For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

નેતાજીની હત્યા નેહરુના ઇશારા પર થઇ હતી: સ્વામી

|
Google Oneindia Gujarati News

મેરઠ, 24 જાન્યુઆરી: પોતાના નિવેદનને લઇને ટિકાઓનો સામનો કરનારા સુબ્રમણ્યમ સ્વામીએ એકવાર ફરીથી વિવાદીત નિવેદન આપ્યું છે. શુક્રવારે મેરઠમાં સુભાષચંદ્ર બોસની જયંતીના અવસર પર સુબ્રમણ્યમ સ્વામીએ જણાવ્યું કે તેમને ખબર છે કે નેતાજીની હત્યા કેવી રીતે અને ક્યાં થઇ છે. નવભારત ટાઇમ્સના સમાચાર અનુસાર સ્વામીએ જણાવ્યું કે નેતાજીની હત્યા થઇ હતી, જે રશિયામાં સ્ટાલિને કરાવી હતી, જેમાં પંડિત જવાહર લાલ નેહરુનો હાથ હતો.

swamy
સ્વામીએ જણાવ્યું કે તેમની પાસે પુરાવા છે જેને તેઓ હવે પછી મેરઠ આવશે તો સાથે લઇને આવશે. સ્વામીએ જણાવ્યું કે નેતાજી વિશે કોંગ્રેસે અફવાહ ફેલાવી હતી કે તેમની એક વિમાન દુર્ઘટનામાં મોત થઇ ગયું હતું, પરંતુ એવું નથી વૉર ક્રિમિનલ જાહેર થવા પર નેતાજી રશિયા ગયા હતા, જ્યાં સ્ટાલિને તેમની હત્યા કરી દીધી.

પરંતુ બોસને મારતા પહેલા સ્ટાલિને નેહરુજીને ફોન કર્યો હતો પરંતુ નેહરુજીએ નેતાજીને છોડાવવાને બદલે સ્ટાલિનને એમ કહ્યું કે આપને જે યોગ્ય લાગે તે કરો અને તેણે નેતાજીને મોતને ઘાટ ઊતારી દીધા.

નેતાજીના મોત અંગે નેહરુ જાણતા હતા
સ્વામીએ જણાવ્યું કે અમારી પાસે તે ફાઇલ છે, હું મોદી સરકારને નિવેદન કરુ છું કે તેઓ ઉતાવળ કરીને આ રહસ્ય પરથી પરદો ઊઠાવે. સ્વામીએ આ મામલામાં પંડિત નેહરુ અને ગાંધી પરિવારને ખેંસી લાવ્યા છે, જોઇએ છે ગાંધી પરિવાર તેમના આ વિવાદીત નિવેદન પર શું ટિપ્પણી આપે છે. જોકે આ પહેલીવાર નથી કે સ્વામીએ ગાંધી પરિવાર પર નિશાનો સાધ્યો હોય. આની પહેલા ઘણા મામલા જેવાકે 2જી, સુનંદા પુષ્કર મર્ડર કેસમાં પણ સોનિયા ગાંધીનું નામ લઇ ચૂક્યા છે.

English summary
'Netaji Subhas Chandra Bose was alive in 1947 and Nehru knew about it' claims Subramanian Swamy.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X