અમિત શાહનો નાશ કરી નાખીશું: મુલાયમ સિંહ યાદવ

Google Oneindia Gujarati News

ગાંધીનગર: લોકસભાની ચૂંટણીના પડઘમ શરૂ થઇ ગયા છે. લોકસભા ચૂંટણી નજીક આવતાં જ રાજકીય પાર્ટીઓ મતદારોને આકર્ષવા માટે કવાયતમાં જોડાઇ ગઇ છે. જે પાર્ટી સરકારમાં છે તે પોતાની ઉપલબ્ધિઓ ગણાવામાં લાગી છે તો વિપક્ષી પાર્ટીઓ લોકોના ભવિષ્યને ઉજ્જવળ બનાવવાનું સપનું બતાવી રહી છે. અને આરોપ પ્રત્યારોપનો દોર શરૂ થઇ ગયો છે. ત્યારે અમે વનઇન્ડિયા પર દિવસ દરમિયાન બનતી રાજકીય ઘટનાઓ, નિવેદનો અંગે સતત અપડેટ રાખીશું.

દિવસ દરમિયાન રાજકીય પટલ શું બની રહ્યું છે? તે જાણવા માટે માટે વનઇન્ડિયા પર સતત અપડેટ સમાચારો જાણવા સ્લાઇડર પર ક્લિક કરતાં જાવ.

અમિત શાહનો નાશ કરી નાખીશું: મુલાયમ સિંહ યાદવ

અમિત શાહનો નાશ કરી નાખીશું: મુલાયમ સિંહ યાદવ

સમાજવાદી પાર્ટીના ચીફ મુલાયમ સિંહ યાદવે લખનઉમાં કરેલી પત્રકાર પરિષદમાં અમિત શાહ પર નિશાન તાક્યું હતું. મુલાયમ સિંહે ત્યાં સુધી કહીં દીધું તે અમિત શાહને નાશ કરી દીધો. મુલાયમ સિંહે આ નિવેદનને ભાજપે મુદ્દો બનાવી દીધો છે. પાર્ટીએ ચૂંટણી પંચમાં મુલાયમ સિંહ વિરુદ્ધ ફરિયાદ નોંધાવવાનો નિર્ણય કર્યો છે.

બ્રૂ મુદ્દે મિઝોરમમાં ચૂંટણી સ્થગિત

બ્રૂ મુદ્દે મિઝોરમમાં ચૂંટણી સ્થગિત

ચૂંટણી પંચે જે મિઝોરમની એકમાત્ર લોકસભા બેઠક અને હ્રંગટુરજો વિધાનસભા બેઠકની પેટાચૂંટણીને 9 એપ્રિલના સ્થાને 11 એપ્રિલે કરાવવાનો નિર્ણય કર્યો છે, આ નિર્ણય ત્રિપુરાની શિબિરોમાં રહી રહેલા બ્રૂ મતદાતાઓને ડાક મત્રો થકી મતદાનનો અધિકાર પ્રદાન કરવાના વિરોધમાં આપવામાં આવેલા રાજ્યવ્યાપી બંધને ધ્યાનમાં રાખીને કરવામાં આવ્યો છે.

નરેન્દ્ર મોદી અને કેજરીવાલ વચ્ચે અનોખી જંગ

નરેન્દ્ર મોદી અને કેજરીવાલ વચ્ચે અનોખી જંગ

ભાજપના પીએમ પદના ઉમેદવાર નરેન્દ્ર મોદી અને આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલ વચ્ચે ચૂંટણી લડાઇ વારાણસી સુધી જ સિમિત નથી પરંતુ સાઇબર વિશ્વમાં પણ તેમની વચ્ચે જંગ છેડાઇ ગયો છે. છેલ્લા બે સપ્તાહમાં બન્ને નેતાઓના નામ પર આવતી વસ્તુઓનું વેચાણ ઝડપથી વધી ગયું છે.

પરેશ રાવલ ગુજરાતના સૌથી ધનીક ઉમેદવારોમાં સામેલ

પરેશ રાવલ ગુજરાતના સૌથી ધનીક ઉમેદવારોમાં સામેલ

બૉલીવુડ અભિનેતા અને અમદાવાદ પૂર્વના ભાજપના ઉમેદવાર પરેશ રાવલ ગુજરાતના સૌથી ધનીક ઉમેદવાર છે. જેમની કુલ પારિવારિક સંપત્તિ 79.40 કરોડ રૂપિયા છે.

English summary
Mulayam, who also took on BJP national general secretary in charge of UP, Amit Shah, said it was "unfortunate that people like him are entering politics." Mulayam said, "Naash kar denge."
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X