For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી પરિણામનું સંપૂર્ણ અપડેટ

|
Google Oneindia Gujarati News

મુંબઇ, 19 ઓક્ટોબર: મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી માટે 288 બેઠકો પર મત ગણતરી શરૂ થઇ ગઇ છે. ભાજપ અને શિવસેનામાં વાકયુદ્ધની વચ્ચે મનસેને કેટલો સાભ થશે અને કોંગ્રેસ કેટલી બેઠકો મેળવી શકશે, તે તમામની અપડેટ આપને અહીં મળી રહેશે.

તાજા આંકડા જાણવા માટે આ પેજને રિફ્રેસ કરતા રહો...

result
લાઇવ અપડેટ આ પ્રકારે છે-

6.00pm: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વિટ કરી જણાવ્યું કે ભાજપની જીત ઐતિહાસિક.

<blockquote class="twitter-tweet blockquote" lang="en"><p>HARYANA & ELECTIONS: भाजपा को मिली जीत पर अमित शाह ने कहा कि मोदी का जलवा अभी भी बरक़रार है. <a href="http://t.co/7SOJTpT8Dc">http://t.co/7SOJTpT8Dc</a> <a href="http://t.co/TtXYwiAmcK">pic.twitter.com/TtXYwiAmcK</a></p>— BBC Hindi (@BBCHindi) <a href="https://twitter.com/BBCHindi/status/523806158633832449">October 19, 2014</a></blockquote> <script async src="//platform.twitter.com/widgets.js" charset="utf-8"></script>

3.30 pm: રાહુલ ગાંધી એ પરિણામ પર પોતાની પ્રતિક્રિયામાં લોકોના મન જીતવા બદલ ભાજપને અભિનંદન આપ્યા.

3.15 pm: અમિત શાહે પ્રેસ કોન્ફરંસમાં જણાવ્યું કે મહારાષ્ટ્રમાં ભાજપની જ સરકાર અને ભાજપનો મુખ્યમંત્રી બનશે. તેમની પાર્ટીએ શિવસેના પાસેથી કોઇ ગઠબંધન તોડ્યું ન્હોતું.

3:05 pm: એનસીપીએ ભાજપને બહારથી સમર્થન આપવાની વાત કહી. એનસીપી નેતા પ્રફુલ્લ પટેલે જણાવ્યું કે કેન્દ્રમાં ભાજપની સરકાર છે અને એવામાં જો રાજ્યમાં સરકાર ભાજપની સરકાર બનશે તો રાજ્યનો વિકાસ સંભવ થઇ શકશે.

2:45 pm: ભાજપના વરિષ્ઠ નેતા લાલ કૃષ્ણ અડવાણીએ જણાવ્યું કે લોકસભા ચૂંટણીમાં મૂડ હજી પણ દેશમાં યથાવત. સાથે જ તેમણે માન્યું કે ભાજપને શિવસેનાની સાથે સરકાર બનાવવી જોઇએ.

2:33 pm: મુંબઇમાં શિવસેના ભવનની બહાર શિવસેના કાર્યકર્તાઓએ મનાવી જીતની ઉજવણી તો પુણેમાં ભાજપ કાર્યકર્તાઓનું ઉત્સવ.

2:32 pm: મહારાષ્ટ્રમાં કોંગ્રેસ નેતા અશોક તંવરે જણાવ્યું કે તેઓ ચૂંટણીમાં મળેલા જનાદેશને સ્વીકાર કરે છે અને ભાજપને જીતની શુભેચ્છા આપે છે.

2:17 pm: મહારાષ્ટ્રમાં પરિણામો ઉત્સાહિત ભાજપ કાર્યકર્તાઓએ અમદાવાદ સુધી મનાવી ઉજવણી.

2:11 pm: નિતિન ગડકરીએ જણાવ્યું કે સાંજે 6 વાગ્યે પાર્ટીની સંસદીય બોર્ડની બેઠકમાં આ અંગેનો નિર્ણય થશે.

2:10 pm: કેન્દ્રીય મંત્રી નિતિન ગડકરીએ જણાવ્યું મહારાષ્ટ્રના મુખ્યમંત્રી બનવાની કોઇ ઇચ્છા નથી.

2:00 pm: પૂર્વ રાષ્ટ્રપતિ પ્રતિભા પાટિલના પુત્ર રાવ સાહેબ શેખાવત ચૂંટણી હાર્યા. ભાજપના સુનીલ દેશમુખે હરાવ્યા.

12:35 pm: લાતુર સિટીથી અમિત વિલાસરાવ દેશમુખ ચૂંટણી જીત્યા.

12:32 pm: કરાડ સાઉથથી મહારાષ્ટ્રના મુખ્યમંત્રી પૃથ્વીરાજ ચૌહાણ જીત્યા.

12:30 pm: બીડ લોકસભાથી ગોપીનાથ મુંડેની દિકરી પ્રીતમ મુંડે 1.5 લાખ વોટોથી ચૂંટણી જીત્યા.

12:25 pm: કરાડ સાઉથથી મહારાષ્ટ્રના મુખ્યમંત્રી પૃથ્વીરાજ ચૌહાણ જીત્યા.

12:20 pm: ગેંગસ્ટર અરૂર ગવલીનો ભત્રીજો અને એનસીપી નેતા સચિન અહીર ચૂંટણી હાર્યા.

12:10 pm: બેઠકોની જોડ-તોડની વચ્ચે શિવસેનાએ આપ્યું ભાજપની સાથે હાથ મિલાવવાના સંકેત. ભાજપ-શિવસેના મળીને બનાવી શકે છે સરકાર.

12:00 pm: મહારાષ્ટ્રનું પહેલું પરિણામ ભાજપના પક્ષમાં, પુણેથી માધુરી મીજલની જીત.

11:40 am: ભાજપની પ્રેસકોન્ફરંસ. ભાજપના નેતા કિરીટ સોમૈયાએ જણાવ્યું કે બપોર પછી પાર્ટીના હોદ્દેદારો નક્કી કરશે કે મહારાષ્ટ્રમાં સરકારનું ભવિષ્ય. ભાજપ ટૂંક સમયમાં કોઇ નિર્ણય કરશે.

11:39 am: શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ નિવેદન આપ્યું કે મહારાષ્ટ્રમાં કોઇ લહેર નથી. તેમની પાર્ટી તેની સાથે જશે જે વિકાસ કરાવશે.

11:30 am: છગન ભૂજબળની જીત.

11:28 am: ચૂંટણી પરિણામોથી દુ:ખી ઉદ્ધવ ઠાકરે અને નારાજ શિવસેના.

11:25 am: કુડાલ બેઠક પર શિવસેના મોટા અંતરથી આગળ.

11:23 am: બારામતીથી પવાર જીત તરફ. શરદ પવારે શરૂ કરી એનસીપી નેતાઓની સાથે મીટિંગ.

11:21 am: મહારાષ્ટ્રની રાયગઢની કુડાલ બેઠકથી કોંગ્રેસના નેતા અને મહારાષ્ટ્રના દાવેદાર નારાયણ હારી ગયા છે.

11:15 am: નવી જાણકારી અનુસાર ભાજપ અને એનસીપીની વચ્ચે પણ વાતચીત શરૂ.

11:10 am: કેન્દ્રીય મંત્રી નિતિન ગડકરી ભાજપ અને શિવસેનાની વચ્ચે મધ્યસ્થા માટે તૈયાર.

10:57 am: મુંબઇના મોટા ભાગો પર ભાજપની પકડ યથાવત.

10:49 am: તાજા ટ્રેંટ આ પ્રમાણે છે-

ભાજપ - 111 બેઠક
શિવસેના - 63 બેઠક
કોંગ્રેસ - 48 બેઠક
એનસીપી- 42 બેઠક
અન્ય - 23 બેઠક

10:33 am: ટ્રેંડમાં આવ્યો વળાંક, ભાજપ માત્ર 109 પર.

10:15 am: મહારાષ્ટ્રમાં ભાજપ શિવસેના ગઠબંધન માટે જોડતોડ શરૂ.

9:53 am: ભાજપના નેતા દેવેન્દ્ર ફડનવીસે શિવસેના ગઠબંધનના સવાલ પર જણાવ્યું કે સંપૂર્ણ પરિણામ આવ્યા બાદ પ્રતિક્રિયા આપીશું.

9:45 am: મહારાષ્ટ્રમાં શિવસેના નંબર બેની સ્થિતિ તરફ આગળ વધી રહી છે.

9:42 am: એનસીપીની જુની અહમદનગર બેઠક પર ભાજપ આગળ

9:40 am: હારની કગાર પર કોંગ્રેસ, એનસીપી. અજિત પવારે લગાવ્યો પૃથ્વીરાજ ચૌહાણ પર હારનો આરોપ.

9:33 am: બાંદ્રાથી કોંગ્રેસના બાબા સિદ્દકી પાછળ. ભાજપ પોતાના દમ પર સરકાર બનાવવા તરફ આગળ.

9:13 am: પરલીમાં પંડજા મુંડે આગળ ચાલી રહી છે. જ્યારે પસગાંવમાં આરઆર પાટિલ આગળ ચાલી રહ્યા છે.

9:00 am: ઠાણે, એરોલી અને આસપાસના ક્ષેત્રોમાં શિવસેના અને એનસીપી આગળ ચાલી રહી છે. જ્યારે મુંબઇ પૂર્વમાં ભાજપાનો દબદબો દેખાઇ રહ્યો છે.

8:47 am: એનસીપીના નવાબ મલિકે જણાવ્યું કે જો શિવસેના હિન્દુત્વ છોડી દે તો અમે તેમની સાથે જઇ શકીએ છીએ. આવા નિવેદન એટલા માટે આવવાના શરૂ થયા છે, કારણ કે તાજી માહિતીમાં ભાજપની હાલત કફોડી દેખાઇ રહી છે.

8:42 am: કલ્યાણથી ગણેશ ગાયક્વાડ, મલાડ પશ્ચિમથી અસલમ આગળ, ઘાટકોપરથી રામ કદમ આગળ ચાલી રહ્યા છે.

8:40 am: મહારાષ્ટ્રમાં ભાજપ 60, શિવસેના 32, કોંગ્રેસ 30, એનસીપી 24 અને અન્ય 1 બેઠક પર આગળ છે.

8:35 am: મહારાષ્ટ્રમાં પહેલા અડધા કલાકના રૂઝાનો અનુસાર રાજ ઠાકરેની મનસેને એક પણ બેઠક મળતી નથી દેખાતી.

8:30 am: ભાજપ પહેલા અડધા કલાકમાં જ 30 બેઠકો પર આગળ ચાલી રહી છે. જ્યારે કોંગ્રેસ 9, શિવસેના 11 અને એનસીપી 2 બેઠકો પર આગળ ચાલી રહી છે.

8:20 am: પ્રથમ રૂઝાન ભાજપના પક્ષમાં આવ્યો.

સવારે 8 વાગે મતગણતરી શરૂ થઇ. સૌથી પહેલા પોસ્ટલ બેલેટ ખુલવાની શરૂઆત થઇ.

English summary
Maharashtra Assembly election results 2014 Live Updates in Gujarati. Here you can get the latest updates of assembly election results.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X