For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

પોર્ન વેબસાઇટ્સ બંધ કરાવશે મોદી સરકાર

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 20 નવેમ્બર: નરેન્દ્ર મોદીના નેતૃત્વવાળી એનડીએ સરકારે ભારતમાં હાજર ઓનલાઇન કંટેંટને સાફ કરવાનું બીડું ઝડપ્યું છે. સરકારનો ઇરાદો પોર્ન વેબસાઇટ્સની સૂચિ તૈયાર કરવાનો અને ઇંટરનેટ સર્વિસ પ્રોવાઇડર્સને તે વેબસાઇટ્સને બ્લોક કરવાનું કહેવાનો છે.

મોટા પ્રમાણ પર થઇ રહેલી બ્લોકિંગના પગલે ઇંટરનેટની ગતિ ધીમી થઇ જાય છે. આ સમસ્યાના સમાધાન માટે ઇંટરનેટ સર્વિસ પ્રોવાઇડર્સને તેમના સિસ્ટમ અપગ્રેડ કરવા માટે કહેવામાં આવશે. સરકારે ઇંટરનેટ અને મોબાઇલ એસોસિએશન ઓફ ઇન્ડિયાને સૂચિ બનાવવા જણાવ્યું છે. દૂરસંચાર અને આઇટી મંત્રી રવિશંકર પ્રસાદનું કહેવું છે કે અન્ય દેશોમાં પોર્ન લીગલ છે પરંતુ ભારતીય સંસ્કૃતિના પરિપ્રેક્ષ્ય અને સમાજ પ્રત્યે નૈતિક બાધ્યતાઓના રૂપને જોવાની જરૂરીયાત છે.

website
ભાજપે સરકારના આ પગલાને પૂર્ણ સમર્થન આપ્યું છે. ભાજપના આઇટી સેલના પ્રમુખ અરવિંદ ગુપ્તાએ એક વેબસાઇટ સાથે વાતચીતમાં જણાવ્યું કે પોર્નોગ્રાફી દેશના સાંસ્કૃતિક મૂલ્યોની વિરુદ્ધ છે. આ પ્રકારના કંટેંટને બ્લોક આઉટ કરવા માટે સમાધાનની જરૂરીયાત છે. પોર્ન વેબસાઇટને બંધ કરાવવું સરકાર માટે ખૂબ જ મુશ્કેલ ટાસ્ક બની રહેશે. ઇન્ડિયન કમ્પ્યુટર ઇમરજન્સી રિસ્પોન્સ ટીમના અનુમાન અનુસાર દુનિયાભરમાં 40 મિલિયન પોર્ન વેબસાઇટ છે. જેમાંથી મોટાભાગની ભારતની બહારથી ચાલે છે.

નોંધનીય છે કે સુપ્રીમ કોર્ટ પણ વ્યવસાયે વકીલ કમલેશ વાસવાનીની અરજી પર સુનવણી કરી રહ્યું છે જેમાં કોર્ટથી પોર્ન વેબસાઇટો પર પ્રતિબંધ લગાવવાની માંગ કરવામાં આવી છે. વાસવાનીની દલિલ છે કે પોર્ન વેબસાઇટના કારણે મહિલાઓ પર બળાત્કાર, શોષણ વગેરેમાં વધારો થઇ રહ્યો છે. 29 ઓગષ્ટના રોજ પાછલી સુનાવણી દરમિયાન કેન્દ્ર સરકારે જણાવ્યું હતું કે પોર્નને ફિલ્ટર કરવું પ્રાયોગિક નથી.

English summary
Narendra Modi Government will ban the porn sites in india.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X