For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Pics: નરેન્દ્ર મોદીએ આપ્યો સેનાઓને મંત્ર, નવા પડકારોનો સામનો કરવા માટે રહો તૈયાર

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 18 ઓક્ટોબર: શુક્રવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સેના, વાયુસેના અને નૌસેના પ્રમુખની સાથે ટોપ કમાંડરો સાથે મુલાકાત કરી. બોર્ડર પર ચાલુ તણાવ વચ્ચે નરેન્દ્ર મોદીની આ મુલાકાતના અર્થ નિકાળવામાં આવી રહ્યાં છે. શુક્રવારે થયેલી આ મુલાકાતમાં રક્ષા મંત્રી અરૂણ જેટલી અને ગૃહમંત્રી રાજનાથ સિંહની સાથે જ નેશનલ સિક્યોરિટી એડવાઇઝર અજિત ડોવાલ પણ હાજર હતા.

 સેનાને નબળી પડવા નહી દઇએ

સેનાને નબળી પડવા નહી દઇએ

નરેન્દ્ર મોદીએ આ મુલાકાતમાં ત્રણ સેનાઓના પ્રમુખોને વિશ્વાસ અપાવ્યો કે ગત 10 વર્ષોમાં સેનાઓને જે વસ્તુની ઉણપ રહી છે, તેને જલદીમાં જલદી દૂર કરવામાં આવશે.

 સેના પ્રમુખોને આપ્યું પ્રેજેંટેશન

સેના પ્રમુખોને આપ્યું પ્રેજેંટેશન

આ મુલાકાત દરમિયાન નરેન્દ્ર મોદીએ ત્રણેય સેનાઓના પ્રમુખો સાથે સીમા સાથે જોડાયેલા મુદ્દાઓ પર વાત કરી. સેના પ્રમુખોએ સુરક્ષા સાથે જોડાયેલા મુદ્દાઓ પર પ્રેજેંટેશન પણ આપ્યું.

 સીઝફાયર વૉયલેશન કરી સમીક્ષા

સીઝફાયર વૉયલેશન કરી સમીક્ષા

સૂત્રોનું માનીએ તો નરેન્દ્ર મોદીએ આ મીટિંગ દરમિયાન સેના પ્રમુખો સાથે કાશ્મીરમાં પાક દ્વારા સાથે સતત થઇ રહેલા સીઝફાયર વૉયલેશન અને ચીન દ્વારા ચાલુ સીમા વિવાદ વિશે પુરી જાણકારી લીધી.

 અલ કાયદા અને આઇએસઆઇએસ પર પણ વાત

અલ કાયદા અને આઇએસઆઇએસ પર પણ વાત

મોદીએ આ દરમિયાન રક્ષા તૈયારીઓ અને યુદ્ધની તૈયારીઓ વિશે પણ વાત કરી. સાથે-સાથે અલ કાયદાની ધમકી અને આઇએસઆઇએસની હાજરી પર ચર્ચા કરી. મોદીએ સેના પ્રમુખો અને કમાંડર્સને સ્પષ્ટ કર્યું તે આગામી સમયમાં નવા પડકારોનો સામનો કરવા માટે તૈયાર રહો.

 આગળની તૈયારીઓની ઝલક

આગળની તૈયારીઓની ઝલક

દર છ મહિનામાં આ કંબાઇંડ કમાંડર્સ મીટિંગ થાય છે. આમ તો મોદી પહેલાં પણ ત્રણ સેનાઓના પ્રમુખો સાથે મુલાકાત કરી ચૂક્યાં છે પરંતુ પ્રથમ અવસર હતો જ્યારે તે વૉર રૂમમાં થઇ રહેલી મીટિંગમાં પહોંચ્યા.

English summary
PM Narendra Modi meets armed forces chiefs and discuss border issues. Modi also made promise to modernize defence sector.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X