For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

એકથી વધુ સિલિન્ડર પહેલી જુનથી રદ કરાશે

|
Google Oneindia Gujarati News

lpg-cylinder
નવી દિલ્હી, 17 મે : જો તમારી પાસે એક જ એડ્રેસ પર એકથી વધારે એલપીજી સિલિન્ડર હશે અને હજી સુધી તેનું કેવાયસી ક્લિયરન્સ કરાવવામાં નહીં આવ્યું હોય તો પહેલી જૂન 2013થી આ કનેક્શન બ્લોક કરી દેવામાં આવશે. ઓઈલ કંપનીઓ દ્વારા આપવામાં આવેલી માહિતી પ્રમાણે 1 જૂનથી આ પ્રમાણેના ગ્રાહકોને કોઈ પણ પ્રકારના સિલિન્ડર આપવામાં આવશે નહીં. ઓઈલ કંપનીઓનું માનવુ છે કે જે ગ્રાહકોએ કેવાયસીની પ્રક્રિયા પૂરી કરી નથી તેવા ગ્રાહકોને ગેસ સિલિન્ડરની જરૂર નથી અને તેથી તેમના કનેક્શન બ્લોક કરી દેવા જોઈએ.

ઈન્ડિયન ઓઈલ, હિન્દુસ્તાન પેટ્રોલિયમ અને ભારત પેટ્રોલિયમ તરફથી ગ્રાહકોને અપીલ કરવામાં આવી છે કે તેઓ પાસે અક જ નામ અને સરનામા પર એક કરતા વધુ એલપીજી કનેક્શન હોય તો આગામી 15 દિવસમાં જરૂરી ફોર્મ ભરીને જમા કરાવી દેવામાં આવે. ગ્રાહકોએ આ ફોર્મની સાથે તેમના ઘરના સરનામાંનો પુરાવો અને એક તેમનું ઓળખ પત્રક જમા કરાવવાનું રહેશે. આ ઉપરાંત ગ્રાહકોને એમ પણ અરજી કરવામાં આવી છે કે તેઓ તરત જ એકથી વધુ ગેસ સિલિન્ડર ગેસ એજન્સીને સોંપી દે.

એકથી વધુ સિલિન્ડર સમયસર ઓઈલ કંપનીઓને પરત કરવામાં નહીં આવે તો 1 જૂન 2013 પછી કોઈ પણ સબસિડી કે સબસિડી વગરના ગેસ સિલિન્ડર ગ્રાહકોને આપવામાં આવશે નહીં. દેશમાં એકથી વધુ ગેસ સિલિન્ડર ધરાવતા લોકોની યાદી તૈયાર કરી દેવામાં આવી છે. ત્રણેય ઓઈલ કંપનીઓ પાસે આ પ્રમાણેનું લિસ્ટ તૈયાર છે. સૂત્રો દ્વારા આપવામાં આવેલી માહિતી પ્રમાણે સમગ્ર દેશમાં સરેરાશ 2.5 કરોડ કનેક્શન એક જ નામ અને સરનામાં પર આવેલા છે, તેમાંથી અત્યાર સુધીમાં માત્ર 63 લાખ કનેક્શન બ્લોકકરી દેવામાં આવ્યા છે.

કેન્દ્ર સરકાર દ્વારા એકથી વધુ ગેસ સિલિન્ડર ધરાવતા ગ્રાહકોને 31 ડિસેમ્બર 2012 સુધીમાં કનેક્શન બ્લોક કરવાની જાહેરાત કરવામાં આવી હતી, પરંતુ ઘણા રાજ્યોમાં ચૂંટણી ચાલતી હોવાથી આ વિશે હજુ સુધી કોઈ કડક પગલા લેવામાં આવ્યા ન હતા અને આ મુદતમાં વધારો કરવામાં આવતો હતો.

English summary
More than one LPG cylinder will be canceled from 1 June.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X