For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

જેડીયૂએ મોદીને સુપર હીરો તરીકે સ્વિકારી લીધા છે

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 3 જૂન: એવું લાગી રહ્યું છે કે ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીની વધતી જતી લોકપ્રિયતા હવે જનતા દળ યૂનાઇટેડને હજમ થઇ રહી નથી. નિતિશ કુમારે મોદીને 'રેમ્બો' ગણાવ્યા, તો અન્યા તેના તેમને 'સુપર હીરો' માની ચૂક્યાં છે. શિવાનંદ તિવારીએ પોતે તેમને સુપર હીરોની સંજ્ઞા આપી છે.

શિવાનંદ તિવારીએ નરેન્દ્ર મોદીના ઉત્તરાખંડ પ્રવાસની નિંદા કરતાં કહ્યું હતું કે આ પ્રકારની સસ્તી લોકપ્રિયતા મેળવીને ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી પ્રજા વચ્ચે સુપર હીરો બનવા માંગે છે. તેમને ભાજપાની ટીકા કરતાં કહ્યું હતું કે આ પાર્ટી બિન જવાબદાર અને સસ્તી લોકપ્રિયતાની ચાહત ધરાવનાર પાર્ટી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે હજુ ગત અઠવાડિયે જ જેડીયૂએ ભાજપા સાથે 17 વર્ષ જૂનું ગઠબંધન તોડી દિધું છે. કહેવામાં આવે છે કે નિતિશ કુમારે મુસ્લિમ વોટબેંક બચાવવા માટે આવું કર્યું છે. તે નરેન્દ્ર મોદીને ચુંટણી પ્રચાર સમિતિના અધ્યક્ષ બનાવવાના વિરૂદ્ધ હતા અને તે ઇચ્છતા નથી કે નરેન્દ્ર મોદી વડાપ્રધાન પદના ઉમેદવાર તરીકે નિયુક્ત કરવામાં આવે.

uttarakhand

આ ઉપરાંત એવું કહેવામાં આવે છે કે નરેન્દ્ર મોદી થોડાં દિવસો પહેલાં પૂર પ્રભાવિત ઉત્તરાખંડના પ્રવાસે ગયા હતા જ્યાં તેમને થોડા સમયમાં 15 હજાર ગુજરાતીઓને પૂરગ્રસ્ત વિસ્તારોમાંથી બહાર કાઢ્યા હતા. ભાજપાએ આ સમાચારોને બકવાસ ગણાવ્યા હતા. જો કે આ સમાચારોના આધારે જ શિવસેનાએ પણ નરેન્દ્ર મોદીની નિંદા કરી હતી. તો બીજી તરફ સૂત્રોના જણાવ્યા અનુસાર પૂરગ્રસ્ત વિસ્તારોમાં ફસાયેલા લોકોને ફક્ત હેલિકોપ્ટરની મદદથી બહાર નિકાળી શકાતા હતા અને નરેન્દ્ર મોદી પોતાની સાથે ફક્ત ચાર હેલિકોપ્ટર જ લઇ ગયા હતા. આ ઉપરાંત તે સમયે હવામાન ખરાબ હતું તો હેલિકોપ્ટર ઉડાન ભરી શકતા ન હતા, એવામાં આ કહેવું કે નરેન્દ્ર મોદીએ 15 હજાર ગુજરાતીઓને ત્યાંથી ચુપચાપ નિકાળી લીધા. તે સમજ બહાર છે.

English summary
JDU Shivanand Tiwari on Tuesday slammed Gujarat Chief Minister Narendra Modi, saying that his visit to Uttarakhand in the wake of the massive natural disaster was a cheap publicity stunt.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X