For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મુંબઇની દહીં-હાંડીમાં થઇ બે લોકોની મોત, 197 ઇજાગ્રસ્ત

મહારાષ્ટ્રમાં દહીં હાંડીના કાર્યક્રમ દરમિયાન બે ગોવિંદોઓની થઇ મોત. તો બીજી તરફ અલગ અલગ કાર્યક્રમમાં કુલ 197 લોકો ઇજાગ્રસ્ત થયા છે. વધુ વાંચો અહીં.

|
Google Oneindia Gujarati News

દર વર્ષની જેમ આ વર્ષે પણ મુંબઇમાં મોટા પાયે જનમાષ્ઠમી પર દહીં-હાંડીનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. પણ આ વર્ષે પાલઘર અને પેરોલી જિલ્લામાં દહીં-હાંડી વખતે 2 ગોવિંદોઓની મોત થઇ છે. જ્યારે કુલ 197 લોકો ઇજાગ્રસ્ત થયા છે. ઉલ્લેખનીય છે કે આ મોત એક યુવકને વાઇ આવવાથી અને અન્યને કરંટ લાગવાના કારણે થઇ હતી. સામાન્ય રીતે દહીં-હાંડી વખતે સાવચેતીના તમામ પગલાં લેવામાં આવે છે પણ તેમ દર વખતે લોકો ઇજાગ્રસ્ત થતા હોય છે. પણ આ વખતે બે ગોવિંદાના મોત થતા મામલો ગરમાયો છે.

dahi handi

(ફાઇલ ફોટો)

ઉલ્લેખનીય છે કે કોર્ટે 14 વર્ષથી ઓછી ઉંમરના ગોવિંદાને આ કાર્યક્રમમાં ભાગ લેવા માટે પ્રતિબંધ મૂક્યો છે. તેમ છતાં આમાં નાની ઉંમરના બાળકો પણ ભાગ લેતા હોય છે. જેનો અનેક હ્યુમન રાઇટ અને ચાઇલ્ડ વેરફેર સંસ્થાઓ વિરોધ કરતી આવી છે. વળી દર વર્ષે પૈસાની લાલચ સાથે ઊંચી ઊંચી હાંડી પણ બાંધવામાં આવે છે જેના કારણે પણ આવી ઘટનાઓ વધવા પામી છે. જે ચિંતાજનક વાત છે.

English summary
Two dead, 197 injured in Dahi-Handi related incidents in Maharashtra.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X