For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

21 જાન્યુઆરી: મહત્વના સમાચારો પર એક નજર

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 21 જાન્યુઆરી: રોજે રોજ દેશ-દુનિયામાં અઢળક ઘટનાઓ ઘટતી હોય છે, પરંતુ સમયના અભાવે આપણે દરેક સમાચારો પર નજર કરી શકતા નથી. ઘણા બધા એવા મહત્વના સમાચારો પણ આપણે ચૂકી જતા હોઇએ છીએ. પરંતુ અમે આપને અહીં પળેપળના સમાચારોથી અપડેટ રાખીશું. દરેક મહત્વના સમાચારોથી અપડેટ રહેવા માટે આ પેજને રિફ્રેસ કરતા રહો...

અત્રે પ્રસ્તુત છે 21 જાન્યુઆરીના તમામ સમાચારો...

1. 52 pm: નાણાકિય વર્ષ 2015-16 માટે કેન્દ્રીય બજેટ સત્ર 23 ફેબ્રુઆરીથી શરૂ થશે. 28 ફેબ્રુઆરીના રોજ કેન્દ્રીય નાણા મંત્રી અરૂણ જેટલી પોતાનું પહેલું પૂર્ણ કેન્દ્રીય બજેટ સંસદમાં રજૂ કરશે. આ પહેલા 26 ફેબ્રુઆરીના રોજ રેલ બજેટ રજૂ થશે. જ્યારે 27 ફેબ્રુઆરીના રોજ આર્થિક સર્વેક્ષણ સંસદમાં રજૂ કરવામાં આવશે.

1. 30 pm: કિરણ બેદીએ ઉમેદવારી પત્ર દાખલ કરી દીધું.

1. 24 pm: કિરણ બેદી મુખ્યમંત્રી બનશે આ તથ્યને કોઇ બદલી નહીં શકે: સતીશ ઉપાધ્યાય, ભાજપના પ્રદેશ અધ્યક્ષ

1. 20 pm: ભાજપના પૂર્વ અધ્યક્ષ અને કેન્દ્રીય ગૃહમંત્રી રાજનાથ સિંહે જણાવ્યું હતું કે દિલ્હી ભાજપમાં કોઇ વિખવાદ નથી અને પાર્ટી મળીને ચૂંટણી લડી રહી છે.

12. 44 pm: વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને બરાક ઓબામા એક સાથે કરી શકે છે ભારતમાં રેડિયો પર સંબોધન.

modi
12. 28 pm: ઉમેદવારી પત્ર દાખલ કરવા ગીતા કોલોનીના એસડીએમ કાર્યાલય પહોંચ્યા કિરણ બેદી, તો કેજરીવાલે પણ પોતાનું ઉમેદવારી પત્ર દાખલ કર્યું.

12. 02 pm: ચંદીગઢ-પંજાબ-હરિયાણા હાઇકોર્ટે 2 ફેબ્રુઆરી સુધી નિરંજન સિંહના ટ્રાન્સફર ઓર્ડર પર પ્રતિબંધ લગાવ્યો.

12. 00 pm: શરૂઆતી કારોબારમાં સેંસેક્સ 117.25 અંકોની તેજીની સાથે 28,901.92 પર પહોંચ્યું.

11. 55 am: ડોલરના મુકાબલે રૂપિયા 9 પૈસા મજબૂત થઇને 61.60 રૂપિયા પ્રતિ ડોલર પર પહોંચી ગઇ.

11. 33 am: કિરણ બેદી દ્વારા લાલા લાજપત રાય મૂર્તિ પર માલ્યાર્પણ કરતા કેજરીવાલે જણાવ્યું કે 'સ્વતંત્રતા સેનાનીઓને તો રહેવા દો.'

11.00 am: દિલ્હી: ઉમેદવારી પત્ર દાખલ કરવા નિકળ્યા અરવિંદ કેજરીવાલ

10. 38 am: ઉમેદવારી પત્ર પહેલા કિરણ બેદીએ જણાવ્યો દિલ્હી પ્લાન, કહ્યું દરરોજ ગરીબ સુધી પહોંચશે સરકાર

10. 34 am: કિરણ બેદીએ કરી લાલા લાજપત રાયની મૂર્તિની સાફ-સફાઇ

8. 30 am: આજે પોતાનું ઉમેદવારી પત્ર દાખલ કરશે કેજરીવાલ, કિરણ બેદી અને અજય માકન.

8. am: પાંચ રશિયન નાગરિકોને દક્ષિણી ફ્રાંસથી આતંકવાદી હુમલો કરવાનું ષડયંત્ર રચવાની શંકામાં ધરપકડ કરવામાં આવી છે. પાંચેય ચેચન્યાઇ માનવામાં આવી રહ્યા છે.

7.10 am: ગઇકાલે રાત્રે દિલ્હીના ગૌતમપુરીમાં 4 માળની ઇમરાત ઢસી પડી, લગભગ અડધો ડર્જન લોકોના ફંસાયેલા હોવાની આશંકા, રાહત-બચાવ કામગીરી જારી છે.

7.00 am: રવિન્દ્ર જાડેજાએ અખબાર સામે 51 કરોડ રૂપિયાનો માનહાનિનો દાવો કર્યો.

English summary
Live News of January 21: Focus on Delhi Elections and Barack Obama's India Visit.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X