For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

નરેન્દ્ર મોદીની અમેરિકા મુલાકાત દરમિયાન PIO, OCI કાર્ડ્સનું વિલિનીકરણ થઇ શકે

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 26 સપ્ટેમ્બર : ભારતમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આગેવાનીવાળી એનડીએ સરકારે યુપીએ સરકારે લીધેલા એક નિર્ણયનો અમલ કરવાનો નિર્ણય લીધો છે. આ નિર્ણય અનુસાર ઓવરસીઝ સિટિઝન ઓફ ઇન્ડિયા (ઓસીઆઇ - OCI) અને પર્સન ઓફ ઇન્ડિયન ઓરિજિન (પીઆઇઓ - PIO)નું વિલિનીકરણ (મર્જર) થઇ શકે છે.

આ અંગેની અન્ય વિગતો જાણવા આગળ ક્લિક કરો...

ક્યારે થઇ શકે છે ઘોષણા?

ક્યારે થઇ શકે છે ઘોષણા?


આ અંગેની જાહેરાત વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અમેરિકા મુલાકાત દરમિયાન ભારતીય સમુદાયને સંબોધન દરમિયાન કરવામાં આવશે એવી ધારણા છે.

યુપીએ સરકારે ક્યારે નિર્ણય લીધો હતો?

યુપીએ સરકારે ક્યારે નિર્ણય લીધો હતો?


નોંધનીય છે કે વર્ષ 2011માં તત્કાલીન યુપીએ સરકારે આ ઓવરસીઝ સિટિઝન ઓફ ઇન્ડિયા (ઓસીઆઇ - OCI) અને પર્સન ઓફ ઇન્ડિયન ઓરિજિન (પીઆઇઓ - PIO)ના વિલિનીકરણનો નિર્ણય લીધો હતો.

મોદીની US મુલાકાત પહેલા MOIAને મનાવી લેવાયું

મોદીની US મુલાકાત પહેલા MOIAને મનાવી લેવાયું


વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા આ અંગેની જાહેરાત કરાવવા માટે વડાપ્રધાનના અગ્ર સચિવ નિપેન્દ્ર મિશ્રાએ 23 સપ્ટેમ્બરે મિનિસ્ટ્રી ઓફ ઓવરસીઝ ઇન્ડિયન અફેર્સના અધિકારીઓ સાથે બેઠક યોજીને તેમને મનાવી લીધા હતા.

મર્જરથી શું લાભ?

મર્જરથી શું લાભ?


બે કાર્ડના મર્જરને શક્ય તેટલી ઝડપથી અમલી બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આમ થવાથી વિદેશમાં રહેતા ભારતીયોનો પ્રવાસ વધારે સુગમ બનશે. તેઓએ ભારતીય વિઝા મેળવવાની કે અન્ય કોઇ લાંબી પ્રક્રિયા કર્યા વિના સરળતાથી ભારતમાં આવી શકશે. જેથી તેઓ ભારતમાં યોજાતી વિવિધ પ્રવૃત્તિઓમાં ભાગ લઇ શકશે.

PIO કાર્ડ્સ કોને આપવામાં આવે છે?

PIO કાર્ડ્સ કોને આપવામાં આવે છે?


PIO (પર્સન ઓફ ઇન્ડિયન ઓરિજિન)કાર્ડ્સ એવા ભારતીયોને આપવામાં આવે છે જેઓ છેલ્લી કેટલીક પેઢીઓથી ભારતની બહાર વિદેશમાં વસતા હોય. આ કાર્ડ ધરાવનારાઓએ ભારત આવવા માટે અલગથી વિઝા અરજી કરવી પડે છે.

OCI કાર્ડ્સ કોને આપવામાં આવે છે?

OCI કાર્ડ્સ કોને આપવામાં આવે છે?


OCI (ઓવરસીઝ સિટિઝન ઓફ ઇન્ડિયા) કાર્ડ છેલ્લા થોડા વર્ષોમાં ભારતમાંથી બહાર જઇને અન્ય દેશમાં વસેલા અને ત્યાંનું નાગરિકત્વ મેળવનારા ભારતીયોને આપવામાં આવે છે. એક રીતે કહીએ તો OCI વર્ચ્યુઅલ વિઝા છે જે આ કાર્ડ હોલ્ડરને ચોક્કસ સમય માટે ભારતમાં આવવાની છૂટ આપે છે.

English summary
Merger of PIO, OCI Cards expected during Narendra Modi’s America visit.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X