For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

વર્લ્ડ રેકોર્ડ: 8 કલાકમાં લોક અદાલતે 35 લાખ કેસનું કર્યું નિરાકરણ

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 24 નવેમ્બર: દેશની સુપ્રીમ કોર્ટ અને દેશભરમાં સ્થિત અલગ-અલગ કોર્ટોમાં શનિવારે એક વર્લ્ડ રેકોર્ડ બનાવી દિધો છે. રાષ્ટ્રીય લોક અદાલતના અવસર પર ફક્ત આઠ કલાકમાં 35 લાખ કેસનો ચૂકાદો કરી ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયાએ ગિનિસ બુક રેકોર્ડમાં પોતાનું નામ નોધાવી લીધું છે.

આ અભિયાન હેઠળ અકસ્માતના દાવા, લગ્નના દાવા, બનાવટી ચેક અને ટ્રાફિક દંડ તથા અન્ય કેસો સંબંધિત 35 લાખથી વધુ કેસનું માત્ર આઠ કલાકમાં નિરાકરણ કર્યું. સર્વોચ્ચ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ ન્યાયમૂર્તિ પી સતશિવમે 39 લાખ પેન્ડિંગ કેસોના નિરાકરણ માટે શનિવારે એક દિવસીય રાષ્ટ્રીય લોક અદાલતનું ઉદઘાટન કર્યું.

supreme-court

આ પહેલો એવો અવસર છે જ્યારે દેશભરમાં એકસાથે કેસનું નિરાકરણ કર્યું. રાષ્ટ્રીય લીગલ સર્વિસીસ ઓથોરિટી અને સર્વોચ્ચ ન્યાયાલય કાનૂની સેવા સમિતિ દ્વારા આયોજિત લોક અદાલતો સર્વોચ્ચ અદાલતોમાં બધી 24 હાઇ કોર્ટો બધી જિલ્લા અને તાલુકા કોર્ટોમાં ચલાવવામાં આવી હતી. સુપ્રીમ કોર્ટના આંકડા અનુસાર સાંજે 8 વાગ્યા સુધી 35,10,390નું નિકારણ કરવામાં આવ્યું હતું, જ્યારે કેટલાક કેસની સુનાવણી માટે રજૂ કરવાની તૈયારીમાં હતા.

English summary
At a time when 16,000-odd trial courts, 21 high courts and the Supreme Court are battling with over three crore pendency, a nationwide simultaneous holding of lok adalats opened on Saturday by Chief Justice P Sathasivam achieved a world record by disposing of 35.1 lakh cases within eight hours.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X