For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

જર્મની અને ભારતે કર્યા 18 કરાર પર હસ્તાક્ષર, મોદીને મળી પ્રાચીન ભેટ

|
Google Oneindia Gujarati News

જર્મન ચાન્સેલર એન્જેલા મર્કેલ હાલ ભારતની મુલાકાત પર છે. આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને જર્મન ચાન્સેલર એન્જેલાએ બેંગ્લોરમાં આવેલ Bosch કંપનીની મુલાકાત લીધી હતી. વધુમાં સોમવારે બન્ને દેશો વચ્ચે 18 કરારો પર હસ્તાક્ષર પણ કરવામાં આવ્યા હતા. જેણે ભારત અને જર્મનીના સંબંધોને વધુ મજબૂત કર્યા હતા.

નોંધનીય છે કે એપ્રિલમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી જર્મની ગયા હતા. જે બાદ ભારત અને જર્મનીના વેપારી અને રક્ષા સંબંધી કરારોમાં નવો પ્રાણવાયુ ફૂકાયો હતો. ત્યાં જ મર્કેલની આ યાત્રાએ સંબંધોને વધુ મજબૂત કર્યા છે.

સાથે જર્મન ચાન્સેલરે નરેન્દ્ર મોદીને 10મી સદીની માં દુર્ગાની એક પ્રતિમાની પરત આપી છે. નોંધનીય છે કે જર્મની દુનિયાની ચોથી સૌથી મોટી અર્થવ્યવસ્થા છે. અને તે અત્યાર સુધીમાં ભારતમાં 20 અરબ ડોલરનું દ્રિપક્ષીય વેપાર અને 10 અરબ યૂરોનું રોકાણ ભારતમાં કરી રહી છે. વધુમાં સુરક્ષા પરિષદના સ્થાઇ સદસ્ય તરીકે પણ જર્મનની જોવામાં આવે છે. ત્યારે જર્મન ચાન્સેલરની આ ભારત મુલાકાતથી ભારતને શું શું ફાયદા થશે. કયા કરારો પર હસ્તાક્ષર થયા, કોણે શું કહ્યું તે વિષે વિસ્તૃત જાણકારી મેળવો નીચેના આ ફોટોસ્લાઇડરમાં...

કયા કરારો પર થઇ સંધિ

કયા કરારો પર થઇ સંધિ

ભારત અને જર્મની વચ્ચે થયેલા કરારોમાં જર્મનીએ ભારતમાં સૌર ઊર્જા ક્ષેત્રે 2.25 કરોડ ડોલરનું રોકાણ કર્યું. વળી જળ સંચય, ઊર્જા અને સુરક્ષા મામલે પણ ભારત અને જર્મની વચ્ચે મહત્વપૂર્ણ કરારો થયા.

નરેન્દ્ર મોદીએ શું કહ્યું

નરેન્દ્ર મોદીએ શું કહ્યું

નરેન્દ્ર મોદીએ જર્મનીને પોતાનું પ્રાકૃતિક સહયોગી ગણાવ્યું. તેમણે કહ્યું કે બન્ને દેશો આર્થિક રીતે પ્રગતિ સાંધવા માંગે છે.

મોદીનું બેંગ્લોરમાં ભાષણ

મોદીનું બેંગ્લોરમાં ભાષણ

બેંગ્લોરમાં લોકોને સંબંધતા મોદીએ કહ્યું કે ભારત આઇટી રેવોલ્યૂશન બનાવા જઇ રહ્યું છે. માટે જ અમે સ્ટાર્ટ અપ ઇન્ડિયા અભિયાનની શરૂઆત કરી છે.

એન્જેલા શું કહ્યું

એન્જેલા શું કહ્યું

જર્મન ચાન્સેલર એન્જેલા કહ્યું કે જર્મની ભારતની અર્થવ્યવસ્થાને મજબૂત કરવામાં પૂર્ણેપણે યોગદાન આપશે. વળી તેમણે મોદીની વિકાસ સંબંધી યોજનાઓનું પણ સન્માન કર્યું.

દુર્ગા માતાની પ્રતિમા

દુર્ગા માતાની પ્રતિમા

જર્મન ચાન્સેલર એન્જેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ભારતથી આવેલી માં દુર્ગાની પ્રાચીન મૂર્તિ પરત કરી. આ મૂર્તી 10 સદીની છે. જમ્મુ કાશ્મીરના મંદિરમાં લાગેલી આ દુર્ગામાંની મૂર્તિ માટે મોદીએ પણ જર્મનીનો આભાર માન્યો.

English summary
National indian investors are welcomed in germany says merkel
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X