For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મુરલી દેવડા (1937-2014): જાણો નિગમ કાઉંસલરથી કેવી રીતે બન્યા સાંસદ

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 24 નવેમ્બર: સોમવારના દિવસની શરૂઆત એક દુખદ સમાચાર સાથે થઇ, આજે દેશના એક દિગ્ગજ નેતા અને પૂર્વ કેબિનેટ મંત્રી મુરલી દેવડાએ દુનિયાને અલવિદા કહી દિધું. મુરલી દેવડા એક જિંદાદિલ વ્યક્તિત્વના માલિક હતા એટલા માટે ફક્ત કોંગ્રેસે જ નહી પરંતુ તેમના વિરોધી પાર્ટીઓ સાથે પણ સારા સંબંધ હતા.

મુરલી દેવડા એક જિંદાદિલ વ્યક્તિત્વ
મહારાષ્ટ્ર કોંગ્રેસનો એક મોટો ચહેરો મુરલી દેવડા અત્યારે તો રાજ્યસભામાં સાંસદ હતા પરંતુ તે યૂપીએ સરકારમાં પેટ્રોલિયમ અને ટેલિકોમ જેવા મહત્વપૂર્ણ પદો પર બિરાજમાન થઇ ચૂક્યાં હતા. ગાંધી પરિવારના એકદમ અંગત ગણવામાં આવતા મુરલી દેવડા ગત કેટલાક સમયથી કેન્સરથી પીડિતા હતા અને આથી જ થોડા દિવસો પહેલાં તે દિલ્હી છોકરીને મુંબઇ આવ્યા હતા, જ્યાં તેમની બ્રિજ કેંડી હોસ્પિટલમાં સારવાર ચાલી રહી હતી.

પૂર્વ પેટ્રોલિયમ મંત્રી મુરલી દેવડાનું નિધન, આજે સાંજે અંતિમ સંસ્કાર
બે દિવસ પહેલાં જ તેમની હાલતમાં થોડો સુધારો થયો હતો જેથી તે હોસ્પિટલમાંથી ઘરે આવી ગયા હતા. સન 1937માં જન્મેલા મુરલી દેવડાને લોકો સામાન્ય રીતે મુરલીભાઇ કહેતા હતા. તેમની રાજકીય શરૂઆત મુંબઇ નગર નિગમના કાઉંલસરથી થઇ હતી. તે વર્ષ 1968 થી 1978 સુધી મુંબઇ નગર નિગમના કાઉંસલર રહ્યાં.

કોંગ્રેસે ગુમાવ્યા મહારાષ્ટ્રના મુરલી ભાઇ
પોતાની મોહક છબિ અને હાજરજવાબી વ્યક્તિત્વના લીધે તે રાજકારણીઓમાં ખૂબ લોકપ્રિય હતા. એટલા માટે તો આજે તેમના જવાનો ગમ કોંગ્રેસીઓ ઉપરાંત તેમના વિરોધીઓને પણ થઇ રહ્યો છે.

આવો એક નજર કરીએ મુરલી દેવડાના જીવનચક્ર પર...

ખાનદાની ઘર રાજસ્થાન...

ખાનદાની ઘર રાજસ્થાન...

આમ તો મુરલી દેવડા જીવન પર્યંત મહારાષ્ટ્રમાં જ રહ્યાં પરંતુ તેમનું ખાનદાની ઘર રાજસ્થાનમાં છે. મુરલી દેવડાએ બી.એ. સુધીનો અભ્યાસ કર્યો હતો.

મુંબઇ મ્યુનિસિપલ કોર્પોરેશનના કાઉંસલર

મુંબઇ મ્યુનિસિપલ કોર્પોરેશનના કાઉંસલર

તેમની રાજકીય શરૂઆત મુંબઇ મ્યુનિસિપલ કોર્પોરેશનના કાઉંસલરના રૂપમાં થઇ હતી, તે વર્ષ 1968 થી 1978 સુધી મુંબઇ મ્યુનિસિપલ કોર્પોરેશનના કાઉંસલર રહ્યા.

1977 થી 1978 સુધી મુંબઇના મેયર

1977 થી 1978 સુધી મુંબઇના મેયર

મુરલી દેવડા 1977 થી 1978 સુધી તે મુંબઇના મેયર પણ રહ્યાં અને 22 વર્ષ સુધી મહારાષ્ટ્ર કોંગ્રેસના અધ્યક્ષ પર પણ બિરાજમાન રહ્યાં.

1980માં પહેલીવાર લોકસભાની ચૂંટણી લડ્યા

1980માં પહેલીવાર લોકસભાની ચૂંટણી લડ્યા

મુરલી દેવડાએ 1980માં પહેલી વાર દક્ષિણ મુંબઇથી લોકસભાની ચૂંટણી લડ્યા, જો કે તે જનતા પાર્ટીના રતનસિંહ રાજદા સામે ચૂંટણી હારી ગયા, ત્યારબાદ તે ચાર વર્ષ બાદ દક્ષિન મુંબઇથી લોકસભા માટે ચૂંટાયા.

પેટ્રોલિયમ અને ગેસ મંત્રી

પેટ્રોલિયમ અને ગેસ મંત્રી

2002 એપ્રિલમાં મુરલી દેવડા રાજ્યસભાના સભ્ય બન્યા, મુરલી દેવડા 2006માં મણિ શંકર ઐયરની જગ્યાએ પેટ્રોલિયમ અને ગેસ મંત્રી બન્યા.

કોમ્યુનિકેશન અને માહિતી ટેક્નોલોજી રાજ્ય મંત્રી

કોમ્યુનિકેશન અને માહિતી ટેક્નોલોજી રાજ્ય મંત્રી

જુલાઇ 2011માં મુરલી દેવડા કોમ્યુનિકેશન અને માહિતી ટેક્નોલોજી રાજ્ય મંત્રી બનાવવામાં આવ્યા. અત્યારે પણ મુરલી દેવડા રાજ્યસભા સાંસદ હતા.

English summary
Murli Deora (1937-2014) was an Indian politician belonging to the Congress Party, and Minister of Corporate Affairs until 12 July 2011. He passed away on 24 November 2014.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X