For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

જાણો શું ખાસિયત છે મોદીના આ નવ લખ્ખા સૂટની!

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 27 જાન્યુઆરી: અમેરિકન રાષ્ટ્રપતિ બરાક ઓબામાની ભારત યાત્રાની ચર્ચા ચારેય તરફ થઇ રહી છે. પરંતુ આ બધાની વચ્ચે નરેન્દ્ર મોદીનો એ સૂટ સૌની પર ભારે પડી ગયો જે તેમણે ઓબામાની સાથે સંયુક્ત પત્રકાર પરિષદમાં પહેર્યો હતો. હા, આપ સાંભળીને દંગ રહી જશો કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બંધ ગળાનું સૂટ પહેર્યું હતું તે સૂટ પર ખૂબ જ જીણા અક્ષરોમાં નરેન્દ્ર દામોદર દાસ મોદી લખેલું હતું. સૂટ ઘાટા વાદળી રંગનું હતું અને આખા સૂટ પર પીળા રંગની લાંબી પટ્ટીઓ હતી જેની પર તેમનું નામ લખ્યું હતું.

modi
www.standard.co.ukમાં છપાયેલ સમાચાર અનુસાર, 'એવું લાગી રહ્યું છે કે આ 'Savile Row'નું ફેબ્રિક છે જેને હોલેન્ડ એન્ડ શૈરી બનાવે છે. આ આખા સૂટને બનાવવા માટે સાત મીટર કપડાની જરૂરત પડે છે, જેની કિંમત બે લાખ એક્સવીસ હજાર આઠસો પંચોત્તેર (2,31,875)થી લઇને બે લાખ ઇઠ્યોત્તેર હજાર બસ્સો પચાસ (2,78,250) સુધી થઇ શકે છે. આ સમાચાર અનુસાર, હોલેન્ડ એન્ડ શેરી પોતાનું કાપડ ઇન્ટરનેશનલ ટેલર ટોમ જેમ્સને સપ્લાઇ કરે છે. લંડનમાં આ સૂટની કિંમત લગભગ 9 લાખ સત્યાવીસ હજાર પાંચસો રૂપિયા થઇ શકે છે.

ટોમ્સ જેમ્સે જણાવ્યું કે 'મને વિશ્વાસ છે કે માત્ર અમે જ આવું કરી શકીએ છીએ પરંતુ એ કન્ફર્મ ના કરી શકીએ કે મોદી અમારા ગ્રાહક છે અને તેની કિંમત પણ ના કહી શકીએ.''

જોકે કોઇ વ્યક્તિગત ગ્રાહક પર હોલેન્ડ એન્ડ શૈરીએ કોઇ ટિપ્પણી કરવાનો ઇનકાર કરી દીધો છે. ટોમ જેમ્સએ જણાવ્યું કે ઓછામા ઓછા રાષ્ટ્રપતિ બરાક ઓબામાએ અમારા કાપડના વખાણ તો કર્યા છે. આપને જણાવી દઇએ કે ઓબામાએ જણાવ્યું હતું કે મોદીની પાસે પોતાની સ્ટાઇલ છે.

વડાપ્રધાન મોદી પણ એ વાતથી ખુશ છે કે તેઓ એ રાજનેતાઓના ક્લબમાં સામેલ થઇ ગયા છે જેમના કપડા પર તેમનું પોતાનું નામ લખેલું હોય.

English summary
Prime Minister Narendra Modi created a sartorial stir on Monday when social media discovered his blue pinstripe suit at a meeting with US President Barack Obama was embroidered with his own name – over and over again.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X