For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ફરીદાબાદ: ફટાકડા બજારમાં ભીષણ આગ, 233 દુકાનો બળીને ખાખ

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 22 ઓક્ટોબર: હરિયાણાના ફરિદાબાદના દશેરા મેદાનમાં મંગળવારે ફટાકડા બજારમાં આગ લાગવાથી લગભગ 233 દુકાનો બળીને ખાખ થઇ ગઇ છે અને પાંચ વ્યક્તિઓને ઇજા પહોંચી છે. બાદમાં આગ પર કાબૂ મેળવી લેવામાં આવ્યો હતો આ આગ લગભગ સાંજે 6 વાગે લાગી હતી.

હરિયાણા ભાજપના ધારાસભ્ય દળના નેતા મનોહર લાલ ખટ્ટરના કાર્યાલય સાથે એક વિજ્ઞપ્તિના અનુસાર આગના કારણે 20 કારો પણ ક્ષતિગ્રસ્ત થઇ ગઇ. મનોહર લાલ ખટ્ટર હરિયાણાના નવા મુખ્યમંત્રીના રૂપમાં પદભાર સંભાળવાના છે.

ફાયરબ્રિગેડ પ્રવક્તાના અનુસાર આગ પર કાબૂ મેળવવા માટે ફાયરબ્રિગેડની ઘણી ગાડીઓ ઘટનાસ્થળ પર પહોંચી. જો કે જાનમાલની ક્ષતિની કોઇ સૂચના મળી નથી. ફાયર બ્રિગેડ વિભાગના અધિકારીઓને આશંકા છે કે આગના લીધે લાખો રૂપિયાના ફટાકડા નષ્ટ થઇ ગયા છે.

cracker

પ્રત્યક્ષદર્શીઓએ જણાવ્યું હતું કે આગ સંભવત: શોર્ટ-સર્કિટના લીધે લાગી હતી. રાષ્ટ્રીય રાજધાનીના બહારી વિસ્તારમાં સ્થિત આ જગ્યા દર વર્ષે દિવાળીના અવસર પર ફટાકડા બજાર લગાવવામાં આવે છે.

મનોહર લાલ ખટ્ટરે ફરીયાબાદ કમિશ્નર સાથે વાત કરી અને તેમને ઇજાગ્રસ્તો માટે સારી સારવારની વ્યવસ્થાનો નિર્દેશ આપ્યો. તેમણે કહ્યું હતું કે જિલ્લા વહિવટી તંત્રએ એવા સ્થળો પર સુરક્ષા માટે અસરકારક ઉપાય કરવા જોઇએ.

કેન્દ્રિય મંત્રી અને ફરીદાબાદથી સાંસદ કૃષ્ણપાલ ગુજ્જરે જણાવ્યું હતું કે 'મનોહર લાલ ખટ્ટરે કહ્યું હતું કે સંપત્તિના નુકસાનની સમીક્ષા કર્યા બાદ અસરગ્રસ્ત લોકોને વળતર પણ આપવામાં આવશે.''

એક પ્રત્યક્ષદર્શીનું કહેવું છે કે બધી દુકાનો બળીને ખાખ થઇ ગઇ છે. પ્રત્યક્ષદર્શીના અનુસાર કંઇપણ બચ્યું નથી. જ્યારે લાગી હતી તે સમયે દશેરા મેદાનમાં લગભગ એક હજાર લોકો હતા. શરૂઆતી અંદાજા અનુસાર લગભગ 500 કરોડ રૂપિયાનું નુકસાન થયું છે.

English summary
A massive fire today broke out at a Diwali cracker market in Dusherra Ground in Faridabad, leaving over 200 shops destroyed and five persons injured.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X