For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મોદી અને ચૌહાણે પોતાના રાજ્યોમાં આપ્યું સુશાસન: અડવાણી

|
Google Oneindia Gujarati News

lk advani
સલેમ(તમિલનાડુ): ભાજપા નેતા લાલકૃષ્ણ અડવાણીએ અત્રે નરેન્દ્ર મોદી અને શિવરાજ સિંહ ચૌહાણના એક સૂરમાં વખાણ કરતા જણાવ્યું હતું કે બંને મુખ્યમંત્રીઓએ ગુજરાત અને મધ્યપ્રદેશમાં સુશાસન આપ્યું છે.

ભાજપાના આ વરિષ્ઠ નેતાએ આજે જણાવ્યું કે નરેન્દ્ર મોદી હોય, શિવરાજ સિંહ ચૌહાણ અથવા રમણસિંહ બધાએ પોતાના રાજ્યોમાં સુશાસન આપ્યું છે. તેમણે લોકોને બધી જ સરકારોની સરખામણી કરવા અને એવું વિચારવા જણાવ્યું કે કોણ ઇમાનદાર, કુશળ અને જન ઉન્મુખ સરકાર આપી શકે છે.

અત્રે ઉલ્લેખનીય છે કે નરેન્દ્ર મોદીની સાથે અડવાણીના સંબંધ સારા નથી રહ્યા અને મોદીને પાર્ટીની ચૂંટણી પ્રચાર સમિતિના પ્રમુખ બનાવવાના વિરોધમાં તેમણે પાર્ટીના તમામ હોદ્દાઓ પરથી રાજીનામુ આપી દીધું હતું. જોકે બાદમાં આરએસએસના વડા મોહન ભાગવતના અનુરોધ પર તેમણે પોતાનું રાજીનામું પરત લીધું હતું.

અત્રે ઉલ્લેખનીય છે કે લાલકૃષ્ણ અડવાણીએ ભોપાલમાં એક સભાને સંબોધતી વખતે તેમણે જણાવ્યું હતું કે ગુજરાતની સ્થિતિ સારી હતી પરંતુ મોદીએ તેને વધુ સારી બનાવી પરંતુ તેની સરખામણીમાં મધ્યપ્રદેશની સ્થિતિ ખૂબ જ ખરાબ હતી છતાં શિવરાજ સિંહ ચૌહાણે તેને ખૂબ જ મહેનતે સારી સ્થિતિમાં પરિવર્તિત કરી છે. જોકે ગઇકાલે અડવાણી દ્વારા કરવામાં આવેલા આવા નિવેદનના ઘણા અર્થો કાઢી શકાય છે.

English summary
Narendra Modi and Shivraj singh Chauhan both are gave good Governance in their State said Lalkrishna Advani.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X