નિર્ભયા કેસઃ સુપ્રીમ કોર્ટે ધ્યાનમાં લીધેલ મહત્વપૂર્ણ વિગતો

Subscribe to Oneindia News

16 ડિસેમ્બર, 2012ની રાત્રે નિર્ભયા સાથે જે થયું તે ખૂબ ડરામણું અને અમાનવીય કૃત્ય હતું, આ ઘટનાને પગલે સમગ્ર દેશમાં જાણે ક્રોધનું મોજું ફરી વળ્યું હતું. દેશના દરેક ખૂણેથી નિર્ભયાને ન્યાય આપવાના પોકાર ઉઠી રહ્યાં હતા. આખરે આરોપી ઓ પકડાયા, તેમને ફાંસીની સજા આપવામાં આવી અને હવે આજે 5 મે, 2017ના રોજ એ સજા પર સુપ્રીમ કોર્ટે પણ થપ્પો મારી દીધો છે.

સુપ્રીમ કોર્ટે આ નિર્ણય પહેલાં કઇ વિગતોની છણવાટ કરી તથા કેસ અંગે સુપ્રીમ કોર્ટ દ્વારા શું ટિપ્પણી કરવામાં આવી હતી, એ વિગતવાર વાંચો અહીં..

અત્યંત ક્રૂર ઘટના

 • સુપ્રીમ કોર્ટે કહ્યું કે, શિયાળાની એ ઠંડી રાતે નિર્ભયા સાથે જે કંઇ થયું તે અત્યંત ક્રૂર હતું, આ ઘટનાએ તેની આખી દુનિયા ઉપરતળે કરી નાંખી.
 • ગુનેગારોએ પીડિતાને અને તેના મિત્રને મરવા માટે છોડી દીધા હતા. ગુનેગારોએ પહેલા તેમની પાસેની મૂલ્યવાન ચીજો લૂંટી લીધી અને ત્યાર બાદ અંદર-અંદર વહેંચી લીધી હતી.
 •  પીડિતા સાથે એક ચીજવસ્તુની માફક વ્યવહાર કરવામાં આવ્યો હતો. પોતાના ક્રૂર આનંદ માટે તેમણે પીડિતાને શિકાર બનાવી. પીડિતાના આત્મ-સન્માનનું હરણ કર્યું અને આ માટે ખૂબ ક્રૂર અને પાશવી રીત અપનાવી.

ક્રૂરતાની પરાકાષ્ઠા

 • સુપ્રીમ કોર્ટે આ અપરાધને સામાજિક વિશ્વાસનો વિનાશ કરતો અપરાધ ગણાવ્યો.
 • સુપ્રીમ કોર્ટ અનુસાર આ રેયરેસ્ટ ઓફ રેર કેસ હતો. ત્સુનામી ઓફ શોક! કોર્ટ અનુસાર આ ક્રૂરતાની પરાકાષ્ઠા હતી.
 • પીડિતાના કપડા ફાડી તેના ગુપ્તાંગોમાં લોખંડની સળિયો નાંખવામાં આવ્યો, આ અમાનવીય અને રાક્ષસી કૃત્ય હતું. આ કારણે આ રેયરેસ્ટ ઓફ રેસ કેસ બન્યો છે.

દિલ્હી પોલીસની ઝીણવટભરી તપાસ

 • સુપ્રીમ કોર્ટ અનુસાર, આ કેસની દિલ્હી પોલીસે ઝીણવટપૂર્વક તપાસ કરી છે.
 • કોર્ટે કહ્યું કે, જો આ મામલે મૃત્યુદંડ યોગ્ય સજા નથી, તો બીજા કયા અને કેવા મામલે મૃત્યુદંડની સજા યોગ્ય ઠેરવી શકાય, એ સમજની બહાર છે.
 • ગુનેગારોની એકમાત્ર ઇચ્છા હતી, પીડિતાનો નાશ કરવો. તેમણે એ જ કર્યું અને ત્યાર બાદ પીડિતાને બસની બહાર ફેંકી દેવામાં આવી. આવું કરીને તેમણે પીડિતાની ઓળખ અને ગૌરવ સાથે ક્રૂર રમત રમી છે.

ફાંસીની સજા યથાવત રાખવાના કારણો

 • આ આખા મામલે પોલીસ દ્વારા રજૂ કરવામાં આવેલ પુરાવાઓ ગુનેગારોનો સાચો ચહેરો સમાજ સમક્ષ લાવવા માટે પુરતા છે.
 • સીસીટીવીમાંથી મળેલ પુરાવા ન માનવાનો કોઇ સવાલ જ નથી, એ રાત્રે ગુનેગારોનો શું હેતુ હતો એ સ્પષ્ટ છે. તમામ ગુનેગારો બસમાં હાજર હતા એ વાત પણ સ્પષ્ટ છે.
 • બચાવ પક્ષ તરફથી અપીલ કરવામાં આવી હતી કે, પોલીસ કસ્ટડીમાં ગુનેગારોને યાતના આપવામાં આવી છે, એ વાત નકારી શકાય એમ નથી.
 • પરંતુ આ મામલે ગુનેગારોના ડીએનએ, આંગળીના નિશાન મળ્યાં છે એ પરથી તેમના અપરાધ સાબિત થાય છે.
 • આ ટિપ્પણીઓ સાથે ચારેય ગુનેગારોની ફાંસીની સજા સુપ્રીમ કોર્ટે યથાવત રાખી છે.

English summary
Little did Nirbhaya know that on that cold winter night her world would come to a devastating end, the Supreme Court observed while confirming the death.
Please Wait while comments are loading...