For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ATM માંથી થયો નોટોનો વરસાદ, 3500 ની જગ્યાએ નીકળ્યા 70,000 રૂપિયા

જિતેશ દિવાકરે જણાવ્યું કે, તેમણે એટીએમમાંથી પૈસા કાઢવા માટે અમાઉન્ટ વિકલ્પ 3500 રૂપિયા પર પસંદગી ઉતારી હતી, પરંતુ 3500ની જગ્યાએ એટીએમમાંથી 70,000 રૂપિયા નીકળ્યા.

By Shachi
|
Google Oneindia Gujarati News

નોટબંધીની ઘોષણા બાદ એટીએમ અને નવી નોટોને લઇને જાત-જાતના કિસ્સાઓ સામે આવી ચૂક્યા છે. તાજેતરમં જ રાજસ્થાનના એટીએમનો એક આશ્ચર્યજનક કિસ્સો સામે આવ્યો છે. રાજસ્થાનના ટોંકના રહેવાસી જિતેશ દિવાકર અને તેમની સાથે એટીએમની લાઇનમાં ઊભેલા કેટલાક લોકો એટીએમની કરામતથી રાતોરાત અમીર બની ગયા હતા. આ ઘટના મંગળવાર સાંજની છે. રાજસ્થાનની રાજધાની જયપુરથી 80 કિલોમીટર દૂર આવેલા એટીએમમાંથી પૈસા ઉપાડવા ગયેલા જિતેશ દિવાકરે 3500 રૂપિયાનો વિકલ્પ પસંદ કર્યો હતો. પરંતુ એટીએમમાંથી 3500ની જગ્યાએ 70,000 રૂપિયા બહાર નીકળ્યા.

ATM

માત્ર જિતેશ જ નહીં, પરંતુ તેમની સાથે લાઇનમાં ઊભેલા અન્ય લોકો સાથે પણ આવું જ થયું. લોકોએ તો પૈસા હજારો પૈસા લઇને ચાલતી પકડી. પરંતુ સવાલ એ છે કે, જો એટીએમ આવી જ કરામત કરતું રહેશે તો બહુ જલ્દી ફરીથી કેશની તંગી ઊભી થઇ જશે.

જિતેશ દિવાકરે આ ઘટના વર્ણવતા કહ્યું કે, તેમણે એટીએમમાંથી પૈસા કાઢવા માટે અમાઉન્ટ વિકલ્પ 3500 રૂપિયા પર ક્લિક કર્યું હતું, પરંતુ 3500ની જગ્યાએ એટીએમમાંથી 70,000 રૂપિયા નીકળ્યા. બીજા લોકો તો નીકળેલા વધારે પૈસા લઇને પણ પોતાના ઘરે જતા રહ્યાં, પરંતુ જિતેશે બેન્ક ઓફ બરોડામાં સૂચના આપી. મશીનમાં ટેકનીકલ ખામી હોવાથી વધુ પૈસા નીકળ્યા હતા.

સૂચના મળતાં જ બેન્ક અધિકારીઓએ તાત્કાલિક એટીએમ બંધ કરી દીધું. અધિકારીઓએ જણાવ્યું કે, એટીએમમાંથી લગભગ 6.76 લાખ રૂપિયા ઉપાડવામાં આવ્યા હતા. આ પૈસા 10 લોકોએ કાઢ્યા હતા. એટીએમમાંથી 100ની જગ્યાએ 2000ની નોટો નીકળતી હતી અને એને કારણે આ સમસ્યા સર્જાઇ હતી.

English summary
Man gets 70000 rs from ATM machine while asked for only Rs 3500.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X