For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

શિવસેનાની સ્પષ્ટતા, કહ્યું નરેન્દ્ર મોદીની નથી કરી ટીકા

|
Google Oneindia Gujarati News

uddhav
મુંબઇ, 25 જૂન : શિવસેનાના અધ્યક્ષ ઉદ્ધવ ઠાકરેએ સ્પષ્ટતા કરી છે કે તેમણે ઉત્તરાખંડ પ્રવાસ માટે નરેન્દ્ર મોદીની ટીકા નથી કરી. તેમણે કહ્યું કે મોદી પાસે દેશને ખૂબ જ આશા છે, તેમણે માત્ર ગુજરાતીઓનું નહીં વિચારીને આખા દેશનું વિચારવું જોઇએ.

ઉદ્ધવએ કહ્યું કે અમે આજના લેખમાં કહ્યું કે મોદી અમારી અપેક્ષા છે. પ્રચાર કરનારાઓને અમે કહ્યું છે કે મોદીજીએ જે સારુ કાર્ય કર્યું છે તેને આપ સંકુચિત ના કરો. આખા દેશ માટે જો આખા દેશ માટે તેઓ કામ કરી રહ્યા હોય અથવા કરવા માગતા હોય તો એવી છબીને લોકો સમક્ષ મૂકે.

અત્રે ઉલ્લેખનીય છે કે શિવસેનાએ પોતના મુખપત્ર 'સામના'માં નરેન્દ્ર મોદીની કામગીરી પર નિશાન તાકતા લખ્યું છે કે 'ઉત્તરાખંડમાં કુદરતી હોનારતનો પ્રકોપ છે, આવા સમયે દેશના તમામ લોકોએ એક સાથે મળી તેમની મદદ માટે પ્રયત્નો કરવા જોઈએ નહિં કે, કોઈ એક રાજ્યના લોકો માટે આ પ્રયાસો હોવા જોઈએ. મહારાષ્ટ્ર રાજ્ય પર પ્રાંતવાદનો આરોપ મૂકવામાં આવે છે, ત્યારે નરેન્દ્ર મોદીએ પોતાની ઉત્તરાખંડ યાત્રાને પ્રાદેશિકતાનો રંગ આપવાનો પ્રયાસ કર્યો છે. નરેન્દ્ર મોદી શા માટે માત્ર ગુજરાતીઓને બચાવવાનો પ્રયાસ કરી રહ્યા છે.'

જોકે ઉદ્ધવે એવું પણ લખ્યું છે કે મોદીએ માત્ર ગુજરાતીઓની વાત કરીને યોગ્ય નથી કર્યું, તેઓ દેશના નેતા છે તેમને બધા અંગે વિચારવું જોઇએ. શિવસેના અનુસાર, મોદીનો પ્રચાર કરનારાઓને સમજવું જોઇએ કે રાષ્ટ્રીય વિપદામાં મદદ ધર્મ છે, મહેરબાની નહીં. આવી પરિસ્થિતિમાં ધર્મ જોવાતો નથી, પ્રાંત નથી જોવાતો. જોકે શિવસેનાએ સોમવારે એવા સવાલો ઉઠાવ્યા હતા કે એનડીએને નવા સાથી કેવી રીતે મળે?

ઉદ્ધવ ઠાકરેએ સામનામાં લખ્યું કે મોદીનો પ્રચાર કરનારાઓ એવો પ્રચાર કરવાનો બંધ કરે કે મોદીએ માત્ર ગુજરાતીઓને બચાવ્યા આનાથી મોદીની રાષ્ટ્રીય છબી ખરાબ થાય છે. અને કોંગ્રેસને પોતાની નિષ્ફળતા છૂપાવવાની તક મળી જાય છે.

English summary
Narendra Modi is national leader, Shiv sena clarified on his statement about modi.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X