For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

તબીબી સંશોધનમાં ભારત પાછળ રહી ગયું છે: નરેન્દ્ર મોદી

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 20 ઓક્ટોબર: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારે જણાવ્યું કે ભારત તબીબી ક્ષેત્રમાં શોધના મામલામાં પાછળ જઇ રહ્યો છે. આ દિશામાં વધારે કામ કરવાની જરૂરીયાત છે.

મોદીએ ભારતીય આયુર્વિજ્ઞાન સંસ્થાન(એઇમ્સ)ના 42માં પદવીદાન સમારંભમાં જણાવ્યું કે 'ભારત તબીબી ક્ષેત્રમાં શોધના મામલામાં પાછળ જઇ રહ્યો છે અને આ દિશામાં ખૂબ જ સંશોધન કરવાની જરૂરીયાત છે. આપણે શોધ, ખાસ કરીને કેસ હિસ્ટ્રી પર ધ્યાન આપવાની જરૂરીયાત છે. આ માનવતા માટે ખૂબ જ મોટું યોગદાન બની રહેશે.' વડાપ્રધાને પદવીદાન સમારંભમાં ખાસ અતિથિઓને આમંત્રિત કરવાનું સૂચન આપ્યું.

વડાપ્રધાને જણાવ્યું 'શું આપણે પદવીદાન સમારંભમાં વિશેષ અતિથિઓને બોલાવવાની પરંપરા શરૂ ના કરી શકીએ? ખાસ અતિથિથી મારો અર્થ એ છે કે ગામડાના આઠમાં-નવમાંના વિદ્યાર્થીઓ તરફ છે. તેમને આમંત્રિત કરવા જોઇએ, જેથી તેઓ દુનિયાને જોઇ શકે.'

સભાગૃહમાં તાળીઓના ગડગડાટની વચ્ચે મોદીએ જણાવ્યું કે 'આ વિદ્યાર્થીઓની વચ્ચે ઉત્સુકતા પેદા કરશે, તેમને સપના જોવામાં મદદ કરશે જેનો મોટો પ્રભાવ પડશે.'

aiims
તેમણે સંસ્થામાંથી ડિગ્રી પ્રાપ્ત કરનારા વિદ્યાર્થીઓને જણાવ્યું કે તેઓ પોતાની અંદરના વિદ્યાર્થીને હંમેશા જીવીત રાખે. વડાપ્રધાને જણાવ્યું 'શું આપને લાગે છે કે અહીં આપનું વિદ્યાર્થી જીવન સમાપ્ત થઇ ગયું? જ્ઞાન અને શીખવાની જીજ્ઞાસા ક્યારેય સમાપ્ત ના થવી જોઇએ. '

વડાપ્રધાને જણાવ્યું કે એઇમ્સમાં આપ ખૂબ જ સુરક્ષિત હતા. અત્રે આપની મદદ માટે વરિષ્ઠ વિદ્યાર્થીઓથી લઇને શિક્ષકો બધા હતા. પરંતુ હવે આપ મોટી કક્ષાઓમાં પ્રવેશ કરવા જઇ રહ્યા છો, જ્યાં આપે આપના નિર્ણય જાતે લેવા પડશે.

વડાપ્રધાને સંબોધનના સમાપનમાં જણાવ્યું કે ''તેમને સમજાતુ નથી કે તેમને આ સમારંભમાં શા માટે આમંત્રિત કરવામાં આવ્યા, કારણ કે હું એક સારો દર્દી પણ નથી કે નથી કોઇ ડોક્ટર. મને આમંત્રિત કરવામાં આવ્યો કારણ કે હું વડાપ્રધાન છું. આ દેશનું દુર્ભાગ્ય છે કે અમે(રાજનેતા) દરેક જગ્યાએ છીએ.''

English summary
I was never a good student, nor did I get a chance to receive an award says PM Modi at AIIMS convocation function.He even asked them to never achieve stability as learning is a process which continues throughout life.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X