For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

હું ચોકીદાર બનતા અમુક લોકોને નડી રહ્યો છું: નરેન્દ્ર મોદી

ચારધામ રાજમાર્ગ વિકાસ પરિયોજનાના કાર્યક્રમ હેઠળ ઉત્તરાખંડની મુલાકાતે આવેલા મોદીએ કર્યા કોંગ્રેસ પર આકારા પ્રહાર.

|
Google Oneindia Gujarati News

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઉત્તરાખંડના સૌથી મહત્વના પ્રોજેક્ટ ઓલ વેધર રોડનો શુભારંભ કર્યો છે. આ પ્રોજેક્ટ સીધી રીતે દેશના તમામ મોટા શહેરા અને લોકોને ઉત્તરાખંડના ચારધામ સાથે જોડવાનું કામ કરશે. નોટબંધી પછી પીએમ મોદીની ઉત્તરાખંડના આ પહેલી મોટી રેલીમાં તેમણે વિપક્ષથી લઇને સેનાના જવાનો વિષે શું કહ્યું વાંચો અહીં....

modi

કાળું નાણું કાળું મન
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાની ઉત્તરાખંડની રેલીમાં કહ્યું કે દેશને કાળા નાણાં અને કાળા મન બન્નેએ ભારોભાર નુક્શાન પહોંચાડ્યું છે.
ચોકીદારી
તમે મને ચોકીદારી કરવાનું કામ આપ્યું છે. અને જ્યારે હું ચોકીદારી કરું છું તો કેટલાક લોકોને હું નડી રહ્યો છું. આમ કહીં મોદીએ વિપક્ષ પર નિશાન તાક્યું હતું.

 PM દ્વારા શિલાન્યાસ કરેલા ચારધામ મહામાર્ગ વિકાસ પરિયોજનાની ખાસ વાતો PM દ્વારા શિલાન્યાસ કરેલા ચારધામ મહામાર્ગ વિકાસ પરિયોજનાની ખાસ વાતો

વન રેન્ક વન પેન્શન: સલામ
દેશના જવાનોને યાદ કરતા મોદીએ કહ્યું કે "મેં તેમણે કહ્યું કે તમે મારી ચાર હપ્તાની વાત માની લો હું તમારા જૂના પૈસા પણ આપી દઇશ. હું જવાનોને સલામ કરુ છું કે તેમને સરકારની વાત માની અને વન રેન્ક વન પેન્શનની જાહેરાત થઇ વધુમાં તેમણે કહ્યું કે વર્ષોથી સેનાના જવાનો વન રેન્ક વન પેન્શનની માંગ કરી રહ્યા હતા. પણ ચૂંટણી આવતા જ સરકારે બજેટમાં 500 કરોડ રૂપિયા નાંખી દીધા. જે સેનાના જવાનોની આંખમાં ધૂળ નાખવા સમાન છે.
સરકાર બદલાઇ, દેશ બદલાશે
વધુમાં તેમણે કહ્યું કે તેમની સરકાર દ્વારા 3 વર્ષમાં 5 કરોડ ગરીબ પરિવારોને ગેસ કનેક્શન આપશે. 6 હજાર ગામમાં જલ્દી જ વિજળી પહોંચશે. વધુમાં તેમણે જણાવ્યું કે અમારી સરકારનો સંકલ્પ છે કે અમે 1000 દિવસમાં 18,000 ગામમાં વિજળી પહોંચાડીશું.

English summary
The city is gearing up forNarendras Modi rally on Tuesday at the Parade Ground even as a minor controversy brew over the district authorities initial decision to close all schools in view of the rally.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X