વિચિત્ર વિટંબણા: વોટ જોઇએ તો આપો દુલ્હન!

Google Oneindia Gujarati News

ચંદીગઢ, 14 માર્ચ: વીજળી, પાણી અને રસ્તાઓ હંમેશા ચૂંટણી પહેલા લોગોની માંગ હોય છે પરંતુ આપ એ જાણીને હેરાન થઇ જશો કે લોકસબા ચૂંટણી પહેલા મતદાતા દુલ્હન અપાવવાની માંગ કરી રહ્યા છે. હા આ બિલકૂલ સાચી વાત છે હરિયાણામાં અત્યારે આવી જ સ્થિતિ સર્જાઇ છે.

અત્રેના મતદાતાઓએ સ્પષ્ટપણે કહી દીધું છે કે દુલ્હન અપાવો.. વોટ મેળવો. અત્રે નોંધનીય છે કે આ રાજ્યમાં 1000 પુરુષો સામે માત્ર 877 મહિલાઓ છે. જાતિય અસમતુલા હોવાના કારણે અત્રેના યુવાનોના લગ્ન નથી થઇ રહ્યા. આની વચ્ચે લોકસભા ચૂંટણી નજીક આવતા જ દુલ્હન અપાવવાની માંગ શરૂ કરી દીધી છે.

એક સમાચાર પત્રના રિપોર્ટ અનુસાર હરિયાણામાં મોટી સંખ્યામાં લોકોએ પોતાનો એક સંઘ બનાવી લીધો છે. આ સંઘનું સૂત્ર છે કે 'વહુ અપાવો, વોટ મેળવો'. યૂનિયનના સભ્યનું કહેવું છે કે જ્યારે નેતા ચૂંટણી બેઠકો માટે આવશે તો તેમની સામે અમારી માંગ રાખીશું. બીબીપુર ગામના સરપંચ સુનીલ જગલાને જણાવ્યું કે ગામવાળાઓ પોતાનો મુદ્દો ઉઠાવશે. આ સંઘનું નામ છે કુંઆરા યૂનિયન.

2009માં જિંદમાં પવન કુમારે યૂનિયનની સ્થાપના કરી હતી. પવન કુમાર હવે યૂનિયનના ચેરમેન છે. તેમનું કહેવું છે કે સરકારે માત્ર કન્યા ભ્રૂણ હત્યાને રોકવા પર જ ધ્યાન ન આપવું જોઇએ પરંતુ લોકો માટે નોકરીઓની પણ વ્યવસ્થા કરવી જોઇએ કારણ કે બેરોજગારીને કારણે પણ યુવાનોના લગ્ન નથી થઇ રહ્યા.

marriage
દુલ્હન અપાવવાની માગને લઇને પાંચ વર્ષ પહેલા યૂનિયન દ્વારા વિરોધ માર્ચ પણ નિકાળવામાં આવી હતી. આરએલડી નેતા અને કલાયતથી વિધાયક રામપાલ માજરાનું કહેવું છે કે જ્યારે પ્રચાર શરૂ થશે ત્યારે અમારે આ મુદ્દાઓને ઉઠાવવાના છે. સરકારે યુવાનો માટે વધારે નોકરીઓની વ્યવસ્થા કરવી પડશે. સાથે સાથે સ્ત્રી ભ્રૂણ હત્યા રોકવા પર ગંભીર પગલા ઉઠાવવા પડશે.

જોકે હિસાર સંસદીય વિસ્તારથી કોંગ્રેસના ઉમેદવાર સંપત સિંહ આનાથી સહમત નથી. તેમનું કહેવું છે કે પૂર્વ મુખ્યમંત્રી ઓમ પ્રકાશ ચૌટાલાએ અપરણિત લોકોને દામ્પત્ય સુખ અપાવવાનું વચન આપીને લલચાવવાની કોશીશ કરી છે. અમારું માનવું છે કે આ સામાજિક મુદ્દો છે અને જાગૃતિ દ્વારા જ હલ કરી શકાય છે.

English summary
Can an unmarried man demand a bride from a candidate ahead of Lok Sabha elections? You can in Haryana, a state with the lowest sex ratio in the country - 877 women per 1,000 men.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X