For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ઇલ ઉલ ઝુહા પર મુસ્લિમો ગાયોની કતલ ના કરે : દારુલ ઉલુમ

|
Google Oneindia Gujarati News

પલવલ, 15 ઓક્ટોબર : વિશ્વ પ્રસિદ્ધ ઇસ્લામિક શિક્ષણ સંસ્થા દારુલ ઉલુમ દેવબંદના કુલપતિ મુફ્તી અબ્દુલ કાસીમ નોમાનીએ હિન્દુ સમાજની ધાર્મિક લાગણીઓનો ખ્યાલ રાખીને ઇદ ઉલ ઝુહા પર ગાયોની કુર્બાની નહીં આપવા માટે મુસ્લિમોને અપીલ કરી છે.

મુફ્તી નોમાનીએ બહાર પાડેલા એક નિવેદનમાં જણાવ્યું કે તહેવારોના સમયમાં દરેક લોકોએ એક બીજાની ધાર્મિક ભાવનાઓનું સન્માન કરવું જોઇએ. ઇદ ઉલ ઝુહા પર મુસ્લિમ સમાજના લોકોએ હિન્દુઓની ધાર્મિક ભાવનાઓનો ખ્યાલ રાખવો જોઇએ. તેમણે એમ જણાવ્યું કે જે રાજ્યોમાં ગાયોની કતલ કરવા પર પ્રતિબંધ છે ત્યાંના મુસ્લિમ બંધુઓ કાયદા અને સાંપ્રદા. વિશેષની આસ્થા અને ધાર્મિક ભાવનાઓને ધ્યાનમાં રાખીને ગાયની કુર્બાની બિલકુલ ના આપે.

masjid-namaz

તેમણે એવી અપીલ પણ કરી કે ઇદ ઉલ દુહા પર કોઇ પણ મુસ્લિમ એવું કાર્ય ના કરે જેનાથી કોઇ અન્ય ધર્મની વ્યક્તિની ભાવનાઓને ઠેસ પહોંચે. ઉલ્લેખનીય છે કે આ અગાઉ પણ દારુલ ઉલુમ દેવબંદ દ્વારા ગાયની કુરબાની ન કરવાના સંબંધમાં ફતવો બહાર પાડવામાં આવ્યો હતો.

આ પ્રસંગે હરિયાણાના પલવલ જિલ્લાના હથીન કસ્બામાં આયોજિત એક હિન્દુ મુસ્લીમ મહાપંચાયતમાં ગાયોની કુર્બાની પર નિયંત્રણ લગાવવાનું એલાન કરવામાં આવ્યું હતું. આ માટે સર્વ સંમતિથી પ્રસ્તાવ પસાર કરવામાં આવ્યો હતો. આ સભામાં જણાવવામાં આવ્યું હતું કે બંને કોમની સર્વસંમતિથી અનેક ગામોમાં ગૌ હત્યા પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે.

English summary
Muslims do not kill cow on eid ul zuha : Darul Uloom
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X