૂંટણી પહેલાથી જ વિવિધ પક્ષના નેતાઓએ એકબીજા પર વાકપ્રહારો કરવાનું શરૂ કરી દીધુ હતુ. જોરશોરથી ચૂંટણી પ્રચાર પણ કર્યો પરંતુ કોણ થશે પાસ અને કોણ થશે ફેલ તેનો ફેંસલો તો બસ બે દિવસની અંદર આવી જ જશે.

તમને જણાવી દઇએ કે બિહાર વિધાનસભા ચૂંટણીમાં કુલ 3450 ઉમેદવારો મેદાનમાં છે. જેમાંથી 3178 પુરૂષ ઉમેદવારો, 272 મહિલા ઉમેદવારોએ પોતાનુ ભાગ્ય અજમાવ્યું છે.

આ ચૂંટણીમાં વિકાસ, રોજગારી, મહિલા સશક્તિકરણ રોડ-રસ્તા, વિજળી, પાણી સિવાય પણ અન્ય કેટલાક મુદ્દાઓ છવાયેલા રહ્યાં. ચૂંટણીમાં મેદાન મારી જવા માટે પૈસાનો ખેલ કેટલી હદે રમાયો તેનો ખ્યાલ પોલીસે જપ્ત કરેલા 19 કરોડ રૂપિયા પરથી તમે જાતે જ લગાવી શકો છો.

મુખ્ય ચૂંટણી અધિકારી અજય.વી.નાયકે જાણકારી આપતા જણાવ્યું હતુ કે વિધાનસભા ચૂંટણીની ઘોષણા બાદથી અત્યારસુધીમાં 19 કરોડ 90 લાખ રૂપિયા જપ્ત કરવામાં આવ્યા છે. જેમાંથી 11 કરોડ 77 લાખ રૂપિયા આવકખાતાને સોંપી દેવામાં આવ્યા છે. જેની તપાસ ચાલી રહી છે.

આશ્ચર્યની વાત એ છેકે માત્ર રોકડ જ જપ્ત નથી થઇ પરંતુ અન્ય કેટલોક સામાન પણ આ ચૂંટણી દરમ્યાન જપ્ત થયો છે. જેની યાદી અહીં આપવામાં આવી છે, જેને જોઇને તમે પણ ચોંકી જશો.

દારૂ

દારૂ

આ ચૂંટણી દરમ્યાન 12 કરોડ 3 લાખ રૂપિયાનો દારૂ પણ જપ્ત કરવામાં આવ્યો છે.

અફીણ, હેરોઇન

અફીણ, હેરોઇન

પોલીસે આ દરમ્યાન 857 કિલોગ્રામ ગાંજો અને અફીણ તેમજ 336 ગ્રામ હેરોઇન જપ્ત કર્યુ છે.

સોનું, ચાંદી

સોનું, ચાંદી

આશ્ચર્યની વચ્ચે ખુબ મોટા પ્રમાણમાં સોનું ચાંદી પણ જપ્ત કરવામાં આવ્યુ છે. પોલીસે 8 કીલો 662 ગ્રામ સોનુ, 189 કીલો 38 ગ્રામ ચાંદી જપ્ત કરી છે. જેની હાલમાં બજાર કીંમત બે કરોડ 91 લાખ થાય છે.

ગેરકાયદે હથિયાર

ગેરકાયદે હથિયાર

બિહાર વિધાસભા ચૂંટણી દરમ્યાન ગેરકાયદે હથિયાર પણ પોલીસે જપ્ત કર્યા છે. પોલીસે કુલ 1040 ગેરકાયદે હથિયાર જપ્ત કર્યા છે.

ધરપકડ

ધરપકડ

પાંચ ચરણના મતદાન દરમ્યાન વિવિધ કારણો હેઠળ કુલ 400 લોકોની ધરપકડ કરવામાં આવી છે.

English summary
Election Commission has released the details of the illegal things recovered by police.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X