For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

'મેડ ઇન ઇન્ડિયા લેબલથી વિશ્વાસ પેદા થવો જોઇએ'

By Super
|
Google Oneindia Gujarati News

made-in-india
નવી દિલ્હી, 10 એપ્રિલઃ આફ્રિકાના એક વરિષ્ઠ રાજનયિકએ કહ્યું છે કે આફ્રિકા મહાદ્વિપના લોકોને ભારતમાં થયેલા બદલાવની જાણકારી આપવી જોઇએ અને તેમનામાં વિશ્વાસ પેદા થવો જોઇએ કે 'મેડ ઇન ઇન્ડિયા' ઉત્પાદ ઉચ્ચ ગુણવત્તાયુક્ત હોઇ શકે છે. તેમણે કહ્યું કે ઉપનિવેશવાદના કારણે એવું લાગે છે કે ભારત ઉચ્ચ ગુણવત્તાયુક્ત ઉત્પાદ બનાવી શકે તેમ નથી. તેથી આફ્રિકાના લોકોને જણાવવું જોઇએ કે ભારતમાં બનેલી વસ્તુઓ ગુણવત્તાયુક્ત હોઇ શકે છે.

ભારતમાં ઝિમ્બાવ્વેના રાજદૂત જોનાથન વુતાવુનાશેએ કહ્યું કે, ભારત-આફ્રિકા આર્થિક સંબંધોમાં જાગરુકતા એક મોટો મુદ્દો છે. વુતાવુનાશેએ કહ્યું કે જો બન્ને ક્ષેત્રોમાં જાગરુકતા વધારવામાં આવે તો આફ્રિકા અને ભારત વચ્ચે સીધો વ્યાપાર થઇ શકે છે. આફ્રિકા અને ભારત વચ્ચે સૂચના અને જાગરુકતાના અભાવથી દ્વિપક્ષીય વ્યાપાર અને રોકાણ બાધીત થઇ શકે છે.

તેમણે કહ્યું કે પહેલા બન્ને ક્ષેત્રોમાં સંપર્કનો અભાવ હતો, પરંતુ સારી વાત એ છે કે આ અભાવ હવે દૂર થઇ રહ્યો છે. વુતાવુનાશે 10 વર્ષ પહેલા ભારત આવ્યા હતા. તેમણે કહ્યું કે ક્યારેક-ક્યારેક વ્યાપારી આફ્રિકામાં કારોબારને લઇને શંકા સાથે પ્રશ્નો કરતા હતા. ત્યારથી આજ સુધીમાં ઘણા બદલાવ થયા છે. તેમણે કહ્યું કે ભારત અને આફ્રિકા વચ્ચે આર્થિક સંબંધ મજબૂત થઇ રહ્યાં છે અને જો પ્રયત્નો કરવામાં આવે તો સીધા વ્યાપારમાં વધુ વૃદ્ધિ થઇ શકે છે.

તેમણે કહ્યું કે ગત મહિને ભારત-આફ્રિકા પરિયોજના ભાગીદારી પર સીઆઇઆઇ-એક્સિમ બેન્ક સંમેલનમાં ઘણો લાભ મળ્યો છે. તેમણે કહ્યું કે, સંમેલનમાં ઘણા સહમતિ પત્રો પર હસ્તાક્ષર થયા. જેમાં ઘણો ફેર પડ્યો છે. આ વીઝા આવેદનો પર જોવા મળી રહ્યું છે. ભારત અને આફ્રિકા વચ્ચે 2000માં જ્યાં પાંચ અરબ ડોલરનો વ્યાપાર થતો હતો, ત્યાં 2011-2012માં વધીને 60 અરબ ડોલરનો વ્યાપાર થયો છે અને 2015માં તે 100 અરબ ડોલર થઇ જવાની સંભાવના છે. રાજદૂતે કહ્યું કે આફ્રિકામાં 54માંથી મોટાભાગના દેશોમાં શ્રેષ્ઠ અવસરો છે અને ભારતીય કંપનીઓએ તેનો ફાયદો ઉઠાવવો જોઇએ.

English summary
People in the African continent need to be made aware of the changes in India and that "Made in India" products can be of high quality, says a senior African diplomat based here.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X