For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

નરેન્દ્ર મોદી ઉત્તરાખંડ પહોંચ્યા, ગુજરાતીઓ માટે ખાસ ફ્લાઇટ

|
Google Oneindia Gujarati News

narendra-modi
દેહારદૂન, 22 જૂન : ગુજરાતના મુખ્યમંત્રી અને ભાજપની ચૂંટણી સમિતિના અધ્યક્ષ નરેન્દ્ર મોદી ઉત્તરાખંડની મુલાકાત માટે શુક્રવારે રાત્રે જ દહેરાદૂન પહોંચી ગયા હતા. તેઓ આજે ઉત્તરાખંડના પૂરગ્રસ્ત વિસ્તારોનું હેલિકોપ્ટરમાંથી નિરીક્ષણ કરવાના છે. જો કે પ્રાપ્ત માહિતી અનુસાર અત્યંત ખરાબ હવામાનને કારણે ઉત્તરાખંડ સરકારે નરેન્દ્ર મોદીના હેલિકોપ્ટરને નિરીક્ષણ માટેની મનાઇ ફરમાવી છે. આ કારણે સવારમાં નિરીક્ષણનો કાર્યક્રમ મુલતવી રાખવામાં આવ્યો છે. નરેન્દ્ર મોદી આજે ઉત્તરાખંડના ભાજપી મુખ્ય પ્રધાન વિજય બહુગુણાને પણ મળશે. ગુજરાત તરફથી તમામ પ્રકારની સહાયતા કરવાનું મોદીએ બહુગુણાને વચન આપ્યું છે.

એરપોર્ટ પર આવી પહોંચ્યા બાદ મોદીએ પત્રકારોને કહ્યું કે આ કટોકટીના સમયમાં આખો દેશ આ પહાડોમાં વસેલા રાજ્યની પડખે છે. ગુજરાત આ મહામુસીબતમાં ફસાયેલા લોકોને ઉગારવા માટે ઉત્તરાખંડ સરકારને શક્ય તમામ મદદ કરવા માટે તૈયાર છે.

આ ઉપરાંત ગુજરાત સરકારે પૂરગ્રસ્ત ઉત્તરાખંડ ફસાયેલા ગુજરાતના લોકોને પાછા લાવવા દહેરાદૂનથી અમદાવાદ સ્પેશિયલ ફ્લાઈટની વ્યવસ્થા કરી છે. આ સેવા માં સૌ પહેલા મહિલાઓ અને બાળકોને સલામત રીતે ગુજરાત પાછા લાવવામાં આવશે. આ માટે 140 સીટવાળા બે ચાર્ટર્ડ વિમાન, 747 બોઈંગ (જેટ એરવેઝ)ની મદદ લેવામાં આવનાર છે.

સરકાર દ્વારા ઉત્તરાખંડમાં ફસાયેલા ગુજરાતવાસીઓને પાછા લાવવા માટે અમદાવાદ માટેની પહેલી ફ્લાઈટ શનિવારે ઉપાડ્યા બાદ પછી પણ આવી ફ્લાઈટ ચાલુ રાખવામાં આવશે એવી માહિતી મળી છે.

English summary
Narendra Modi arrived in Uttarakhand, said we will give potential help.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X