For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

શું નવરાત્રી દ્વારા વિહપે ઘર વાપસીની તૈયારી કરી રહ્યું છે?

|
Google Oneindia Gujarati News

13 ઓક્ટોબરથી નવરાત્રી શરૂ થવાની છે. ત્યારે નવરાત્રીના સમયે ગુજરાતની રંગત જ કંઇક ખાસ હોય છે. નવરાત્રિઓ દરમિયાન માં દુર્ગાની ઉપસાના ખાતર લોકો ગરબા રમી તેમની આરાધાના કરે છે. ત્યારે આ નવરાત્રી દરમિયાન વિશ્વ હિંદુ પરિષદે તેવી જાહેરાત કરી છે કે ગરબામાં અન્ય ધર્મોના લોકોને પ્રવેશ નહીં આપવામાં આવે. અને ખાલી હિંદુઓને પણ આ ગરબામાં પ્રવેશ આપવામાં આવશે.

એટલું જ નહીં તેમણે કોણ હિંદુ છે અને કોણ નથી તે શોધવા માટે એક તકનીક પણ શોધી છે. વિહપે જણાવ્યું કે તે લોકોને તિલક અને ગૌમૂત્રનો છાંટકાવ કરશે. જે કોઇ આમ કરવાની આનાકાની કરશે તો તેની તપાસ કરવામાં આવશે. અને જો કોઇ અન્ય ધર્મના લોકો આમ કરતા પકડાયા તો તેમને હિંદુ ધર્મ અપનાવો પડશે તેવી ચિમકી પણ વિહપે ઉચ્ચારી છે.

ત્યારે એક સવાલ તે ઊભો થાય છે કે શું ખરેખરમાં વિહપનું અન્ય ધર્મના લોકોને ગરબામાં આવતા રોકવું યોગ્ય છે. શું છે આ પર લોકોની રાય, વિહપનું આ મામલે શું કહેવું છે અને અન્ય ધર્મના લોકો આ અંગે શું કહેવા માંગે છે તે પર અમે થોડા પ્રકાશ પાડવાનો પ્રયાસ કર્યો છે. તો આ અંગે વિસ્તૃત અહેવાલ જાણો નીચેના આ ફોટોસ્લાઇડરમાં...

શું છે વિહપની વાત?

શું છે વિહપની વાત?

વિશ્વ હિંદુ પરિષદનું કહેવું છે કે તે નવરાત્રીના ગરબા આયોજન અન્ય ધર્મના અને ખાસ કરીને મુસ્લિમ ધર્મના યુવકોને પ્રવેશ નહીં આપે.

પ્રવેશ ના આપવા પાછળના કારણો

પ્રવેશ ના આપવા પાછળના કારણો

વિશ્વ હિંદુ પરિષદે નેતા પ્રવિણ તોગડિયા કહ્યું કે પ્રવેશબંધી પાછળનું સૌથી મોટી કારણ છે લવ જહેદા. વળી તેમણે કહ્યું કે ગરબા દ્વારા અમે માં દુર્ગાની પૂજા કરીએ છીએ ત્યારે અમે ગૌમાંસ ખાનારાને કેવી રીતે પ્રવેશવાની છૂટ આપીએ!

કેવી રીતે શોધશે કોણ હિંદુ છે?

કેવી રીતે શોધશે કોણ હિંદુ છે?

ગુજરાતમાં વિહપની પાંખ હિંદુ સંગઠન યુવા મોર્ચા દ્વારા આ પ્રતિબંધ લગાવામાં આવ્યો છે. ત્યારે કેવી રીતે હિંદુ અને બિન હિંદુની ઓળખ કરવામાં આવશે તે અંગે પૂછતા તેમણે કહ્યું કે તેમના સ્વયંસેવીઓ તિલક અને ગૌમૂત્ર લઇને ઊભા રહેશે જે આમ કરવાની ના પાડશે તેની તપાસ થશે.

જો કોઇ અન્ય ધર્મનું પકડાયું તો?

જો કોઇ અન્ય ધર્મનું પકડાયું તો?

વિહપનું કહેવું છે જો આવું કોઇ વ્યક્તિ પકડાયું તો તેની ગૌમૂત્રથી શુદ્ધ કરવામાં આવશે અને તેને હિંદુ ધર્મ અપનાવાનું કહેવામાં આવશે.

પરંપરાગત ગરબા

પરંપરાગત ગરબા

વળી વિહપે સ્પષ્ટતા આપી કે તે પરંપરાગત ચાલતા ગરબા આયોજન માટે જ આવી વ્યવસ્થા કરશે. અન્ય બિનપરંપરાગત ગરબા માટે આ નિયમ લાગુ નથી પડતો.

વિહપે માંગી પોલિસની મદદ

વિહપે માંગી પોલિસની મદદ

વિહપે કહ્યું કે તે આ માટે તેમના સ્વયંસેવકોને તૈયાર કરશે અને લોકો ઓળખપત્ર બતાવે તે માટે પોલિસની મદદ પણ માંગશે.

શું વિહપનો આ પ્રતિબંધ યોગ્ય છે?

શું વિહપનો આ પ્રતિબંધ યોગ્ય છે?

વિહપનું કહેવું છે કે અન્ય ધર્મના લોકોનો માંસ ખાય છે માટે તેમનો પ્રવેશ અયોગ્ય છે પણ તે વાત પણ સૌ કોઇ જાણે છે કે હિંદુ ધર્મના પણ અનેક લોકો માંસાહાર ખાય છે તો તે અંગે વિહપનું શું કહેવું છે તે જાણવું જ રહ્યું

શું ભેદભાવ વધશે?

શું ભેદભાવ વધશે?

ભાજપના જ એક નેતાએ માંડવીનું ઉદાહરણ આપી એક સરસ વાત કરી તેમણે કહ્યું કે માંડવીમાં કેટલાય વર્ષોથી કેટલાક હિંદુઓ રોઝા રાખે છે અને કેટલાક મુસ્લિમો તેમના ઘરે ગણપતિ બેસાડે છે ત્યારે આવા પ્રતિબંધો બન્ને ધર્મના લોકોની ભાવના દુભાવશે.

લોકોનું શું કહેવું છે?

લોકોનું શું કહેવું છે?

આ અંગે અમે કેટલાક હિંદુઓનો મત જાણવાનો પ્રયાસ કર્યો તેમણે પણ કહ્યું કે આવા પ્રતિબંધો અયોગ્ય છે. તેમણે કહ્યું કે ભારત એક લોકશાહી અને બિનસાપ્રદાયિક દેશ છે અને તેમાં આવા પ્રતિબંધો લગાવવા અયોગ્ય છે. ત્યારે તમારું આ અંગે શું કહેવું છે તે હોમપેઝ પર આપેલા પોલમાં અમને ખાસ જણાવજો.

English summary
A diktat has been issued in Gujarat's Mandvi area in Kutch, which says that Muslims will not be allowed in Garba premises this Navratri.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X