કાશ્મીર : આતંકીઓએ પોલીસથી પાંચ રાયફલ છીણવી

Subscribe to Oneindia News

કાશ્મીરમાં આતંકીઓ અને સુરક્ષાકર્મીઓ વચ્ચે અવારનવાર અથડામણો થઇ રહી છે. મંગળવાર રાતે દક્ષિણ કાશ્મીરમાં શોપિયા જિલ્લામાં અદાલતના પરિસરમાં ફરજ બજાવતા પોલીસ ગાર્ડથી આંતકવાદીઓ 5 રાયફલ છીણવીને ભાગી ગયાા. આતંકવાદીઓએ રાતે લગભગ 9 વાગે અદાલતની પરિસરમાં આવેલા ગાર્ડ રૂમ પર હુમલો કર્યો હતો. અને હાજર પોલીસ કર્મીઓથી રાયફલ છીણવી હતી. જે બાદ જિલ્લામાં એલર્ટ જાહેર કરવામાં આવ્યું હતું. આ મામલે 5 પોલીસકર્મીઓ જેમની રાયફલ છીણવી લેવામાં આવી છે તેમને નિલંબિત કરવામાં આવ્યા છે.

kashmir

નોંધનીય છે કે કાશ્મીરના કુલગામમાં સોમવારે જ પાંચ પોલીસકર્મીઓ સહિત સાત લોકોને આંતકીઓએ ગોળી મારી હતી. અને આ પહેલા પણ બેંક લૂંટવાની ધટના પણ બની હતી. જમ્મુ કાશ્મીરના કુલગામમાં 24 કલાકમાં જ બે બેંકને લૂંટવામાં આવી હતી. અને 65,000થી વધુ કેશ લઇને આંતકીઓ ફરાર થઇ ગયા હતા. આમ આર્થિક રીતે અને હથિયારોની રીતે કાશ્મીરમાં આંતકીઓ સેના અને બેંક જોડેથી લૂંટ ચલાવીને તેમની જ વિરુદ્ધ તેનો ઉપયોગ કરી રહ્યા છે. જે એક ચિંતાનો વિષય છે. જે જોતા આવનારા સમયમાં પણ કાશ્મીરમાં આ રીતે જ અંજાપા ભરી સ્થિતી યથાવત રહેશે તેવું લાગી રહ્યું છે.

English summary
Militants snatch 5 rifles from police in Kashmir. Read here more.
Please Wait while comments are loading...