For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

32 લાખનો વીમો "હાથી" માટે, કારણ જાણો અહીં?

|
Google Oneindia Gujarati News

અત્યાર સુધી તમે વાહન વીમો, જીવન વીમો વિષે સાંભળ્યું હશે પણ શું તમે કદી હાથીઓ માટેના વીમા વિષે સાંભળ્યું છે. જો કે આ હાથીઓ કોઇ સામાન્ય હાથીઓ નથી. આ છે મૈસૂર દશેરાના હાથીઓ. જે દર વર્ષે મૈસૂરની શાન ગણાતા દશેરા ઉત્સવ "વિજયાદશમી"માં હાજરી આપવા અહીં આવે છે. આ વર્ષે પણ હાથીઓનો પહેલા દસ્તો મૈસૂર પહોંચી ગયો છે.

એટલું જ નહીં દર વર્ષે આ તમામ 12 હાથીઓનો વીમો પણ નીકાળવામાં આવે છે. આ વર્ષે પણ યુનાઇટેડ ઇન્ડિયા વીમા દ્વારા આ હાથીઓનો 32 લાખનો વીમો નીકળવામાં આવ્યો છે. અને તેના મહાવતનો પણ 35 લાખનો વીમો નીકાળવામાં આવે છે.

mysuru Desara elephant

કેમ નીકાળાય છે વીમો?

"ધ હિન્દુ" છાપામાં છપાયેલી ખબર મુજબ વનવિભાગ દ્વારા આ હાથીનો વીમો નીકાળવામાં આવે છે. જેની પાછળનો મૂળ ઉદ્દેશ તે છે જ્યારે આ હાથીઓ મૈસૂર પહોંચે છે તે દરમિયાન તેમને કોઇ ઇજા ના થાય અને સાથે જ તેમના દ્વારા કોઇ સાર્વજનિક કે ખાનગી ઇમારતને નુક્શાન ન થાય. કારણ કે આવી લાંબી યાત્રામાં આવી પ્રકારની ધટનાઓ થવાની શક્યતા રહેલી હોય છે. માટે જ આ વીમા કરાવવામાં આવે છે. એટલું જ નહીં દશેરા ઉત્સવ કમિટી દ્વારા પ્રતિ હાથી રૂપિયા 41,000નું પ્રિમિયમ પણ આ હાથીઓ માટે ભરવામાં આવ્યું છે તેવું જાણવા મળ્યું છે.

હાલ 6 હાથીઓની પધરામણી

હાલ મુખ્ય હાથી અર્જૂન, જે દશેરા ઉત્સવ દરમિયાન 750 કિલોની સોનાની પાલખી ઉપાડશે તેની સાથે 6 હાથીઓ મૈસૂર પહોંચ્યા છે. અને આવતા મહિને અન્ય 6 હાથીઓ એમ કુલ 12 હાથીઓ વિજયદશમીના મૈસૂરના આ ભવ્ય કાર્યક્રમમાં હાજરી આપવા ઉપસ્થિત રહેશે.

English summary
Mysuru Dasara elephants get insurance cover, check why it is necessary?
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X